________________
તા. ૪-૧૨-૨૦૦૩
ઈન્ડોલૉજીમાં આજે આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિના સંઘાડાનાં સાધ્વીજીઓ લિપિ શીખવા આવેલાં. દાદાના સ્વભાવ પ્રમાણે વાતમાંથી વાત નીકળી તો જાણવા મળ્યું કે – કનાશાના પાડામાં “ભુવનવિજયજી જૈન પાઠશાળામાં દાદાએ થોડોક સમય કામ કરેલું. સવારે ૯થી ૧૦ના સમયમાં ત્યાં જતા. વંદિતા સુધીનો પાઠ લેતા. દાદાના કાકાના દીકરા મોહનભાઈ જઈ શકે તેમ ન હતા તેથી બદલીમાં ગયા હતા.
હું જ્યારે ઈન્ડોલોજી પહોંચી ત્યારે દાદા સાધ્વીજીઓ સાથે બેસીને ‘સતીસગ્ઝાય' ઉકેલતા હતા અને એ સાથે લિપિ વિશેની જાણવા જેવી બાબતો પર પ્રકાશ ફેંકતા અને સાદગ્ધભૂલો થાય તેવા અક્ષરો બતાવી ધ્યાન દોરતા અને પછી લખીને બતાવતા. દાદા જ્યારે જ્યારે કોઈને પણ લિપિ શીખવે ત્યારે હું શીખી હોવા છતાં, એમની સાથે બેસું. દરેક લહિયાની રીતિ જુદી. મને એ અલગ અલગ રીતિ જાણવામાં મઝા આવતી, વળી, દરેક વખતે કંઈક તો નવું જાણવા મળે જ. દાદા શરૂઆત કરાવે પછી ત્રણ-ચાર દિવસે હવે લિયંતર કરીને લાવ્યા હોય તે હોમવર્ક ચેક કરવાનું પણ મને આપતા ગયા. આમ ગણો તો મને લિપિ શીખવવાની તાલીમ મળી રહી હતી.
દાદા સૌથી પહેલાં તો તાલીમાર્થી વિદ્યાર્થીની કક્ષા અને ક્ષમતા જોઈ કેટલી ઝીણી વિગતો આપવી તે નક્કી કરતા. અહીં તો સામે સાધ્વીજીઓ હતાં. હવે પછી એમના દ્વારા આ કામ પ્રતો ઉકેલવાનું કામ) સદા, સતત ચાલુ રહેવાનું હતું તેથી લિપિનાં તમામ પાસાં ખૂબ જ ઝીણવટથી સમજાવે. એ સાધ્વીજીઓ લેશન કરીને આવે ત્યારે તેમની મહેનત જોઈને ખુશ થાય, અને પછી શક્ય તેટલું વધુમાં વધુ શીખવી દેવાનો તેમનો અભિગમ રહેતો.
દાદાએ આજે લિપિનો ઇતિહાસ કહ્યો : ઋષભદેવ ભગવાને પોતાની દીકરી બ્રાહ્મી માટે લિપિ બનાવી તેથી બ્રાહ્મીલિપિ કહેવાઈ. જૂનામાં જૂની લિપિ પ્રિયદર્શી અશોકના શિલાલેખોમાં પ્રાપ્ત થાય છે. એમાં ઉપદેશવાક્યો છે. આ શિલાલેખો ભારતભરમાં જોવા મળ્યા છે. તેમાં આજનો કે વત્તાના ચિહ્ન રૂપે (1) હતો. લિપિમાં પરિવર્તન કોઈ એક દિવસે આવ્યું નથી. આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે, ઉપરાંત જુદા જુદા અક્ષરોનું પરિવર્તન જુદા જુદા સમયે, જુદા જુદા તબક્કામાં થયું છે. આમ કહી ચાર્ટમાં અવાન્તર રૂપો બતાવી, એક નજર અમને નાખવાનું સૂચવ્યું.
અંગ્રેજો આવ્યા. એ જ્યારે ભારતનો ઇતિહાસ તૈયાર કરવા લાગ્યા ત્યારે જોયું કે સળંગ ઈતિહાસ અહીં મળે તેમ નથી. દરેક સંપ્રદાય, જાતિ, જ્ઞાતિના ઇતિહાસ વિશે થોડું જાણી શકાય પરંતુ આ મળતા ઇતિહાસમાં ઐતિહાસિક દૃષ્ટિનો પૂરો અભાવ હતો. શિલાલેખોમાં જોયું કે વાવ કે કૂવામાં બબ્બે સંવત લખેલી છે. જેમકે – વિક્રમ સંવત પણ હોય અને માલવગણ સંવત હોય. આ બે વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો એ પ્રશ્ન થઈ પડ્યો. ખરેખર તો ચાલ્યો આવતો સંવત જે માલવગણ સંવત તરીકે ઓળખાતો હતો તે જ વિક્રમસંવતના નામે ઓળખાતો થયેલો. પછી ઉદાહરણ આપતાં દાદાએ કહ્યું કે જુઓ, ઈ. સ. ૨૦૦૪થી નક્કી કરવામાં આવે કે હવેથી તે ગાંધીસંવતથી ઓળખાશે. તો ૨૦૩ સુધી ઈ. સ. કહેવાશે. ૨૦૦૪થી ગાંધીસંવત કહેવાશે. પણ જો આ હકીકતનો ખ્યાલ ન હોય તો ગોટાળા જ થાય.
લિપિ બાબતે શોધખોળ થઈ. પણ અશોકનો શિલાલેખ ન વંચાયો. પ્રિન્સેસ જેન્સે એ શિલાલેખ જોયો. કાગળ પર તેની છાપ લીધી. સૌ પ્રથમ ધમ્મ’ શબ્દ ઉકેલાયો. બધે સ્થાને આ શબ્દ એ રીતે જ લખાયો
૯૮
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org