________________
દીક્ષા લીધેલી. તેઓનું દીક્ષાનામ જંબુસૂરિ. ધંધો ત્રણે વતી ખૂબચંદભાઈ સંભાળતા. કાબેલ માણસ. એક વાર વાયદાનો વેપાર કર્યો અને પૈસા ખોયા. એ જમાનો ઈજ્જતનો. તિજોરીમાંથી પૈસા લઈને ચૂકવી દીધા. બાપાલાલકાકાને ખબર પડી. સ્ત્રી બાળકોની હાજરીમાં જ કાકાએ એક થપ્પડ મારી. એ વખતે તો તેઓ ચૂપ રહ્યા. સૌની હાજરીમાં ખાધેલી થપ્પડનું અપમાન ભારે હતું. કોઈ ન ઓળખે તેવી જગાએ ચાલ્યા જવાનું નક્કી કર્યું. છેક કલકત્તા પહોંચ્યા.
ધર્મશાળામાં ઊતર્યા. જૈન ભૌજનશાળામાં જ જમે. કારણ કે એમનું ઘર ધાર્મિક આચાર-વિચાર પાળવામાં ચુસ્ત હતું. ઘરના બધા દર્શન-સેવા-નવકારશી રોજ કરે. કંદમૂળ ન ખાય. ખૂબચંદભાઈ પોતે પણ ધાર્મિક કલકત્તામાં અંગ પરની વીંટી વેચી દીધેલી. કલકત્તામાં પણ પૂજા નિયમિત કરે. થોડાક દિવસ એમને દર્શનપૂજાએ આવતા જોઈ તથા તેમની ભદ્ર આકૃતિ દેખી કોઈકે એમની પૂછપરછ કરી, નોકરીની શોધમાં છે અને દેશમાંથી ગુજરાતથી) આવ્યા છે જાણી, પેલા ભાઈએ એક શેઠનાં નામઠામ આપી, નોકરી માટે ત્યાં જવાને સૂચવ્યું. આપેલા સરનામે ગયા. નોકરી મળી ગઈ.
ખૂબચંદભાઈ નોકરીના સ્થળે કામ કરતાં કરતાં શ્રીનદ્ધિ નિદ્રા લે. શેઠ બોલાવે એટલે જાગી જાય. ચીંધેલું કામ કરે. ફરી પાછા ઝોકે. શેઠને થયું : “માન, ન માન. આ કોઈ સુખિયો જીવે છે. સંજોગોનો માર્યો નોકરી કરવા આવ્યો લાગે છે. પૂછપરછ કરતાં સાચી વાત જાણી અને પછી શેઠે ડભોઈ એમનાં કુટુંબીજનોને ખૂબચંદભાઈના સમાચાર આપ્યા.
આ બાજુ કુટુંબીજનોએ ઘણી શોધખોળ કરેલી. ગુજરાત આખું ફેંદેલું પણ કલકત્તાનો ખ્યાલ ક્યાંથી આવે ? ગામ આખામાં હાહાકાર થયેલો. આપઘાત કર્યો હશે એવી શંકા. ઘરનાંએ તો કલ્પાંત કરેલું. આ સુખદ સમાચાર જાણીને કુટુંબીજનો આવીને લઈ ગયાં. પરંતુ, આવ્યા બાદ તેમણે ક્યારેય તિજોરીની ચાવી હાથમાં રાખી ન હતી.
દાદાએ જણાવ્યું કે પોતે ડભોઈમાં મુક્તાબાઈ જ્ઞાનમંદિરમાં એક વર્ષ નોકરી કરેલી એ પછી જ્યારે જ્યારે તે જ્ઞાનમંદિરના કામે દાદાને બોલાવવામાં આવતા ત્યારે તેઓ ત્યાં ગયેલા છે.
દાદા પોતાની કારકિર્દીની શરૂઆતનાં વર્ષોની વાત કરવા લાગ્યા. ડભોઈના ખૂબચંદભાઈની વાત પરથી ડભોઈ પહેલાંની નોકરીની વાતો યાદ આવી અને કહેવા લાગ્યા.
પાટણના જ્ઞાનભંડારમાં સત્તરમે વર્ષે નોકરી શરૂ કરેલી ત્યારે પગાર મહિને નવ રૂપિયા હતો. ૧૮મે વર્ષે લગ્ન થયાં. ટ્રસ્ટી નગીનભાઈ કરમચંદ સંઘવીના દીકરા મુંબઈથી આવે અને બધો રિપોર્ટ લે. એક વાર પૂછ્યું – “એકાઉન્ટ કોણ રાખે છે ?”
મેં જણાવ્યું: “હું રાખું છું.” આમ કહી બધું બતાવ્યું. એ પાછા ગયા ત્યારે કહીને ગયેલા કે આ છોકરાનો એક રૂપિયાનો પગાર વધારી આપવો. માંગ્યા વિનાનો આ એક રૂપિયાનો પગારવધારો ખૂબ જ આનંદ આપી ગયેલો. મારા કામ માટેની સૌથી પહેલવહેલી એ કદર હતી ને!
દરમિયાનમાં જંબુસૂરિ મહારાજ સાહેબે પૂછ્યું: “ડભોઈ જાય?” “હા.” મેં કહ્યું.
ડભોઈમાં પગાર રૂપિયા ૫૦ હતો. વીરચંદ માસ્તરે મને સમજાવ્યું કે ત્યાં તને નહિ ફાવે તો ? પણ મેં કહ્યું: “હું ફવરાવીશ.” માસ્તરે ફરી કહ્યું: “મહિનાની રજા લઈને જા.”
પણ હું તો ગયો. જોકે, જતાં પહેલાં શ્રી કમલસૂરિનો ભંડાર' પંજાબથી આવેલો તેને ચેક કરવાનું
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org