________________
ઈચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું - સ્વીકારી લેવું તે જ સાચી વાત. નાનપણમાં સાંભળેલી - ગમેલી અને હૈયે ધરેલી કવિતાની શીખ જ મનમાં વસે. આમ છતાં, કરવા ધારેલાં કાર્યો ફરી વિચારે. કોને સોંપાય તે વિચારે. જેવી તબિયતની સાનુકૂળતા, તેમ કામ કરતા રહ્યા.
એક બાજુ આમ, જીવવા માટેનો અને અધૂરાં કાર્યો પૂરી કરવાનો દૃઢ નિશ્ચય અને એમાંથી જીવન પ્રત્યેનું રહેલું વિધેયાત્મક વલણ – positive attitude – અને બીજી બાજુ ૮૬ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને મૃત્યુ માટે તૈયાર થઈને બેઠેલા એક ગૃહસ્થ તપસ્વીનું આસન - આ બે વચ્ચેની ભેદરેખાઓ જાણે હવે ભૂંસાવા લાગી છે.
તા. ૧૬-૧૦-૨૦૦૩
આજે દાદાને હું કપડવંજ જઈ આવી તેની વાત કરી. દાદા તરત જ ત્યાંના આગેવાન જેનોને સ્મરણમાં લાવી બોલ્યા : ત્યાં શાંતિનાથની પોળમાં પદ્મકાન્ત મહેતા રહે છે. બીજા એક બાબુભાઈ છે. તેમની દીકરીનું નામ અંજુ. અંજુએ દીક્ષા લીધેલી. બાબુભાઈના જીવનનો એક પ્રસંગ યંક્યો. કહે: એક વાર બાબુભાઈ જતા હતા તો કપડવંજના બજારમાં એક જૈન પરિવાર ગાડી રિપેર કરાવતું હતું. રિપેરિંગમાં તો ઘણું મોડું થાય તેમ હતું. બાબુભાઈએ આ જોયું અને પૂછુયું: “ક્યાં જશો ?’ જવાબ મળ્યો: “ધર્મશાળામાં’. ‘કપડવંજમાં ધર્મશાળા તો નથી. ચાલો મારે ઘેર. બાબુભાઈ આવા આતિથ્યભાવના અને સાધર્મિક ભક્તિવાળા.
ત્યારબાદ કહે: કપડવંજમાં નેમાવાણિયા રહે. તેમણે શત્રુંજય પર મંદિર બંધાવેલું છે.
દાદા કોઈ સ્થળની વાત કરતા હોય અને તે સ્થળે જ્ઞાનભંડાર હોય તો તેની વાત કર્યા વિના રહે નહિ. કહે: કપડવંજમાં બે ભંડાર છે. એક કોબા અને બીજો વલભીમાં આપ્યો. અભયદેવસૂરિ જ્ઞાનમંદિરમાં પુસ્તકો તથા લિસ્ટ છે.
વળી સ્મૃતિમાં ત્યાંના સરપંચ આવ્યા. કહે: ત્યાં ધનવંતભાઈ સરપંચ હતા.
ત્યારબાદ દાદા પોતાની માંદગી સંદર્ભે વાતો કરવા લાગ્યા. કહે:
દીકરીને કહી દીધું છે. કોઈ ત્રીસે, કોઈ ચાલીસે, કોઈ સાઠે કે સિત્તેરે જાય છે. મને તો ૮૫ થઈ ગયાં છે. તો હવે રજા આપ. દિવાળીમાં આવવાનું કહેતી હતી પણ મેં ના પાડી છે. લોકો એમ ને એમ ઊપડી જાય છે. ક્યાં મળવા રહેવાય છે? જ્યારે તું તો હમણાં જ રહી ગઈ છે.”
“ શેઠ શ્રેણિકભાઈની પણ વિદાય લઈ લીધી છે. સૌ કોઈ મળે છે તેની હવે વિદાય લઉં છું. કહું છું હવે રજા આપો.”
(થોડી વારના મૌન પછી) વિપુલભાઈ આવ્યા. કહ્યુંઃ માતાજીની મા શ્રી અનંતાનંદતીર્થ – વહેલાલની) દવા ન કરો. પિતાજીની વૈદ્ય હાર્ડીકર) દવાનું સૂચવ્યું. ઑપરેશન તો નહીં જ તેવો નિર્ણય લેવાયો હતો પરંતુ દુખાવો બહુ થતો ત્યારે ડગી જતો અને કપાવાનો - ઑપરેશનનો વિચાર આવી જતો. પણ આ હાર્ડકર દાદાની દવાથી હવે જિવાય છે. હું જાણું છું કે આ મટતું નથી. આમ જ સહન થાય અને મરી જવાય એટલું ઇચ્છું. પાટણમાં મેં કૅન્સરના દાખલા જોયા છે. કેમો લીધા પછીની વેદના અને કશુંય નહીં કરી શકનાર ઘરનાંની લાચારી તથા ઉપાધિઓ જોઈ છે. આથી, ઑપરેશન તો નહીં જ તેવું નક્કી કર્યું છે.
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૮૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org