Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 136
________________ તા. ૩૦-૧૨-૨૦૦૩ વર્કશોપ સુપેરે પતી. આજે ઇન્ડોલૉજી ગઈ. પ્રીતિબહેન આવ્યાં ન હતાં. તેથી પ્રતનું મારું કામ સારી રીતે થયું. હું ગઈ ત્યારે શ્રી જિતેન્દ્રભાઈ સંઘવી આવેલા અને શ્રી જંબૂતિયજી મહારાજસાહેબ કોબામાં હોવાની જાણ કરી. તેમની સાથે માંડલના ગ્રંથભંડારની વાત થઈ. “શ્રી જંબૂવિજ્યજીનો હસ્તપ્રતની ઝેરોક્ષનો સંગ્રહ સાચવવા માટે ભંડારની જરૂર છે તેથી માંડલમાં તે માટે મકાન બંધાઈ રહ્યું છે.” ત્યારબાદ અમારું કામ શરૂ થયું. આ સમયની વાતચીત દરમિયાન જાણવા જેવી બાબતોના અંશ : ઘણી વાર રચનાકાર છેલ્લી પંક્તિમાં કે પદમાં જાણી જોઈને ભૂલ કરે છે. ગ્રંથને નજર લાગી ન જાય તેવી માન્યતા આની પાછળ છે. ગ્રંથમાં ઘણી વાર ગાથાંક લખવામાં ભૂલ થયેલી નજરે પડે તો જ્યારે લિવ્યંતર કરો ત્યારે અંક સુધારીને લખવો અને પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ કરો. કર્તાએ રચનાનો કર્તા-નિર્ણય કરતી વખતે ક્યારેક મુશ્કેલી અનુભવાય છે. એનું કારણ હોય છે ગુરુનામ કે રચનાસંવત લખ્યાં નથી હોતાં. દા.ત. જિનરાજ કર્તા છે પણ પાટપરંપરા કે ગુરુનામ નથી. આવે વખતે માત્ર સંભાવના દર્શાવાય. પટ્ટાવલિઓમાં ભગવાન મહાવીર પછી કોણ કોણ આવ્યા તેની વાત છે. અમુક ગુરુનામ બધી જ પટ્ટાવલિમાં સમાન જ હોય પણ જ્યાંથી સંપ્રદાયગચ્છ જુદા પડ્યા ત્યાં પટ્ટાવલિ જુદી પડે. આથી, કર્તનિર્ણયમાં રચના સંવત તથા ગચ્છની જાણકારી જરૂરી. આમ છતાં અન્ય સાધનોનો factorsનો ઉપયોગ કરી, સંભાવના શોધવી રહી. લિવ્યંતરમાં તલિયાતોરણ શબ્દ આવ્યો. શ્રી ભોગીલાલ સાંડેસરાને ટાંકીને દાદાએ એ શબ્દ સમજાવ્યો. આ એક એવું તોરણ છે જેમાં ઉપર પિત્તળનું પાનું હોય. અને એમાં ત્રિકોણ આકારનાં તોરણો એકબીજા સાથે સંકળાયેલાં હોય. આપેલા વર્ણન પરથી મેં આકૃતિ દોરી લિવ્યંતર વખતે ખોટો જણાતો શબ્દ એકથી વધારે વાર આવે તો સુધારતાં અટકવું. કદાચ એ સમયે એ પ્રકારે શબ્દ વપરાતો હોય. એક પ્રતમાં ગયવરને બદલે ગયમ૨ શબ્દ આવતો હતો. પહેલી વાર એને મ (વ) એમ સુધાર્યું. પણ પછી, આગળ વાંચતાં તે શબ્દ ત્રણે વા૨ ગયમર હતો. આથી દાદાએ એ સુધારવાની ના પાડી. આજે સમયનિર્ધારણાના માપદંડોને બરાબર સમજાવવાનો આગ્રહ કર્યો તેથી દાદાએ ફરીથી આ ઉપયોગી બાબતો મને જણાવી. સૌથી પહેલાં તો સમયનિર્ધારણામાં ક્યારેક ચકરાવે ચઢાય તેવી વાત સામે આવે એમ કહી મને જણાવ્યું : ધારો કે કોઈ પ્રતમાં રચનાસંવત અને લેખનસંવત બન્ને આપેલ છે અને રચનાસંવત જે સાલના વૈશાખમાસમાં બતાવી હોય અને લેખનસંવત તે જ સાલના માહમાસની આપી હોય તો ? મેં કહ્યું : “દાદા, ક્યાંક ભૂલ થતી હોય એવું ન બને ?”' દાદા હસીને કહે : ઘણી વાર ચૈત્તી વર્ષ અને કાર્તિકી વર્ષને કારણે આવી સમસ્યા ઊભી થાય છે. જો કૃતિ જોધપુરમાં રચાઈ હોય તો ત્યાં ચૈત્રી વર્ષ ચાલે છે. આથી સં. ૧૯૫૮ જો જોધપુરમાં હોય તો રાજનગરમાં એ વખતે સં. ૧૯૫૭ ચાલતી હોય. ઉપલક દૃષ્ટિએ, આથી આ ખોટું છે તેવું લાગે પણ છે સાચું, સમજ્યાં ? ન બીજું, માપદંડો જોતાં, અનુમાનિત સંવતમાં ૧૫૦-૨૦૦ વર્ષ આછું-પાછું થાય એ શક્ય છે. ત્યાર બાદ સમયનિર્ધારણાના માપદંડો દાદાએ સમજાવવાનું શરૂ કર્યું. (અભ્યાસુઓ માટે તે માપદંડો પરિશિષ્ટ ૪ તથા પમાં આપ્યા છે.) ૧૧૮ Jain Education International = શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192