________________
ફરવાનું. એ લોકોને મળવાનું. એક વેંત પુસ્તકોના ઢગલાના ૨૫ રૂપિયા ઠાવવાના. આટલું કહી તેઓએ મને કયાં પુસ્તકો લેવાં જેવાં અને એ બધું કેવી રીતે જોઈને નક્કી કરવું એની સમજણ આપી. આ રઝળપાટ કેવો લાગ્યો ?
પ્રશ્ન :
ન
દાદા : બહુ જ મઝા આવી. દસ વર્ષની ઉંમરથી દર વર્ષે પાલિતાણા જવાનું બને. પાટણ બહાર તે સિવાય ડભોઈ અને અમદાવાદ જોયેલાં. આ પહેલી વાર ફરવાનું મળ્યું. અજમેર, બ્યાવર એમ ઘણે સ્થળે ફર્યો. એવો મુક્તવિહાર મને ખરેખર ખૂબ જ ગમ્યો. ન ખાવાપીવાની ચિંતા, ન પૈસાની ચિંતા, કચ્છગિ૨ના૨ ભલે ન જવાયું. અહીં આ સમયે તો એનું સાટું વળી ગયું. પુસ્તક ખરીદીના તથા નિજી ખર્ચના પૈસા મળતા હતા. હસ્તપ્રતો ખરીદતો. ખરીદતાં ખરીદતાં જ એને જાતે જ ઉકેલતાં શીખ્યો. અહીં તો પ્રત જોઈને જ લેવા-ન લેવાનો જાતે જ નિર્ણય કરવાનો હતો. જૈન ગ્રંથો જે સૌથી જૂના અને પૂર્ણ કૃતિ હોય તે જ લેવાના હોય તેથી સંવત ઉકેલવાની. પૂરું હોય તે જ લેવાનું. આમ, આ ક્ષેત્રના સૌ પ્રથમ ગુરુ શ્રી જંબૂસૂરિ બન્યા. મારવાડથી પુસ્તકો લાવું, ડભોઈ આવું, મૂકું. ફરી – મારવાડ ઊપડું, પાટણ ન જઉં. પાટણ એ વખતે સાત મહિને ગયેલો !
આટલી વાત કર્યા બાદ દાદાએ એ જમાનાની સરસ વાત કરી. કહે : એ જમાનામાં લોકો પરસ્પર મળવા માટે અમુક ચોક્કસ દિવસ ઠરાવે. આવો દિવસ મોટે ભાગે દિવાળી પછીનો કોઈક દિવસ રહેતો. ડભોઈ, પાદરા, છાણી અને કપડવંજવાળા એકબીજાને કહેવરાવે: અમે તમારે ત્યાં આવીએ છીએ.' ગાડામાં સૌ જાય. આ એક પ્રકારનો વ્યવહાર. સાથે નાસ્તો લીધો હોય. દાદા એક વાર ડભોઈ હતા. ત્યારે છાણીનો સંઘ આવી રીતે આવેલો, મેં દાદાને આ અંગે વિશેષ પૂછ્યું તો જણાવ્યું કે – એકબીજાના પરિચયમાં રહેવા માટે આવો સંઘ નીકળે. એ જમાનામાં યાત્રાની અગવડો તેથી આ રીતે સમૂહમાં જવાનું. એક સમૂહ બીજે ગામ તેમનાં સગાં રહેતાં હોય તો જ તેમાં જોડાતા. સામાજિક વ્યવહારોની આ રીત જાણવાનું મને ગમ્યું.
તા. ૩-૧૧-૨૦૦૩
દાદા હંમેશાં ખિસ્સાડાયરી રાખતા. મેં જોવા માગી. એમાં અગત્યના ફોન નંબરો તથા એડ્રેસ ઉપરાંત ‘રેડી રેફરન્સ’ જેવા હાથવગા સંદર્ભોની નોંધ હતી. જેમકે – જુદી જુદી સંવતોને એકમેકમાં કેવી રીતે ફેરવાય તેનાં કોષ્ટક, ઇતિહાસના તબક્કાઓનો સમય (જેમ કે પૂર્વ મધ્યકાળ – ઈ. સ. ૧થી ૧૩મો સૈકો), ભગવાનનાં નામ તથા તેઓનાં લાંછન, અષ્ટ પ્રાતિહાર્યનાં નામ, લોગસ્સનાં પદોમાં નવધા ભક્તિ, સૌથી સરસ સામગ્રી હતી – એમનાં પ્રિય અવતરણો, વાક્યો અને કાવ્યપંક્તિઓની નોંધ. મેં આ અવતરણોમાંનાં કેટલાંક મને ગમ્યાં છે તે મારી નોંધપોથીમાં ઉતારી લીધાં. આ અવતરણો દાદાની આંતરિક રુચિને પ્રકટ કરે છે તે આ પુસ્તકમાં અંતે (આવરણ ૫૨) મૂકવામાં આવ્યાં છે.
૯૬
તબિયતની વાત નીકળતાં જણાવ્યું કે: “આજે દહીંવડી થોડીક ખાધી, એની સાથે ત્રણ રોટલી પણ ખવાઈ છે.”
આજના કામમાં ‘આદિનાથવીનતી' નામની કૃતિનું સમયનિર્ધારણ કરવાનું હતું. આ કૃતિ સં. ૧૫૦૦ની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org