________________
પ્રશ્ન :
મને યાદ આવ્યું કે એમણે હમણાં થોડી વાર પહેલાં કચ્છ ગિરનારની યાત્રાનો ઉલ્લેખ કરેલો. એ વિશે મને જાણવાનું મન થયું તેથી પૂછ્યું. દાદા, તમે થોડી વાર પહેલાં કચ્છ-ગિરનારની યાત્રાની વાત કરતા હતા તેની શી વાત હતી ? તમે એ યાત્રા કરેલી ?
દાદા એ જમાનામાં પાલિતાણાના બારોટો સાથે સંઘને વાંધો પડેલો. આ ઝઘડાને કારણે પાલિતાણાની જાત્રા કરવાની સંઘે ના પાડેલી. આથી સંઘ કાઢવો હોય તો પાલિતાણા સિવાયના કોઈ તીર્થનો કાઢે. શ્રી નગીનદાસ સંઘવીની સંઘ કાઢવાની ભાવના. પાલિતાણા બંધ તેથી કચ્છ તથા ગિરનારની યાત્રાનો સંઘ કાઢવાનું નક્કી થયું. નેમિસૂરિનો આ સમય. ખાસ્સી મોટી સંખ્યાનો આ સંઘ ! જેને આવવું હોય તેને છૂટ. માત્ર તે ચાલી શકતા હોવા જોઈએ ! સંખ્યાની લિમિટ નહીં.
પ્રશ્ન : દાદા :
તમે ગયેલા ?
ના, મારાં દાદી અને બહેન ગયેલાં. હું એ વખતે ૮કે ૧૦ વર્ષનો, ઉંમ૨ને કા૨ણે હું નાનો પડ્યો તેથી ન જવાયું. મને જવાનું તો ખૂબ મન. પણ પછી એટલું ફર્યો છું કે એ યાત્રાએ ન જવાનો વસવસો રહ્યો નહિ. આ સંઘયાત્રાનું વર્ણન ‘કચ્છ-ગિરનારની મહાયાત્રામાં છે અને તે હું ભારે ૨સપૂર્વક વાંચી ગયેલો. સંઘની ટપાલવ્યવસ્થા અદ્ભુત. જ્યાં જાય ત્યાં સંઘ પેઢીએ ટપાલનો થેલો આપે. ત્યાંથી તે પાટણ આવી જાય. છ'રી પાળતાં, ચાલતાં સંઘ જાય. નગીનભાઈને બીજા બે ભાઈઓ. એમનાથી મોટા સરૂપચંદ. એમનાથી નાના મણિભાઈ. નગીનભાઈ જ્યાં ઊતર્યા હોય ત્યાં મોભા પ્રમાણે ગામને આપવું પડે તે છુટ્ટે હાથે આપે. સરૂપચંદભાઈ કહે કે આ રીતે આપશો તો પહોંચાશે નહિ. આથી કમિટી સમક્ષ દરખાસ્ત મુકાશે અને કમિટી નક્કી કરશે એમ તમારે કરવું.
સિંધિયા સ્ટીમ નેવીગેશનવાળાનું ગામ આમ તો યાત્રાના માર્ગમાં બાજુમાં રહી જાય. (દાદાને ગામનું નામ યાદ આવતું નથી) ગામ નાનું. વિનવણી કરી; “અમારે ગામ ન આવો ?'' નક્કી થયું. પૂછ્યું : “જમણમાં શું લેશો ?”’
Jain Education International
સૂચન કરાયું : બાજરીના રોટલા, અડદની દાળ. એ જમાનામાં સંચા નહિ તેથી જુદે જુદે ગામ લોકોને દળવા આપવું પડતું. જમાડ્યા. પણ આજે વિચારું છું ત્યારે લાગે છે કે આ બધું કરવું કેટલું અઘરું છે ! યાત્રાનો રૂટ હતો – પહેલાં ભદ્રેશ્વર જવાનું હતું. રાધનપુર, સાંતલપુર, આડિસર, ભચાઉ, અંજાર અને ભદ્રેશ્વર. પછી ગિરનાર ૫૨ જે” બોલાવી. પ૦૦ સાધુઓ સાથે હતા. પાંચ મહિના અને ચાર દિવસ થયા. ગિ૨ના૨ યાત્રા થયા બાદ લોકો હવે બીજે કોઈ સ્થળે જવા રાજી નહીં. ઘણો વખત થયો હોવાથી ઘ૨નો ઝુરાપો. ઘ૨આતુર લોકોને સ્પેશ્યલ ટ્રેનો દોડાવીને ૨૪ કલાકમાં પાટણ પહોંચાડ્યા. પાછા ફરતાં મોરબી, મહેસાણામાં બાકીના લોકોનાં સ્વાગત થયાં. આવ્યા બાદ ઉજમણું થયેલું.
(દાદા તો યાત્રામાં ખોવાઈ ગયા જાણે ! મેં ફરી ડભોઈનો તંતુ પ્રશ્ન પૂછીને સાંધ્યો.)
પ્રશ્ન : દાદા, ડભોઈ છોડચા બાદ શું કર્યું?
દાદા : જંબૂસૂરિ મહારાજે મને પૂછ્યું : જાતિઓ મારવાડમાં પોતાની પાસેનાં પુસ્તકો વેચી દે છે. તું એ કામે મારવાડ જઈશ ? ત્યાં તારે ગામેગામ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only'
૯૫
www.jainelibrary.org