________________
સામાન્યતઃ અમારા વાર્તાલાપનો વિષય લિપિ અને લિવ્યંતરના સંદર્ભે નીકળતો અને તેમાંથી એમના જીવનના અનુભવક્ષેત્રમાં ફરી વળતો. પરંતુ, ક્યારેક દાદા થોડી ક્ષણો માટે ગંભીર વાતોમાંથી એવી વાતો ૫૨ લઈ આવે કે એમાં હળવાશનો અનુભવ કરે અને કરાવે. આજે આ જ રીતે તેમણે એક રમૂજી કાલ્પનિક દૃષ્ટાંત આપ્યું અને હળવાશનો અનુભવ કરાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ મોંઘવારી ધીમેધીમે કેવી રીતે વધવા માંડી તે વાત આ દૃષ્ટાંત દ્વારા માર્મિક રીતે હળવાશથી સમજાવી.
જવાહરલાલ નહેરુ દેશ આઝાદ થયા પછી એક વાર અમદાવાદ આવ્યા. એ સમયે ૧૦૦ રૂ. તોલું સોનું. એમને સોનાનો રાષ્ટ્રધ્વજ બનાવવાનું મન થયું. ૧ તોલાનો ધ્વજ બનાવવાનો ઓર્ડર આપી ૧૦૦ રૂપિયાની નોટ એક સોનીને આપી. આની વિગતવાર નોંધ નહેરુએ પોતાની ડાયરીમાં લખી રાખેલી. ધ્વજ કોઈ કારણસર બન્યો નહિ. નહેરુ ન રહ્યા. ડાયરીની આ નોંધ ઇંદિરાજીના વાંચવામાં આવી. પણ રાજકારણના આટાપાટામાં આ વાતની તપાસ કરવાની રહી જ ગઈ. જોકે તે સમયે સોનાનો ભાવ તો રૂપિયા સોનો ૧૦૦૦ થઈ ગયેલો. ઇંદિરાજી પણ ગયાં. સોનિયાએ આ નોંધ વાંચી. તેઓ અમદાવાદ આવ્યાં. સોની તો રહ્યો ન હતો. સોનીનો દીકરો હતો. નહેરુની ડાયરીમાંથી જે નોંધ હતી તેની વાત સોનિયાએ પેલા સોનીના દીકરાને કરી, દીકરો કહે, 'તમારી વાત તો સાચી, પણ મારા બાપાએ સોનું લીધું જ ન હતું. ભાવ વધતા જ ગયેલા. વધુ ભાવ કોઈએ આપેલો નહિ તેથી આજે હું એક તોલો સોનું તો આપી શકું નહિ પણ તમારા દાદાએ – નહેરુએ આપેલી રૂ. સોની નોટ મારા બાપાએ અકબંધ સાચવી રાખી હતી, તે નોટ હું આપું છું.' અને તેણે તે સોની જૂની નોટ આપી. એ નોટ તો ઘણી જૂની હતી. ચલણમાંથી પણ નીકળી ગયેલી. સોનિયાએ આ અંગે પૂછ્યું તો જણાવ્યું કે : “નોટ તો જૂની-એની એ જ હોય ને ! નવી નોટ આપવાની મારી જવાબદારી નહિ.’’
તા. ૧૦-૪-૨૦૦૩
‘સંભવનાથકલશ’ની કૃતિ કરતી વખતે દાદાએ ‘વિવિધ પૂજાસંગ્રહ’ વાંચવા સૂચવેલું. તેમાં એક પૂજામાં ભગવાનના મુગટનું વર્ણન વાંચ્યું : લસનિયાં ભૂષણાં તિહાં ચઢીએ રે' મેં એનો અર્થ પૂછ્યો, દાદાએ અર્થ જણાવ્યો, ‘હીરાના અલંકારો' લસનિયાં એ હીરાનો એક પ્રકાર છે. હીરાની જાત છે. એ પરથી દોશીવાડાની પોળ લસણવાળા કુટુંબની વાત કરી. આ કુટુંબ કોઈ કાળે હીરાના ધંધામાં હશે તેથી લસણવાળા અટક આવી હોય ! આવી જ અટક ‘પાલખીવાળા' છે. જે પાલખી ઉપાડે તે પાલખીવાળા નહીં પણ જેને રાજ તરફથી પાલખી મળે છે તે પાલખીવાળા, રાજદરબારમાં જવાના નિમંત્રણ સાથે સ્ત્રીવર્ગને લઈ જવા માટે પાલખી મળે તેવી પ્રથા.
છેલ્લા કેટલાક સમયથી દાદા વાત કરતા હોય ત્યારે એમનો હાથ ક્યારેક જડબા પાસે જતો અને દાદા ત્યાં સહેજ દબાવતા હોય. આજે પણ તેમ થયું. બેચાર વાર એમ કર્યું હશે. આ જોઈને - પ્રશ્ન : દાંતમાં કંઈ થાય છે, દાદા ?
८०
Jain Education International
દાદા : હા. હમણાં હમણાંનું અહીં (જગ્યા બતાવી) દુઃખે છે.
પ્રશ્ન : ડૉક્ટરને બતાવ્યું ?
દાદા : હા. બે મહિના પહેલાં દાંતના ડૉક્ટરની પાસે ગયેલો. ડૉક્ટરે બધું તપાસ્યું
પછી કહે : 'કશું છે નહિ.' મેં કીધું. “તો દુઃખે છે કેમ ?” ડૉક્ટર કહે : એ મનનો વહેમ છે. હું મનમાં વિચારી રહ્યો : ભલા ડૉક્ટર, તમે વહેમ કહો છો પણ દુઃખે છે એ તો હકીકત છે. એને તમે વહેમ કેવી રીતે કહી
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org