________________
હતો. તે શબ્દ સંસ્કૃતનો ગણાતો. પાછળથી એ ભ્રમ ભાંગ્યો. પાલિ-પ્રાકૃતમાં આ શબ્દ હોવાની જાણ થઈ. ઈયમ ધમ્મલિપિ'થી લેખ શરૂ થાય પણ પૂરું ન વંચાય. ભારતીય પંડિતો ભેગા થયા. વાઇસરોયનો હુકમ ઈનામની જાહેરાત. જેઓને આવડે તેમની પાસે વંચાવે. પંડિતો કબૂલે શાના કે એમને આવડતું નથી? તેઓ તો વાંચીને શ્લોકો બોલવા લાગ્યા – યદા યદા હિ ધર્મસ્વ.” જેસે તેઓનું વાંચેલું લખાણ ખોટું છે તેમ કહ્યું, કારણ કે યદા યદા ઉકેલ્યું તો ત્યાં શબ્દો બે જ હોય. સરખા જ હોય, યદા યદા. અહીં તેવું ન હતું. એટલે પછી ટીમવર્ક થયું. તેમાંથી આ લિપિશાસ્ત્ર બન્યું.
જીવિતસ્વામી મૂર્તિ વિશેની વાત નીકળી. દાદાએ કીધું કે ઘણી વાર અજૈન વિદ્વાનોથી શબ્દના અર્થની ભારે ભૂલ થાય છે. એક પંડિતે જીવિતસ્વામીનો અર્થ આવો આપ્યો. “પતિ જીવતો છે તેની પત્નીએ ભરાવેલી મૂર્તિ !”
સાધ્વીજીઓમાંથી એક બોલ્યાં : “એનો સાચો અર્થ તો એવો થાય કે તીર્થકર જીવતા હોય તે સમયગાળામાં ઘડાયેલી - ભરાવેલી મૂર્તિ. બરાબર ને ?
દાદા કહે : સામાન્ય રીતે તો આ જ અર્થ પ્રચલિત છે. પણ આ અર્થ પણ તદ્દન ખોટો છે. જીવિતસ્વામી એટલે સાલંકાર મૂતિ, તીર્થકરની રાજકુમાર અવસ્થાનું બિંબ. આવી મૂર્તિ પર – પાષાણમાં – અલંકાર પણ. ભરાવેલા દેખાય. જીવિતસ્વામી ધાતુમૂર્તિ હોય તે બાબતે વિવાદ છે. પછી ઉમેર્યું: રાણકપુરની પંચતીર્થમાં છે. (નાણાયું, દીવાણા અને નાદિયામાં) છે તે જીવિતસ્વામીની છે પણ તેમાં અલંકાર નથી. પ્રાચીન સમયની છે, પરંતુ તે ૨૫૦૦ વર્ષ પહેલાંની નથી. તેને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે.
દાદા પ્રત સાધ્વીજીઓ પાસે વંચાવતાં ત્યારે કેટલીક જાણવા જેવી બાબતો મળી તે અહીં લખું છું : એક સ્તવનમાં ‘ગુણ જણતાં સ્પષ્ટ વંચાતું હતું. અર્થ બેસતો નથી, તો સાદય ભૂલ કેવી રીતે થઈ હશે ? કઈ હશે? એ વિચારવાનું જણાવ્યું. પછી કહેઃ અહીં જ નથી પણ ભ' છે. ‘ગુણ ભણતાં' –- એમાં જ લખી કૌંસમાં “ભ' લખી સુધારવું એમ શિખવાડ્યું અને લહિયાની આવી ભૂલ કયા કારણે થઈ હશે તેની વાત કરી.
“લ' તથા “ળ” વિશે જણાવ્યું. કહે: ગુજરાત-રાજસ્થાનમાં “લ' જ હતો. “ળ” હતો જ નહીં. હસ્તપ્રતમાં છે જ નહિ. મહારાષ્ટ્રમાં ભળ' હતો.
ઘણી પ્રતોમાં અંક કે અંકની આજુબાજુ દંડ કરવા માટેની ખાલી જગ્યા છોડી દેવાતી હોય છે. તેનું કારણ તે કરવા વપરાતી લાલ શાહી છે. લાલ શાહી બનાવવામાં હિંગળોકમાં પારો નંખાય. પારાને ચાળીસ વાર ધોવો પડે, છતાં એમાં પારાનો અંશ તો રહે જ. આથી, લાલ શાહી વાપરવી હોય ત્યારે દરેક વખતે તેને હલાવવી પડે. એ જલદી જામી જતી હોય છે. આ શાહી વાપરવી હોય ત્યારે બધે સ્થળે એક સાથે તેના વડે દંડ કરે તો ફાવે. આથી કાળી શાહીનું લખાણ લખાય. પછી લાલ શાહીથી દંડ થાય. ઘણુંખરું તો કાળી શાહીથી જ દંડ કરી લેવાય છે. પણ લાલ શાહીથી દંડ કરે તો તે લખાણ બાદ એક સાથે કરી લેવાય. આથી ઘણી વાર એવું પણ બને છે કે પ્રતમાં પાછળથી એકસાથે કરવાના દંડ કરવાનું ભુલાઈ ગયું હોય.
મને યાદ આવ્યું કે “રતનગુરરાસ’ અને ‘બલદેવસઝાય’ મેં કરેલી તેમાં : (વિસર્ગચિહુન જેવું છે.) છે પણ અંકની આસપાસ દંડ કરવાના રહી ગયા છે.
ત્યારબાદ, પ્રતની લિપિમાંના દ, ૮, તથા ઈનો ભેદ લખીને સમજાવ્યો.
એક કૃતિમાં “જાચો હીરો’ શબ્દ આવ્યો. તે સંદર્ભે દાદાએ માહિતી આપી :
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org