________________
મહાજનવાળા વિપુલભાઈ આવ્યા. જાણ્યું. કહે – “આ દવા બંધ કરો. તમને સારામાં સારા વૈદ્ય પાસે લઈ જઉં છું.” પછી મને વૈદ્ય હાર્ડીકર પાસે મણિનગર લઈ ગયા. ત્રણ દિવસ થયા છે. ભોરિંગણી વગેરે આપ્યું છે. ગઈ રાત્રે દુખાવો ખૂબ. ઊંઘાયું નહીં. સવાર થઈ. ફોન કર્યો એમને. ૪ વાગે આવશે ગાડી લઈને. બતાવવા જઈશ. એટલે હવે હું એમની રાહ જોઉં છું.
પ્રશ્ન : દાદા, કેન્સર છે એવું જાણ્યું કે તરત તમને શું થયું? દાદા : શું થાય ? કશું નહિ ૮૬મું ચાલે છે. ૩૦મી ઓક્ટોબરે ૮૭મું બેસશે. પ્રશ્ન : ચિંતા થાય છે દાદા ? દાદા : શાની ? પ્રશ્ન : આ બધું કેમ સચવાશે તેની. હસ્તપ્રતોનું જે કામ કરવામાં આવ્યું છે તે
આગળ કેમ ચાલશે તેની. દાદા : આ સંસ્થા સંદર્ભે કહું તો – પહેલાં મને ચિંતા હતી, હવે નથી. જિતુભાઈના
આવ્યા બાદ ચિંતા રહી નથી. તેઓ જવાન છે. સંસ્થાના હિતમાં બધું કરશે,
બધું બરાબર તેમનાથી સચવાશે તેવી શ્રદ્ધા છે. પ્રશ્ન : અંગત ચિંતા કોઈ ? દાદા : ના. પૈસાની નથી. સાચવે તેવા ઘરના માણસો છે. દીકરી-જમાઈ પણ
સુખી છે. (ત્યાં તો માણસ કહેવા આવ્યો કે વિપુલભાઈ ગાડી લઈને આવી ગયા છે. દાદા દવાખાને જવા માટે ઊઠ્યા)
તા. ૧૬-૯-૨૦૦૩
આજે ઇન્ડોલોજી ગઈ ત્યારે શ્રી જંબૂવિજયજીના માટે પુસ્તકો લેવા માટે જિતેન્દ્રભાઈ સંઘવી આવ્યા હતા. દાદા તેઓની સાથે વાતો કરતા હતા. મૃગાવતીશ્રીજી તથા કાંગડા વિશેની વાતો જે મારી સાથે થયેલી તે જ વાતો દાદા જિતેન્દ્રભાઈને કહેતા હતા. દાદાની આ ખાસિયત હતી. પોતાના અનુભવોને ઘણાની આગળ શેર કરતા, જે-તે વ્યક્તિની રુચિને સમજી લઈ, તે તે ઘટનાના તેવા અંશોને વધુ વિગતસભર રજૂ કરતા. હું એમની સાથે બેસતી ત્યારે મેં આવા પ્રસંગોને એકથી વધુ વાર સાંભળ્યા છે. આજે પણ મારી સાંભળેલી જ વાતોનું બયાન થતું હતું.
એમની વાતોના કેટલાક અંશો :
રાણકપુરની ઋષભદેવની મોટી પ્રતિમા હતી તે જ કાંગડામાં પ્રતિષ્ઠિત થઈ છે. વળી એક સાધ્વી મહારાજે બી. એલ.માં સરસ કામ કર્યું છે. ત્યારબાદ, દાદાએ પંજાબી જૈનોની ખૂબ અનુમોદના કરી. દાદા કહે : “પંજાબીઓ સાધુ-સાધ્વીઓની ભક્તિ માટે પૂરા શૂરા. આચાર્ય જેટલું જ સાધુને માન-આદર આપે અને જેટલું સાધુને માન આપે તેટલું જ સાધ્વીને માન આપે. તેઓ ઘણા ભક્તિભાવવાળા !”
શ્રી પુણ્યવિજયજી મહારાજની વાતો કરતાં તેઓશ્રીનું એક સુંદર વચન કહ્યું:
રાગદ્વેષની પરિણતિ ન થાય તે હંમેશાં જોવું.” મહારાજજીનાં આવાં વાક્યો દાદા આખા દિવસમાં કોઈ ને કોઈ રીતે કેટલી વાર મમળાવતા હશે ?
૮૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org