________________
દાદા : ના. બાળકો શીખી ના શકે. સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી ભાષાનો અમુક અભ્યાસ કર્યા પછી જ આ શીખી શકાય.
કયા સમયે સૌથી વધુ લખાયું ?
આજે જે કાંઈ મળે છે તે શ્રી હેમચંદ્રાચાર્યના સમયનું મળે છે. એમણે પોતાના સમયમાંના અનેક ભંડારોમાંથી ગ્રંથો લાવીને લખાવરાવ્યા હતા. ઘણા જ ભંડારોમાં તે સુરક્ષિત રહે તેમ સાચવેલા. કાળક્રમે તત્કાલીન વિધર્મીઓ તથા મુસ્લિમ રાજાઓએ આવા ભંડારોને લૂંટીને – બાળીને ખૂબ જ નુકસાન કર્યું.
૧૫મી સદીના અંત ભાગમાં કાગળ પર મોટા પાયે ગ્રંથો લખાયા. પોતાના શિષ્યસમૂહની મદદ દ્વારા રાજસ્થાનમાં શ્રી જિનભદ્રગણિએ અને ગુજરાતમાં શ્રી સોમસુંદરસૂરિએ આ કામ કર્યું હતું.
૧૬મી સદીનો અકબરકાલીન જમાનો હસ્તપ્રત માટેનો સુવર્ણયુગ ગણાય છે ત્યારે ખૂબ જ લખાયું. સંરક્ષિત થયું.
૧૦૮
પ્રશ્ન : દાદા :
Jain Education International
પ્રશ્ન :
શાના પર લખાય છે ?
દાદા : અસલમાં તાડપત્રો પર લખાયું. ભોજપત્ર પર લખાયું. પછી કાગળ તથા
કાપડ પર લખાયું. કાપડ પર ઓછું લખાયું કારણ કે તેમાં વીંટલો વાળવો પડે. વાંચવા માટે રોલ ખોલવો પડે. આથી એ અસુવિધાજનક હતું તેથી કાપડ પર લખવાનું કામ લાંબું નથી ચાલ્યું.
૧૦૦૦ વર્ષથી લખાય છે તે દેવનાગરી જ છે. લખતાં લખતાં સ્વરૂપ બદલાય કા૨ણ જે કાંઈ લખ્યું છે તે હજારો લહિયાઓએ લખ્યું છે. દરેક લહિયાના અક્ષરો જુદા હોય. લેખન સરળતા શોધે. કોપી પરથી કોપી થઈ. તેથી જે અક્ષરનો મરોડ બીજાએ જેવો જોયો તેવો લખ્યો. આમ અવાન્તર રૂપોએ બદલાતી બદલાતી આજના સ્વરૂપે છે.
સૌથી જૂની લિપિ કયા સમયની વાંચી શકો છો ?
બ્રાહ્મી વાંચી શકું છું. ખરોષ્ટી એની સમકાલીન છે છતાં શીખ્યો નથી, કારણ લેખ એ લિપિમાં મળ્યા નથી. ગૂઢલિપિમાં મૂળદેવી જાણું છું. મૂળદેવ વિદ્વાન હતા. (અહીં પત્રકારે ગૂઢલિપિ વિશે જણાવાનો ઝાઝો રસ બતાવ્યો નહીં અને બીજા પ્રશ્નો તરફ ગયા.)
આપે શરૂઆત કેવી રીતે કરી ?
અઢારમા વર્ષે પાટણમાં હતો ત્યારે લિસ્ટ લખવાનું કામ શરૂ થયું. મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે કામ કર્યું. પછી મુનિ શ્રી જિનવિજયજી સાથે મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. ત્યાંથી જિનવિજ્યજી મને જયપુર લઈ ગયા.
(આ વાતચીત દરમ્યાન પત્રકારનો એક પ્રશ્ન એવો આવ્યો જેમાં એ ભાઈ દાદાની વાત સમજ્યા ન હતા અને પ્રશ્ન પુછાયો તેથી –)
દાદા : ભાઈ, હું કહું છું તે બધું ધ્યાનથી સાંભળો અને સમજો. આખો ઇતિહાસ
આ પંદર મિનિટમાં ન સમજાવી શકાય કે સમજી ન શકાય. તમારા જેવા
પ્રશ્ન : દેવનાગરી કેટલાં વર્ષ પહેલાં હતી ?
દાદા :
પ્રશ્ન : દાદા :
પ્રશ્ન : દાદા :
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org