________________
ગુજરાનવાલાસંઘના જે શ્રાવકો જ્ઞાનભંડારના ગ્રંથો ત્યાં છોડીને આવ્યા હતા તે પૈકીના કેટલાક શ્રાવકોએ શેઠશ્રી કસ્તૂરભાઈને વાત કરી, ગવર્નર તરીકે ધર્મવીર હતા. ગુજરાનવાલાસંઘની એ પ્રોપર્ટીની આખી ફાઈલ એલ. ડી. સંસ્થા પાસે હતી. કસ્તૂરભાઈ શેઠે ગવર્નર દ્વારા નહેરુને વાત કરી. લિયાકતની સરકાર સાથે આ અંગે વિચાર-વિમર્શ કરી નિર્ણય લેવાયો. પરંતુ પરિસ્થિતિ તે સમયે સ્ફોટક જ હતી, ખૂબ જ સાવધાનીપૂર્વક અને ભારે બંદોબસ્ત હેઠળ આ કામ પાર પાડવાનું હતું. હોશિયાર અને કાબેલ સી. આઈ. ડી.ના માણસોને પણ સાથે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક શ્રાવકોને પણ સાથે લઈ જવાયા હતા. શ્રાવકોએ કીધું કે અમે જ્યાં અમારી પીઠ અડાડીએ એ પીઠવાળી જગ્યા સમજી લેવી..
ત્યાં ગયા ત્યારે એ સ્થળે તો શાકમાર્કેટ જોવા મળી. પણ ધ્યાનપૂર્વક જોતાં, પેલી ચણેલી દીવાલ તો સલામત જણાઈ. એ તૂટી ન હતી. શ્રાવકોએ સબ્ઝનો ભાવ પૂછતાં પૂછતાં, એક લારી પાસે ઊભા રહીને, પેલી દીવાલે પીઠ અડકાડી.
બસ, ત્યાર પછી મિશન શરૂ થયું. માર્કેટ ખાલી કરાવી. લશ્કર ગોઠવાઈ ગયું. દીવાલ તોડી. અંદરનો તમામ સામાન ટ્રકોમાં ભરવામાં આવ્યો. અને ટ્રકો દિલ્હી તરફ રવાના થઈ. પંચક્યાસ થયો. સરહદ સુધી તો સહીસલામત આવ્યું. પરંતુ, સરહદના લશ્કરને જુદા આદેશો હતા. હવે શું ? ઘડીભર તો થયું કે – ‘ગયું. હવે નહિ મળે.' પણ ત્રણ-ચાર મહિનાની કાર્યવાહી બાદ, તે સામાન સહીસલામત દિલ્હી આવ્યો.
(દાદા પાસેથી આવી ઐતિહાસિક વાતો જાણવા મળે ત્યારે મને ખૂબ આનંદ થતો. હું જાણે જીવંત ઐતિહાસિક ગ્રંથ પાસે બેઠી હોઉં તેવું મને લાગતું.)
દાદા પોતે ગુજરાનવાલા ગયા ન હતા પણ ગુજરાનવાલાના ભંડારનો ઇતિહાસ તેમણે મૃગાવતીશ્રીજી પાસેથી સાંભળ્યો હતો તેમ તેઓએ જણાવ્યું.
સાધ્વી મૃગાવતીશ્રી એ વખતે અંબાલામાં. ગુજરાનવાલાથી આવેલાં. જ્ઞાનભંડારના કાર્ય માટે ૨૫,૦૦૦/- રૂ. ભેગા કર્યાં. તે ૨કમ તો કબાટો લાવવામાં જ પૂરી થઈ ગઈ. શરૂઆતમાં તો બધું જ પેટીઓમાંથી કાઢીને એમનું એમ જ કબાટોમાં ભરી દીધું.
મૃગાવતીશ્રીજીએ શ્રી કાંતિલાલ કોરા (મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ)ને વાત કરી, “હવે આ ગ્રંથોનું કોઈ વ્યવસ્થિત લિસ્ટ બનાવી શકે તેવો માણસ ધ્યાનમાં હોય તો કહો.'' ઘરબાર છોડીને ત્યાં જઈ રહેવું પડે તેવું આ કામ. મારું નામ અપાયું. હું ગયો. કામ જોયું. મૃગાવતીશ્રીજીએ કાયમ માટે ત્યાં જ આવી જવાની વાત કરી. એ શક્ય ન હતું. મારી ઇચ્છા મુજબનું પગારધોરણ તથા અન્ય સુવિધાઓ આપવાની વાત કરી. મેં કહ્યું : આ કામ ઘણું મોટું છે. હું એકલો ન કરી શકું. વળી મારી પાસે આ કામ માટે કોઈ માણસ પણ નથી.’’ મૃગાવતીશ્રીજી સાથે આ બધી વાટાઘાટો ચંદીગઢમાં થઈ હતી. એક એવું પણ સૂચન થયું કે એક અઠવાડિયું અમદાવાદ ઇન્ડોલૉજીમાં કામ કરવું અને એક અઠવાડિયું દિલ્હી આવવું. પણ મારે માટે એ ય શક્ય ન હતું. આથી, મેં એક ઉકેલ સૂચવ્યો : “હું માર્ગદર્શક બનું. તમારી પાસેનાં ત્રણ સાધ્વીઓ – (પંજાબના સુવ્રતાશ્રીજી અને સુપ્રશાશ્રીજી તથા સુયશાશ્રીજી જેઓ કચ્છના કુંદરોડી ગામના છેડા કુટુંબનાં હતાં.) – પાસે આ કામ કરાવવું જોઈએ.'' આ સાધ્વીજીઓ સંસ્કૃત, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષા બોલી શકતાં, પણ લખતાં-વાંચતાં ન આવડે. મેં સૌ પ્રથમ લેખન-વાચન શીખવાની વાત કરી. પછી લિપિ શીખવા જણાવ્યું; જેથી ભંડાર માટે પોતાની હંમેશાં જરૂર ન રહે. તેઓને તે માટે લિપિ શિખવાડી, પ્રત પર રેપર ચઢાવતાં શીખવ્યું. કાર્ડ બનાવતાં શીખવ્યું. ત્રણેક વર્ષ કામ ચાલ્યું. શ્રેણિકભાઈ શેઠને જાણ કરીને, સંમતિ લઈને ત્યાં
.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૫૫
www.jainelibrary.org