________________
તા. ૯-૧૨-૨૦૦૩
આજે ઈન્ડોલોજી મોડી પહોંચી ત્યારે સાધ્વીજીઓ પત્રોનું કામ કરતાં હતાં. હું તેઓની સાથે કામમાં જોડાઈ પણ દાદાએ બોલાવીને કહે: “તમે આજે પત્રોનું કામ રહેવા દો. પ્રતનું – “વસુદેવચપઈનું કામ કાઢો.” હું જેટલું કામ કરીને આવી હતી તે આજે પતાવી દીધું.
દરમિયાનમાં એક પરદેશથી યુ. એસ. એ.) ઈન્ડોલોજીની મુલાકાતે એક કુટુંબ આવ્યું હતું. પ્રતસામગ્રી તથા ઉપકરણો જોવા-સમજવા શ્રી જિતુભાઈએ એ કુટુંબને નીચે મોકલ્યું હતું. પ્રીતિબહેન તેઓને બધું સમજાવવા લાગ્યા. જે સામગ્રી તે બતાવતા હતા તેમાં એક કોરો કાગળ લખ્યા વિનાનો) હતો. તે બતાવતાં, દાદા મ કહે : “આ કાગળ કોરો છે છતાં મેં એને સાચવ્યો છે. જાણો છો કેમ ?” પછી ઉમેર્યું :
કાગળનું આયુષ્ય કેટલું, કાગળ કેટલો જૂનો છે એ જાણવાની હવે પરીક્ષા થઈ શકે છે. જયપુર પાસેના સાંગાનેરમાં આવા કાગળની પરીક્ષા થાય છે.”
પત્રો વાંચતાં વાંચતાં સ્થળનામો વિશે પુછાતું. વાતવાતમાં અનેક વાતો જાણવા મળે. સાધ્વીજીઓએ પૂછયું. જેતાન અને પીપરવા ગામનાં નામો આ પત્રોમાં છે. આ ગામો ક્યાં આવ્યાં ? દાદાએ એ બન્ને મારવાડનાં હોવાનું જણાવ્યું.
વળી દાદાએ કહ્યું : પહેલાં ગુજરાત-મારવાડ એક હતાં. ભાષા એક, પહેરવેશ એક, જૂના પટમાં ડ્રેસ જોજો. બધાએ મારવાડનો ડ્રેસ પહેરેલો હોય તેવું જણાશે. એનો અર્થ એ નહીં કે શત્રુંજય પર માત્ર મારવાડીઓ જતા. એ જમાનામાં સૌ મારવાડી કહેવાતો એ ડ્રેસ પહેરતા.
દાદાએ મારી સાથે રહી જૂની ગુજરાતીના પત્રો વાંચ્યા. પછી દાદાએ મને કેટલાંક જરૂરી સૂચનો કર્યા : પરાપૂર્વથી અમુક ચોક્કસ પ્રકારનાં વિશેષણો સાધુભગવંતને લાગે. આવાં ૧૦૮ વિશેષણોની ચોપડી બહાર પડી છે તે તમારે વાંચી લેવી એમ જણાવ્યું. ઉપરાંત જૈન પરિભાષાની સમજ માટે જીવતત્ત્વ, નવતત્ત્વ તથા સંગ્રહણી વાંચી લેવાં તેમ જણાવ્યું. કહેઃ આટલું વાંચશો તો તમને પરિભાષાની સમજ આવશે. અને તેથી લિપિ ઉકેલવાનું કામ સહેલું થશે.
ત્યાર બાદ જ્ઞાન માટે ત્રણ પ્રમાણ છે તેની છણાવટ દાદાએ કરી : ૧. આગમપ્રમાણ : એટલે કે શાસ્ત્ર પ્રમાણ.
આગમ એટલે આગળવાળા ભાખી ગયા છે – કહી ગયા છે તે. એક સાદું ઉદાહરણ લો. તમારા દાદાના દાદાજીની લખેલી એક નોંધ તમને મળી, તેમાં લખ્યું છે કે તેઓએ સ્વિન્ઝર્લેન્ડની બેંકમાં ફલાણા ખાતા નંબરમાં પાંચ લાખ રૂપિયા ફલાણી તારીખે મૂક્યા છે. બોલો, તમે એ નોંધને સાચી માનો કે નહિ ? આગમપ્રમાણ આવી વાત છે. ૨. પ્રત્યક્ષપ્રમાણઃ તમને તમારા દાદાના દાદાજીએ રૂપિયા મૂક્યા હતા તે બેંકની પાસબુક અને ચેકબુક
મળી આવે છે તે પ્રત્યક્ષપ્રમાણ થયું.
૧૦૪
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org