________________
વળી દાદા પોતાની તબિયતના સંદર્ભે બોલ્યા : “લોકો ખબર કાઢવા આવે છે. ક્યાંકથી દીકરીને ત્યાં મુંબઈ સમાચાર પહોંચ્યા. દીકરી કહે છે કે હું આવું છું. મેં સમજાવી પણ એની ઇચ્છા છે એટલે ભલે આવતી. શનિવારે આવે છે.”
શ્રેયસ સંસ્થામાંથી લાઇબેરિયન રમીલાબહેન ભગત આવ્યાં. જૈનધર્મને લગતી વસ્તુઓનું પ્રદર્શન કરવું હશે. સુપન વિશે દાદા પાસેથી માહિતી મેળવવી હતી. દાદાએ કહ્યું. પહેલાં સુપન લાકડાના હતા. ખરાબ થઈ ન જાય એટલે ચાંદીનું ખોખું ચઢાવાયું. પર્યુષણમાં ત્રિશલાનું સ્વપ્નદર્શન ઉપાશ્રયમાં કઈ રીતે તાદશ થાય છે તે સમજાવ્યું.
(રમીલાબહેન ગયાં પછી થોડી વારે) દાદા પોતાના ભૂતકાળની વાતોમાં સરી પડ્યા. તેમની યુવાન વયે જમાનાની અસર પોતાના પર કેવી થયેલી તે યાદ કરવા લાગ્યા. મેઘાણીનાં ગીતોનો પ્રભાવ હતો તેવો સામ્યવાદનો પ્રભાવ પણ રહેલો હતો. ચંદ્ર ભદનું એક કાવ્ય એમને ખૂબ ગમતું હતું તે યાદ કરી કાવ્ય મોટેથી ગણગણવા લાગ્યા. મેં ફરી બોલાવરાવી, લખી લીધું. કાવ્ય સામ્યવાદના પ્રભાવ હેઠળ લખાયેલ હતું. કાવ્ય અધૂરું યાદ હતું પણ મનેય ખૂબ ગમી ગયું. તો આ છે કાવ્ય :
ચહ મેં ક્યોં રોકતે હો ચાંદની કો ? ચાંદની કોઈ તુમ્હારી મનછકે અંતઃપુર કી મરક્યુરી લાઈટ નહીં વહ નહીં હૈ મિલ્કત અપની તુમ્હારી તુમ જિસે રખ લો તિજોરી મેં છુપા કર જાતને હો ? ચાંદ સબ કા હૈ સભી કી ચાંદની હૈ સિતારેં કી નહીં હૈ ફૂલ કી હૈ હૈ ન નભ કી, હૈ ધરાકી, ધૂલકી ભી હૈ, ઇસલિયે કહતા હું, સુન લો તોતિંગ જન કે કામનાઓ કે મકબર સિર ઝૂકા દો ઔર ઈસ ચાંદની કો જન જન પર બરસને દો ચાંદની કોઈ તુમ્હારે બાપ કી મિલ્કત નહીં હૈ |
આજે દાદાના કાવ્યપઠનનો મને ઓર આનંદ ઊપજ્યો. ત્યાર બાદ દાદા થોડાક દિવસ ઇન્ડોલૉજી આવ્યા નહિ. દીકરી હેમા મુંબઈથી આવેલી હતી તેની સાથે રહ્યા. દીકરી પાંચમી ઓક્ટોબરે ગઈ પછી દાદા ૬ઠ્ઠી ઓક્ટોબરથી આવવા લાગ્યા.
તા. ૩-૧૦-૨૦૦૩
આજે હું તથા શ્રી મારા પતિ ચંદ્રકાન્ત) દાદાને ત્યાં ખબર કાઢવા ગયેલાં. હેમાને મેં આજે પહેલી વાર જોઈ. છેલ્લા કેટલાક સમયથી અમે બને જ્યાં જઈએ ત્યાં શુભ મંગલ હો એ શ્રી મકરન્દ દવેએ લખેલું મંગલગીત ગાઈએ. શ્રીને તો જાણે કે આ ગીત ગાવાનું વ્યસન થઈ ગયું છે ! વળી, હમણાં હમણાં ઈન્ડોલૉજીમાં હું દાદાને રોજ ગીત, કાવ્ય કે પ્રેરણાત્મક લખાણ સંભળાવું છું. ત્યાં સાથે બેસનાર પ્રીતિબહેન ૮૬
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org