________________
કામ બાકી હતું તેથી એ કામ પૂરું કરી, મહિના પછી ડભોઈની નોકરીમાં જોડાયો હતો.
ડભોઈ ગયો ત્યારે ખૂબચંદભાઈએ કહ્યું: મારે આટલું મોટું ઘર છે. તમે શું ભારે પડવાના ? ડભોઈમાં મનાપોળ ચકલામાં એમની હવેલી, એમાં રૂમ આપ્યો. કૂવો ત્યાં હતો. એ જમાનામાં પૈસાનાં બે બેડાં પાણી ભરી આપતા. એક મહિનો એમની સાથે રહ્યો. એ જમાનાની લોકોની મનની મોટાઈ મારા જેવા સામાન્ય માણસના વ્યવહારમાં પણ ચરિતાર્થ થતી હતી.
દાદા પાછા ખૂબચંદભાઈના વ્યક્તિત્વ વિશેની વાતો કરવા લાગ્યા :
ખૂબચંદભાઈ મારી પાસે આવે. ખૂબ જ પ્રશ્નો પૂછ્યા કરે.” મેં દાદાને પૂછ્યું: “દાદા, કેવા પ્રકારના પ્રશ્નો હોય ?" દાદા : નિગોદ વિશે હોય. પૂછે કે નિગોદ કોણે બનાવી ?
શા માટે અમુક જીવ ભવ્ય અને અમુક અભવ્ય ? મને તો આવા પ્રશ્નોના જવાબ આવડે નહિ, પણ એમને તો ગણધરોની પેઠે , થયા કરે. હું
મહારાજજીને તે અંગે પૂછું. રસીલા : ધધ, પુણ્યવિજયજીના જવાબો મને તો કહો. દાદા : “અનાદિ-અનંતથી બધું છે. અન્ય શાસ્ત્રોથી આપણું શાસ્ત્ર આ બાબતે
જુદું પડે છે.” હિંદુધર્મમાં સૃષ્ટિના સર્જનહારની વિભાવના છે. થોડીક વાર ચૂપકીદી, પછી કહેવા લાગ્યા: “બહુ વિચારતાં મને લાગે છે કે શા માટે બધું જ જાણવાનો આગ્રહ રાખવો ?"
થોડી વાર પછી) દાદા : “તમે આજે આવ્યા એ પહેલાં મનમાં એક વિચાર ચાલતો હતો....... અગાઉ જેનો ખેતી કરતા હતા. હજુ આજે પણ કચ્છમાં જેનો ખેતી કરે છે. ભગવાનના જમાનામાં દસ ઉપાસકો ગોકુળવાળા હતા. એક ગોકુળ બરાબર ૧૦% ગામો થાય. પાછળથી ખેતીને હિંસા સાથે જોડક્વામાં આવી. એમાં પાપ જોવાયું. એટલે ખેતીમાંથી ધીરધાર આવ્યું. વાણિયા જાતે કશું કરે નહિ. જેની ગાય-ભેંશ ગીરવે લીધી હોય તેને જ કહેઃ “તારું ડોનું દોહવા દેતું નથી. તો દોહી જજે.” પછી સાથેસાથે કચરો કઢાવી લે. છાણ-વાસીદું, વાસણ બધું કરાવી લેવામાં આવે. ખોટા આંક ગણાવે. સત્તર પંચા પંચાણું પંચશીને બદલે પંચાણું ગણાવે !) એમાં બે ઉમેર. સત્તાણું થયા – તેને બદલે બોલે – સોમાં બે ઓછા. આમ, આવો ખોટો હિસાબ ગણાવે. એ લોકો ધીરધારમાં ખાય, પીએ અને જલસા કરે. પેલા લોકો મજૂરીમાંથી ઊંચા જ ન આવે.
અંગ્રેજોએ આવીને આવું જ કર્યું. પછી તો જેટલાં ગામ એટલા ઠકુરો – જમીનદારો.
જૈનો જ્યાં રહે ત્યાં ભવ્ય દેરાસર બંધાવે, ઉપાશ્રય બંધાવે, સાધુઓની બધી જ સગવડો સચવાય તેનું બરોબર ધ્યાન રખાય. સાધુઓ વિહાર કરે ત્યારે સાથે સામાન ઊંચકનાર માણસ પણ મોકલાય. સાધુઓએ ખેતીમાં હિંસાને કારણે ખેતીને પાપ ગણી હોવાથી ખેતી બીજા પાસે કરાવતા પણ જરજમીન સાચવવા બંદૂક રખાતી ! તેઓ ઘોડે ફરતા. મને લાગે છે કે કદાચ આ સુંવાળી જિંદગીને કારણે જ જૈનોમાંથી ખડતલપણું તથા સાહસના ગુણો ઓછા થતા ગયા. એક જમાનામાં જેનો યુદ્ધમાં પણ જતા. રાજ્યસત્તાનાં સૂત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના હાથમાં રાખતા. પણ પછી એ શૌર્ય ઓસરી ગયું.
પરિવર્તન સંસારનો નિયમ છે. ગણોતધારો આવ્યો. ખેડે તેની જમીન એ કાયદો એટલે હવે ખેતીના
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org