________________
તા. ૨૧-૧૦-૨૦૦૩
આજે દા બહુ જ હળવા મૂડમાં હતા. બે દિવસથી રોટલી, ખીચડી જમી શકતા હતા. દુખાવો થતો ન હતો. ખૂબ જ વાતો કરી અને કામ પણ સારું થયું.
શ્રી ઉદયવિજય કત “શ્રીપાલ નૃપકથા'નું લિમંતર તથા સંપાદનનું કામ મને દાદાએ સોંપ્યું. વિનયવિજયજીનો રાસ આયંબિલની ઓળી દરમિયાન વંચાય છે. વિનયવિજયજીનો અધૂરો રહેલો શ્રીપાળ રાજાનો રાસ યશોવિજયજીએ પૂર્ણ કર્યો હતો, એ વિગત મને જણાવી.
આ રાસના સંદર્ભમાં દાદા કહે: બહુ પહેલાં હું જ્યારે આ રાસ વાંચતો ત્યારે વિચાર આવતો કે લખનાર કેવા મોટા સાધુ ?! તેમાં દેવ, દેવી, ભૂત, પ્રેત અને વ્યંતરની વાતો આવે છે. તો તેઓ (રાસના કર્તા) આ બધામાં માનતા હશે ?”
રાસમાંની કેટલીક વાતો મારા મનમાં પ્રશ્નો પેદા કરે છે: જેમ કે – એકથી ચાર દેવલોકમાં દેવ તથા દેવી બન્નેનો ઉલ્લેખ છે. તેઓનો વ્યવહાર પણ માનવી જેવો જ છે. આઠમા દેવલોક પછી કોઈ દેવીનું નામ આવતું નથી. આમ કેમ ? છપ્પન દિગ્યુમારિકાઓની વાત આવે ત્યાં નીચલા દેવલોકની દિગ્યુમારિકા જ કચરો વાળતી હોય છે ! આવું કેમ ?
મુનિશ્રી પુણ્યવિજય સાથેના એક પ્રસંગનું સ્મરણ દાદાને થયું અને બોલ્યા :
“મહારાજજી સાથે જેસલમેરથી રામદેવરા અમે પહોંચ્યાં. એ રાત ત્યાં જ પસાર કરવી પડે તેવી હતી, ઉતારાની જગ્યાએ મેં વીંછી જોયો. મહારાજજીને બતાવ્યો. વીંછી તો સંતાઈ ગયો. પકડી શકાયો નહિ. મહારાજશ્રી કહે : કાંઈ નહિ. ચાલો સૂઈ જઈએ. અંધારું ઘેરાવા લાગેલું. લાઈટ તો હોય જ નહિ. અજવાળું કરી શકાય તેવું કોઈ સાધન પણ નહીં. તો યે રાત આરામથી પસાર થઈ ગઈ.”
બીજો આવો જ એક પ્રસંગ.
રાજસ્થાનમાં હતા ત્યારે કેટલીક વાર ઊંટ પર એક ગામથી બીજે ગામ જવાનું રહેતું. એક દિવસ એવા સ્થાને જવાનું હતું કે એક જ દિવસમાં ચાલીને પહોંચાય તેમ ન હતું. ઊંટ પર બેસીને જઈએ તો ચાર કલાકમાં પહોંચાય. ઊંટ પર બેઠા. આગળ રસ્તો જોયો તો ભેંકાર. મેં ઊંટવાળાને પૂછ્યું કે રસ્તો તો જોયો છે ને ? ઊંટવાળો કહે કે મેં જોયો નથી પણ ઊંટે જોયો છે. તે લઈ જશે. થોડેક આગળ જતાં ખુલ્લી ખીણ જેવું આવ્યું. ઊંટવાળાને પણ રસ્તો ભુલાયો હોવાનો ભ્રમ થયો. મેં ઊંટવાળાને કહ્યું : હવે અહીં જ સૂઈ જઈએ. ઊંટવાળો કહે કે બાપ રે! આ જગ્યાએ તો મારું ઊંટ કોઈ લૂંટી લેશે તો ? એ વેળા ઊંટ ૩૦૦ રૂ. નું આવે. મેં કહ્યું કે બીજું ઊંટ લેવાના પૈસા હું આપીશ. મનમાં બોલ્યો : તારું ઊંટ જશે તો મારા ખિસ્સામાંના પૈસા લૂંટી જ લેશે ને? આખરે ત્યાં રસ્તા પર જ સૂઈ ગયા. સૂઈ જવા માટે ઊંટવાળાએ ઊંટ પર મૂકેલી ગોદડી મારા તરફ ફેંકી.”
થોડી વાર પછી દાદા બોલ્યા: એ સમયે મારી ઉંમર ૨૫ વર્ષની હતી.
આવો જ એક બીજો પ્રસંગ દાદા સ્મરે છે :
રસ્તે ચાલતાં ચાલતાં એક વાર નદીમાં ઊતર્યા. સામે કાંઠે જઈને કોઈને રસ્તો પૂછીશું તેવી ગણતરીએ ચાલવા લાગ્યા. દૂર એક તાપણું સળગતું હતું. દૂરથી ભસતા ભસતા કૂતરા નજીક આવ્યા. વણજારાનો એ પડાવ હતો. પડાવ પાસે પહોંચ્યા. તેઓએ રસ્તો બતાવ્યો. પણ ડર રહે કે પહેરેલાં કપડાં કોઈ રાત્રી દરમિયાન
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org