________________
કૃતિમાં દંડને સ્થાને બે ટપકાં છે તે નોંધવું. બીજી વાત “આંકણી' અંગે નીકળી. પ્રસ્તુત કૃતિમાં ‘રતનગુરુ ગુણ મીઠડા રે, ધ્રુવપદ દોહરાવવાનું હોય ત્યાં રતનગુરમીલ૦, રતનગુરુ, રતન અને રત. એમ ક્રમશઃ શબ્દો ઓછા થતા જણાયા. આના લિવ્યંતરમાં માત્ર “રતન’ એમ દરેક સ્થાને જણાવો તો ચાલે એમ દાદાએ જણાવ્યું.
રોજેરોજ કરેલું લિવ્યંતર દાદા પાસે હું સુધરાવતી. આજે લિયંતર સુધરાવવાની કામગીરી શરૂ થાય એ પહેલાં મેં દાદાને કહ્યું:
દાદા, આ તમે જે કાઠિયા'ની વાત કરી હતી કે, તે કોણ જાણે, મારા જીવનમાં હંમેશાં આવ્યા કરે. છે. કશુંક કરવાનું ચોક્કસપણે નિરધારું છું અને અંતરાય આવે છે.
દાદા : (મીઠું હસીને) કયો કાઠિયો નડે છે? કે તેરેતેર નડે છે ? મેં હસીને કહ્યું :
“તેરેતેર નડતા લાગે છે." પછી ઉમેર્યું “પછી બહુ (distrub) ડિસ્ટર્બ રહેવાય છે." જવાબમાં દાદાએ કર્મનો સિદ્ધાંત કહ્યો. દાદા : “બંધ સમયે ચિત્ત ચેતીએ
ઉદયે શો સંતાપ ?” પાછળથી દાદા પાસે માંગીને એમની “
ખિસ્સા ડાયરી” જોઈ ત્યારે તેમાં આ બે પંક્તિઓ લખાયેલી જોવા મળી હતી. ડાયરીમાં લખાયેલાં અવતરણોને દાદા વાંચતા હોય તેવું ઘણી વાર મેં જોયું છે.) દાદા થોડી વાર પછી બોલ્યા: “ભોગવી લેવાનું. જે આવે તે બધું જ ભોગવી લેવાનું. તમને ૬૦ વર્ષ તો થયાં, હવે શાનું ડિસ્ટર્બ થવાનું ?”
મેં કહ્યું: “દાદા, અંદરથી તો હજુ ૧૨ વર્ષની જ રહી હોઉં તેમ જણાય છે. આ સાંભળી શ્રી ધુરંધરવિજયે સરસ મજાક કરી.
“શરીર જ મોટું થયું છે, નહિ ?” અમે સૌ હસી પડ્યાં.
દાદાના ટેબલની પાછળ દૂર પાટ પર મહારાજશ્રી પ્રતો જોઈ રહ્યા હતા, એટલે દાદાનું મોં એમની સામે ન હતું. દાદા ખુરશી પર બેઠા હતા છતાં બન્ને વચ્ચે વાતો ચાલ્યા કરતી હતી. એમાં શ્રી ધર્મધુરંધરવિજયજીએ જેસલમેરના કોઈ મહેલમાં તાડપત્રો છે તેવી વાત કોઈની પાસેથી સાંભળેલી તેની વાત દાદાને કરી. ભંડારની કોઈ વાત આવે કે મુનિશ્રી પુણ્યવિજયજીની વાત એમના દ્વારા કે બીજા દ્વારા થતી હોય ત્યારે દાદા જોવા જેવા હોય ! વાણીમાં અને શરીરમાં એટલો તો ઉમંગ અને ઉત્સાહ વરતાય ! અત્યંત ચેતનવંતા – જોસભર્યા દાદાનું આ સ્વરૂપ નિહાળવું એ પણ એક લ્હાવો છે. એમનું રોમેરોમ આ વખતે પુલકિત થતું તમે જોઈ શકો ! આજે તાડપત્રોની વાત સાંભળી કે આમ જ થયું. ફટાક કરતાકને દાદા સ્પ્રિંગ છૂટે અને ઊછળે તેમ ખુરશી પરથી ઊઠતાકને મહારાજ સાહેબની પાટ પાસે જઈ પહોંચ્યા. ત્યાં ખુરશી લીધી અને બેઠક જમાવી દીધી.
ત્યિાં થયેલી વાતો દૂરતાને કારણે હું પૂરી સ્પષ્ટ સાંભળી શકી ન હતી.]
કનૈયાલાલ મહારાજ સ્થાનકવાસી સાધુ. દાદા એમની સાથે આગમનું કામ કરતા. દાદા આગમના પાઠભેદો હોય તે એમને લખાવતા. દાદા એમના વિશે કહે : સ્થાનકવાસીઓ ૩૨ આગમોમાં માને છે પણ કનૈયાલાલ મહારાજ ૪૫ આગમોને માનતા. કામ કરતાં કરતાં હળવાશ અનુભવાય તેવી વાતો તેઓ કરતા
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org