________________
થોડી વાર પછી વાતોનો વિષય બદલાયો. વાતમાંથી વાત નીકળી અને પ્રદેશ પ્રદેશે જમવામાં રોજની વાનગીઓમાં ફેરફાર જોવા મળે તેની વાતો થઈ. દાદા કહે : “રાજસ્થાનમાં મગની દાળનો ચાલ જોવા મળે. ગુજરાતમાં તુવેરની દાળનો
ચાલ. ગુજરાત-રાજસ્થાન તો એકદમ નજીક છે. “આમ કેમ' એવું મનમાં
થયા કરે. જેસલમેર રહ્યો ત્યારે એનો જવાબ મળી ગયો.” રસીલા : શું જવાબ મળ્યો ? દાદા : પાણી વરમ. ત્યાનું પાણી એવું કે તુવેરની દાળ ચઢે નહિ. હું અહીંથી ત્યાં
ગયો ત્યારે મારી સાથે મણ જેટલી તુવેરદાળ લઈને ગયેલો ! કેટલું કરીએ પણ દાળ ચઢે જ નહિ. થાકીને, બધી દાળ ચકલાંને ‘ચણ' તરીકે નાખી
દીધેલી. એક વાર, ચિતોડમાં હતો ત્યારે, દાળઢોકળી ખાવાનું મન થયું. બહુ પ્રયત્નો છતાં તુવેરની દાળ ચઢી નહિ એટલે લોટો લઈને દાળ ભાંગવા બેઠેલો !
(આટલું કહી, દાદા હસી પડ્યા.) મને આ પ્રસંગ સાંભળીને યાદ આવ્યું કે દર વર્ષે મારા જન્મદિન નિમિત્તે દાદાને મારે ત્યાં જમવા બોલાવું. આવે ત્યારે જમ્યા પછી પણ પાંચ-છ કલાક બેસે અને અમને બન્નેને દાદાની જ્ઞાન-ગોષ્ઠિનો લાભ મળે. અમેરિકા ગઈ ત્યારે મારી વર્ષગાંઠ ત્યાં ઊજવાઈ ગઈ એટલે એક વર્ષ દાદાને પાછળથી, આવ્યા બાદ બોલાવેલા. દાદાએ ત્યારે મને દાળઢોકળી બનાવવાને ખાસ જણાવ્યું હતું. દાળઢોકળી એ દાદાની પ્રિય વાનગી એની જાણ મને ત્યારે થયેલી !
તા. ૧૯-૧૨-૨૦૦૨
રતનગુરુરાસ ધોરાજીમાં લખાયો તેવી નોંધ કૃતિને અંતે છે. ધોરાજી શબ્દ પરથી દાદાએ વિશિષ્ટ શબ્દપ્રયોગો કહ્યા તેની નોંધ નીચે કરું છું :
ઘરની ધોરાજી હાંકે છે ઘરની ગાયકવાડી ચલાવે છે.
પાલનપુરની પડી. પહેલાં કૉર્ટ પાલનપુરમાં હતી તેથી મુદત પડે એ માટે આવો પ્રયોગ વપરાતો થયેલો. પાછળથી કોર્ટ રાધનપુરમાં ખસેડાયેલી.)
મેં પ્રતપરિચય તૈયાર કરેલો તે નોંધ જોઈને, દાદાએ તે નોંધ ઓ.કે. કરી. “અંચલગચ્છ દિગ્દર્શનમાં પુણ્યસાગરસૂરિ વિશે જોઈતી માહિતી ન મળી...
આજે દાદા સાથેની વાતોમાં જાણવા મળ્યું કે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું લાંછન સ્વસ્તિક છે પણ તેના પર ક્યારેક એક, પાંચ કે નવ ફણા હોય છે. શ્રી પાર્શ્વનાથની ફણા ત્રણ, સાત, અગિયાર કે એક હજાર હોય છે. તેમનું લાંછન સર્પ છે.
દી
૭૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org