________________
હિંદુઓના દેવો તથા મંદિરના શિલ્પની કારીગરીની ગુણવત્તા સરસ, એના પૂજારીઓના પગાર ઊંચા. કોઈની પાસે એણે હાથ ન ધરવો પડે, પેટપૂર ખાવા આપો પછી એમાંથી જે પૂજારી ઊભા થાય તે સાચા પૂજારી.
વળી કહે : બનારસ હિંદુ યુનિવર્સિટી જોઈ હતી. ત્યાં દેશપરદેશના વિદ્યાર્થીઓ રહે. તેમાં મધ્યભાગમાં આવેલી મૂર્તિનું શિલ્પ ખૂબ સરસ છે.
દાદાની વાતોની આ છે ખૂબી. દાદા આમ હંમેશાં ઘટના જેવી બની હોય તેવી કહે, અભિપ્રાય ન આપે. ઘટના સમયે અનુભવેલી સંવેદના પણ તેઓ વ્યક્ત ન કરે. શ્રી મુનિ પુણ્યવિજયજીના અધ્યાત્મવારસાને તેઓએ બરાબર જ આત્મસાત્ કરેલો છે. મહારાજજીનાં પ્રેરણાભર્યાં – પોતાના હૃદયમાં જડાઈ ગયેલાં - સૂત્રાત્મક વચનો યાદ કરી સંસાર આવો જ હોય' એમ કહીને સમાધાન કરી લે.
*
હવે અમારી વચ્ચે એક વાતમાંથી બીજી વાત નીકળવા લાગી. કહે : સુરતથી હમણાં શ્રી ચંદ્રોદયસૂરિનો સંદેશો હતો. એમણે એક શિલાલેખ fax કરાવેલો છે અને જણાવ્યું છે કે ઃ એ લેખ મારી પાસે જ ભણેલા સાધુએ ઉકેલેલો છે તે જોઈ જવો અને સમય નિર્ધારણ કરી આપવી. મેં જણાવ્યું છે કેઃ “સમયનિર્ધારણા વસ્તુને સ્વયં જોઈને જ થાય, એનો ફોટો જોઈને ન થાય.’ (ફોટો મોકલ્યો હતો.) પછી કહે : “આવાં કામો ઉતાવળથી ન જ થાય.'
દાદાની જન્મકુંડળી તથા કુટુંબ વિશે કેટલીક વાતો થઈ. કુંડળીમાં જન્મતારીખ ૩૦/૩૧ ઑક્ટોબર ૧૯૧૭ નોંધાયેલી છે. સૂર્યનારાયણ શાસ્ત્રી વિદ્વાન જ્યોતિષી હતા. તેઓએ ૩૦ ઑક્ટોબર આસો સુદ ૧૫ અને મંગળવાર, ૧૯૧૭એ મુજબ નોંધ્યું હતું. વિદ્વાન જ્યોતિષીના પુત્ર અંબિકાપ્રસાદે ઘણાં વર્ષો બાદ દાદાની કુંડળી જોઈ. પોતાના પિતાની એણે સુધારી અને કહ્યું : રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાય. તિથિ ન બદલાય. તેથી જન્મ ૩૧-૧૦-૧૯૧૭ કહેવાય. કારણ કે જન્મસમય ૧-૧૯ મિનિટનો છે. આથી મેં બન્ને તારીખ રાખી છે.
ત્યારબાદ મેં દાદાને એમના કુટુંબ વિશે માહિતી પૂછી :
પિતાશ્રીનું નામ : હીરાલાલ
માતુશ્રીનું નામ : હીરાબહેન
૩ ભાઈઓ. હું સૌથી મોટો. બીજા ભાઈ રિસકભાઈ. ગુણવંત અને સગુણા એના દીકરા-વહુ. હું એની સાથે રહું છું. સૌથી નાના ભાઈનું નામ સુંદરલાલ. ત્રીસ-પાંત્રીસ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમના મરણ બાદ થોડા જ સમયમાં એમનાં પત્ની ગુજરી ગયેલાં. તેઓ નિઃસંતાન હતા.
બે બહેનો – એમાંથી એકનું નામ હરકોર. તેઓ ગાંડાં થઈ ગયેલાં. બીજાં તારાબહેન. તેઓ નથી પણ એમની બે દીકરીઓ છે. ત્રીજાં બહેન ઓરમાન હતાં. એમને બે દીકરી અને એક દીકરો.
હું પંદર-સત્તર વર્ષનો હોઈશ ત્યારે મા ગુજરી ગયેલાં.
#
૮૪
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org