________________
ઉપર ઉપરથી વાંચી જોતાં એમાં રાજાએ બ્રાહ્મણોને આપેલા દાનની વિગતોવાળું છે એમ જણાવ્યું. સારી રીતે ઉકેલવા માટે તામ્રપત્રને સાફ કરવું જરૂરી છે. સાતમા સૈકાનું હતું. આટલી માહિતી લઈને એ લોકો ગયા.
થોડોક સમય વીત્યો એ પછી એક વાર હું ઉમતા ગયેલો ત્યારે આ તામ્રપત્રોવાળા ભાઈઓ મળ્યા. મેં પેલા તામ્રપત્ર વિશે પૂછયું કારણ કે તેઓ ફરી આવ્યા ન હતા. પેલા ભાઈઓએ જણાવ્યું કે એ તામ્રપત્ર જેનું હતું એ હવે આપતો નથી.
વલભીનું તામ્રપત્ર દાદાએ ઉકેલેલું એ વાત કરીને પછી પોતાની મૂર્તિલેખો ઉકેલવાનો યોગ કેવી રીતે બની આવેલો તે વિશે જણાવતાં કહે : “એલ. ડી. મ્યુઝિયમના ઉપલે માળે ઋષભદેવની ધાતુપ્રતિમાની પાછળ લેખ છે. એ પ્રતિમા આશરે સાતમા સૈકાની છે. ઓમકારસૂરિ દ્વારા હું જ એને અહીં એલ. ડી.માં લઈ આવેલો. મૂર્તિ ખંડિત હતી તેથી વિસર્જનવિધિ કરાવીને લાવેલા. આ પ્રતિમાની લિપિ ઉકેલી હતી અને એ રીતે મારાથી મૂર્તિલેખો ઉકેલવાની શરૂઆત થઈ.” - એલ. ડી. સંસ્થાએ વેચાવા આવેલ એક હસ્તપ્રતને ૨૦૦ રૂપિયા આપીને ખરીદેલી. ડૉ. દલસુખભાઈ માલવાણિયાએ એની લિપિ ઉકેલવા મને આપીને કહ્યું : “આને ઉકેલો. આપણે છાપીશું.” આ ઉકેલવા મેં તો જૂના લિપિના ચાર્ટ કાઢ્યા. સૌ પહેલાં સંવત ઉકેલવાનો પ્રયત્ન કર્યો. સં. ૩૧૯ જેવું વંચાયું. વલભીનો હોય તો સં. ૬૩૮ થાય. સંવત સૌ પહેલાં જોવાનું કારણ એવું કે માત્ર ૧થી ૯ અંકો જ (જૂની લિપિના) યાદ રાખવાના રહે. આથી સહેલું પડે. ધીરે ધીરે ઉકેલી શક્યો. ધ્રુવસેન બીજાના સમયનું લખાણ હતું. આ કામ લીધું ત્યારે પહેલાં પહેલાં તો મને સંકોચ થયેલો. “બરાબર ઉકેલી શકાશે નહિ તો ?' એવી દહેશત રહી. દલસુખભાઈ કહે : ચિંતા ન કરો. આપણે બીજાને બતાવી જોઈશું. પણ પછી બતાવરાવેલું તો એકેય ભૂલ નીકળી ન હતી.
ત્યાર બાદ દાદા ખૂબ પ્રાચીન મૂર્તિઓની વાતોએ વળગ્યા. માંડવી, જામનગર, મોરબી, મહેસાણા, ઉપરકોટ વગેરે સ્થળોની પ્રાચીન પ્રતિમાઓ તથા પુસ્તકોની ખરીદી વિશે જાતજાતની વાતો થઈ.
આ બધી વિગતો હું નોંધી રહી હતી. દાદાએ પ્રાચીન પ્રતિમાઓ વિશેની આ વિગતો મારા પોતાને જાણવા માટે નોંધવાની સંમતિ આપી પણ ક્યારેય પ્રાચીન પ્રતિમાઓની વિગતો બહાર પ્રગટ કરવાની ના પાડી. પછી દાદાએ કહ્યું: “પ્રાચીન પ્રતિમાઓની વાત પ્રગટ થાય પછી એ પ્રતિમાઓ ચોરાઈ જવાના કિસ્સા બન્યા છે. પોલીસ ફરિયાદ થાય ત્યારે મૂર્તિનું મૂલ્ય તો તેમાં વપરાયેલી ધાતના વજન પ્રમાણે લખાય જ્યારે મૂલ્ય તો લાખો રૂપિયાનું હોય” દાદાએ વળી ઉમેર્યું. “ધાતુમૂર્તિના લેખોનું મારું પુસ્તક પ્રગટ થયું છે તે લેખોમાં મેં આથી જ, સંવતનો નિર્દેશ કર્યો નથી.
(નોંધ: આ ગ્રંથમાં પ્રાચીન પ્રતિમાઓની જેટલી વિગતો પ્રકટ થઈ છે તે અન્ય સ્થળે પ્રગટ થઈ ચૂકી છે. બીજી કેટલીક
વિગતોને જણાવી હોવા છતાં અહીં એમની સૂચના અનુસાર આપી નથી.)
તા. ૬-૧૨-૨૦૦૩
લેખનઉપકરણો વિશે દાદા આજે સાધ્વીજીઓને વાતો કહી રહ્યા હતા. શાહી બનાવતાં, ઘૂંટવા માટેનો ઘૂટોની વાત નીકળી. કહે : એક જમાનામાં ઘૂટો ૨ રૂપિયાનો મળતો. આજે એ જ ઘૂટો ૨૫૦/- રૂપિયાનો મળે છે. ત્યારબાદ લાલ શાહી તથા કાળી શાહી બનાવવાની રીતો કહી. સાધ્વીજીઓએ દાદાને આગ્રહ કર્યો
૧૦૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org