________________
આજે જુદા જુદા વિષયોની વાતો થઈ. કેટલૉગ-લિસ્ટ બનાવવાની શરૂઆત કઈ રીતે થઈ તેની વાતો થઈ :
સૌ પ્રથમ સુરતમાં આગમસમિતિ દ્વારા આગમોની હસ્તપ્રતો પ્રકાશિત થઈ. આ કામ માત્ર એક પ્રત પરથી થયેલું છે. આ કામ સાગરસંઘાડાના શ્રી આણંદસાગરે કરેલું છે. સાગર-સંઘાડાના બે ફાંટા છે. એકમાં આણંદસાગર. તેઓશ્રી કપડવંજના. બીજામાં બુદ્ધિસાગરજી. એમણે ૧૦૮ ગ્રંથો લખ્યા છે. આગમો અંગેનું આ કામ પહેલવહેલું થતું હતું. વળી, તે એક જ પ્રત પરથી થયેલું. આમાં આથી, સંશોધિત પાઠ મૂકી શકાયો નહીં. આથી પ્રતમાં જો અશુદ્ધ પાઠ હોય તો અશુદ્ધ છપાયો છે. છપાયા બાદ “આ બરાબર નથી. આમ ન ચાલે. બીજા ભંડારોમાંથી પ્રતો જોઈ તેની સાથે મેળવવી જોઈએ’ની જરૂરિયાત સમજાઈ.
એ જમાનામાં ભંડારો પોતાની પ્રતો બીજાને આપતા નહીં. આનો જે ઊહાપોહ થયો તેને કારણે એ વાત સૌએ સ્વીકારી કે કંઈ નહિ તો કઈ પ્રત કયા ભંડારમાં છે તે જો જાણવા મળે તોયે બસ, આટલી જાણ તો થવી જ જોઈએ. તો આનો ઉપાય શો ? આમાંથી લિસ્ટ બનાવવાની યોજના બનાવાઈ. જ્ઞાનભંડારોમાં બેસી લિસ્ટ – કેટલૉગ બનાવ્યાં. જેસલમેરમાં મહારાજજીને દોઢ વર્ષ લાગેલું.
લિસ્ટ બન્યા બાદ પ્રકાશિત પુસ્તકોની સંશોધિત આવૃત્તિનું કામ શરૂ થયું. આ ક્ષેત્રમાં શિરમોર સમું કાર્ય શ્રી મોહનલાલ દલીચંદ શાહે એકલહાથે કરેલું છે !
તા. ૧૯-૯-૨૦૦૩
આજે જિતુભાઈ સંઘવી આવેલા હતા. દાદા તેઓની સાથે વાતો કરતા હતા. હું પણ તેઓની વાતો સાંભળવા લાગી. ધદા કહે : બહુ પહેલાં અમદાવાદમાં કોઈકે એક પત્ર બધા ભંડારોમાં મોકલેલો. પત્ર ૧૦૦૨૦૦ વર્ષથી જૂનો ન હતો. આ પત્રમાં એક સ્થળેથી બીજા સ્થળનાં અંતર કોશમાં દર્શાવેલાં. દિશા બતાવેલી. આગ્રાથી શરૂ કરીને કોશ ગણાવતાં એ પત્રલેખક તુર્કસ્તાન જવાના રસ્તે પહોંચે છે. ત્યાં પત્રલેખકે પોતે એક તાંબાનો દરવાજો જોયો હોવાની વાત કરી હતી. (દાદાને વાત કરતી વખતે તે પત્રની વિગતોમાં સ્થળનામ કે ક્યાંથી ક્યાં કેટલા કોશ તે વિગતો યાદ ન હતી.) આ સ્થળે એ પત્રલેખકે જિનેશ્વર ભગવાનની નકરા સોનાની ધાતુપ્રતિમાઓ જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આવી વાતો વાંચવામાં આવે તો તેના પુરાવા કેવી રીતે આપી શકાય ? સત્ય પુરવાર કરવું અઘરું છે. એમ અંતે દાદાએ જણાવ્યું.
તા. ૨૧-૯-૨૦૦૩
આજે ફરી સૂર્યનારાયણ જયોતિષીની વાત નીકળી. દાદા કહેઃ “જ્યોતિષીએ ૮૪ વર્ષનું મારું આયુષ્ય ભાખેલું. વ્યવસાય વિશે પૂછેલું તો કહેલું કે વ્યવસાય બદલેગા નહિ | આખિર તક કામ કરના હોગા ? પછી ઉમેર્યું: ૮૪-૮૬ થયાં હવે. બોલો પછી, જીભ કાપવાની જ આવે ને !
છેલ્લે ડૉ. હરિભક્તિને બતાવેલું. તો તેમણે જીભ કાપવાની અને ન મટે તો (થોડી વધુ) બીજી વાર કાપવાની વાત કરી.” .
પછી કહે: “આજે દાતણ કરતાં ચક્કર આવ્યા. બે પળ માટે.”
થોડી વાર પછી હજામત કરવા બેઠો. (તબિયતની ગંભીરતાની વાતોમાંથી હળવાશ લાવવા માટે દાદાએ વાત બદલી) આજે સવારે ૧૧વાના અરસામાં એક મોટો ધડાકો થયો તે તમે સાંભળેલો ? સમાચાર એવા આવ્યા છે કે મહેસાણા-વડોદરા બાજુથી જમીન ફાટવાનો અવાજ છે.”
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org