________________
જ એક પત્રકાર આવેલા. તેમને મેં જણાવેલ કે અહીં સિદ્ધરાજનો સિક્કો નથી, બરાબર સંભળાયું નહીં હોય તેથી છાપી માર્યું કે સિદ્ધરાજનો સિક્કો અહીં છે. (થોડું અટકીને) અમે આવું ખોટું વાંચીએ છીએ ત્યારે બહુ દુઃખ
થાય છે. ત્યાર બાદ ચાલુ વાત આગળ ચલાવી કહે : જિનવિજય મુનિ ચંદેરિયામાં હતા. એ બહુ મોટી હસ્તી હતી. જેલમાં પણ ગયેલા. વિનોબા સાથે પણ હતા, ચંદેરિયામાં એમનો મોટો આશ્રમ હતો તે તેમણે વિનોબા ભાવેને આપી દીધેલો.
પ્રશ્ન : અહીં જૂનામાં જૂની કઈ કૃતિ મળે છે ? દાદા : ઈ. સ. પૂ. 300ની (૨૩૦૦ વર્ષ પહેલાંની) બાહ્મીમાં લખાયેલ શિલાલેખનું
ગુજરાતીમાં લિવ્યંતર થયેલું છે. ત્યારબાદ અવાત્તર રૂપોને સમજાવતાં કહેવા લાગ્યા) – માણસને સીધી લીટીને બદલે વાંકી લીટી કરવી સહેલી પડે છે. એમ અક્ષરો ધીમેધીમે બદલાયા. ઝડપથી લખતાં તેની આકૃતિ જુદી રીતે જણાઈ. ઉપલબ્ધ લેખો તો નકલની નકલ છે. લહિયા તો જોઈજોઈને જેવું હોય તેવું લખે. વાંકી થયેલી રેખાથી બદલાયેલી આકૃતિ પછી એ જ પ્રમાણે રૂઢ બને. બ્રાહ્મીના સમય બાદ, ૨000 વર્ષ પહેલાંનો કાળ ક્ષત્રપ કાળ કહેવાય છે. રાતોરાત અક્ષરો બદલાતા નથી. બદલાતા અક્ષરોના જમાનામાં જૂના અક્ષરો ચાલે છે – જેમ કે ગુજરાતીનો નવડો (૯) જૂની રીતે નામાંમાં લખાતો જોવા મળતો હતો ! પછી વલભી – વલભી ઉત્તરકાળ સોલંકીકાળ (જે 100 વર્ષ પર્વત ચાલુ રહ્યો) છેલ્લે આધુનિક
સમય. પ્રશ્ન : આપ કયાં કયાં રાજ્યોમાં ફર્યા છો ? દાદા : રાજસ્થાન - દિલ્હી – હિમાચલ અને જમ્મુમાં. રાજસ્થાનમાં હતો ત્યારે
સાત મહિના સુધી ઘેર આવ્યો ન હતો. એ જમાનામાં બધે રેલ ન હતી. બસ પણ બધે મળે નહિ. પૈદલ ઘણું ફર્યો. ઘોડે ચઢી બધે ર્યો છું. તેમ
ઊંટ પર પણ બેઠો છું. ટાંગાગાડીમાં પણ ફર્યો છું. પ્રશ્ન : સૌથી વધુ ક્યાંથી મળ્યું ? સૌથી વધુ પ્રતો આજે ક્યાં છે ? દાદા : સૌથી વધુ અને રાજસ્થાનમાંથી મળ્યું. જયપુરમાં તેનું સંરક્ષણ થાય
છે. આજે સૌથી વધુ પ્રતો કોબામાં છે. રાા લાખ જેટલી પ્રતો ત્યાં છે. | એથી મોટો ભંડાર ક્યાંય નથી, અહીં ઇન્ડોલૉજીમાં ૭૫,000 હસ્તપ્રતો \ છે. સૌથી પ્રાચીન હસ્તપ્રત જેસલમેરમાં છે. તે ગ્રંથનું નામ ‘વિશેષાવશ્યકભાષ્ય' છે. આ ગ્રંથ ૧૦મી શતાબ્દીનો છે. હું ત્યાં દોઢ વર્ષ રહ્યો છું. ત્યાં મેં ‘મુનિશ્રી પુણ્યવિજયજીની અધ્યક્ષતામાં કામ કર્યું છે. તાડપત્ર કોઈને આપતા નથી અમે. તાડપત્રોની ઝેરોક્ષ કરાવી લીધી છે. એ ઝેરોક્ષ પરથી જ ઝેરોક્ષ બનાવીને અપાય છે. માઈક્રોફિલ્મ પણ
બનાવેલી છે. પ્રશ્ન : ચાર યુગો – સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ તથા કલિયુગની સીમાઓ
કઈ ?”
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org