________________
હવે શરીર પહેલાંની પેઠે કામ આપતું નથી. નવો જન્મ મળે તો નવું શરીર
મળે. તો ફરીથી નવેસરથી, નવા શરીરથી, કામ ચાલુ રહે ને ? મેં કહ્યું : આવું ન કહો, દાદા. આ સમયે જિતુભાઈ ત્યાંથી પસાર થયા. હસીને ટકોર કરી : “વ્યાખ્યાન ચાલે છે? હું બેસું ?' મેં કહ્યું : વ્યાખ્યાન આપવાનું તમને સોંપ્યું. અમે તો વાતો કરીએ છીએ. થોડી વાર
પછી) દાદા : બસ, આ એપ્રિલમાં જવું છે. એટલા માટે કે ગુણવંતના છોકરાઓની પરીક્ષા
થઈ જાય એટલે વાંધો નહિ. મેં કહ્યું : ના. હજુ બધાં કામો પૂરાં થયાં નથી. નહિ જઈ શકો. આવું બોલવાનું નથી.
આવું વિચારવાનું ય નથી.
| (દાદા ૨૦૦૪ના એપ્રિલમાં જવાની વાત કરતા હતા એથી ૧ વર્ષ વધુ રહ્યા.) પછી દેવલોકની વાત નીકળી. દાદા કહે : દેવલોકમાંય સુખશાંતિ ક્યાં છે? એ વાતોમાં મોટે ભાગે પંડિતોની કલ્પનાઓ છે. અહીંના સંસાર જેવો ત્યાંનો સંસાર કયો છે.
રિસેસ પૂરી થયે નીચે ગયા. આજે પટ્ટચિત્રોનું વ્યાખ્યાન અને સ્લાઈડ-શો છે તેથી ૪ વાગે તો ઉપર જઈશું એમ જણાવી દાદાએ એ પદ્ઘચિત્રોની વાત કરી. કહે: “આ કામ મેં કર્યું. એ ગુજરાતીમાં હતું. આથી એ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં કરવાનું નક્કી થયું. ઉમાકાન્તભાઈ એનું અંગ્રેજી રૂપાંતર કરવાના હતા પણ એ દિવંગત થતાં, આ કામ અંધારેને સોંપાયું. એમણે જ્યારે એ બધું વાંચી સંભળાવ્યું ત્યારે ક્યાંક હકીકતદોષ ધ્યાનમાં આવ્યો. અંધારેએ નંદીશ્વર દ્વીપ પર ભગવાનના જવાની વાત કરેલી. મેં કહ્યું: ‘ત્યાં તો માત્ર દેવો જાય', અંધારે કહે: પણ આ તો ભગવાન છે. મેં કહ્યું કે ભગવાન માણસના રૂપે છે તેથી ન જાય. મેં જિતુભાઈને સુધારવાનું કહ્યું છે. છેક '૯૪ની સાલનું કામ તૈયાર પડ્યું છે. રંગીન પ્લેટોનો ખર્ચ ઘણો થાય તેથી ક્યારે છપાશે એની ખબર નથી.
ત્યારબાદ, પંડિતજી રજા પર છે; રજાઓ વધારે ભેગી થયેલી તેથી રજા પર હશે એવી વાત થઈ. મેં દાદાને પૂછ્યું : “દાદા, તમારે કેટલી રજાઓ ભેગી થયેલી છે ?”
૨૧૯ જેટલી હશે.” દાદા બોલ્યા. મેં કહ્યું : રજાઓ વાપરવી નથી ? દાદા : મેં જરૂર વિના રજા પાડી નથી. લુણસાવાડે જતો હતો ત્યારે રાત્રે ત્યાં
રોકાઈ કામ કરતો. પછી ત્યાં જ સૂઈ રહેતો. આનું વળતર પણ મને મળી જ ચૂક્યું છે. ભગવાન બીજી રીતે વળતર ચૂકવી જ આપે છે. મારી તબિયત આથી, સારી જ રહી છે.
વળી પાછી રિક્ષા અને તેનું ભાડું વધારે માગવાની વાત કહી. દાદા કહે : પરમ દિવસની વાત છે. હું દવા લેવા ગયેલો. રિક્ષાવાળાએ પર રૂ. માંગ્યા પણ પાછું ફરીથી મીટર જોયું અને કહેવા લાગ્યો : “૫૫ રૂ. થયા છે. મને બરાબર દેખાતું ન હતું તેથી પર 3. કહ્યા.” “મેં કહ્યું : “ભલે, ભાઈ. પ૫ રૂ. થયા હોય તો ૫૫ રૂ. લે.” એ રિક્ષાવાળો મને પગે લાગ્યો. કહે: મને ૫૪ વર્ષ થયાં છે. સાંજે આંખે જોવાની તકલીફ પડે છે. નિવૃત્ત થઈ ગયો છું. છોકરા કમાય છે. ઘે૨ કંટાળો આવે છે એટલે સાંજના બે કલાક રિક્ષા ચલાવું છું.”
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org