________________
કામ મોહનલાલ દલીચંદે કર્યું. એમાં એમણે ગુજરાતી ગ્રંથો પણ લીધા. નોંધોમાં એમણે સંવતો, કર્તા, રચના તથા કૃતિના આદિ તથા અંત લખ્યા. પ્રશસ્તિ પણ નોંધી છે. કયા ગામમાં તે કૃતિ જોઈ છે તેની નોંધ પણ છે. શ્રી જયંતભાઈ કોઠારીએ આ જ કામની સંશોધિત આવૃત્તિ ૧૦ ભાગમાં કરી. શ્રી મોહનભાઈ દેસાઈએ આ ઉપરાંત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભાગ-૧-૨-૩ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ – લખ્યા. સમયનિર્ધા૨ણામાં દેશીઓ ઉપયોગી હોવાથી મોહનભાઈએ પોતાની કૃતિમાં દેશીઓની યાદી પણ આપી છે.
શ્રી મોહનભાઈએ આ ગ્રંથની ઇન્ડેક્ષ લખ્યા બાદ એક દુર્ઘટના ઘટેલી તેની નોંધ મૂકી છે. પૌત્રીના હાથે કાગળો પર દીવો પડ્યો. નોંધો બળી ગયેલી. ફરીથી કામ કરેલું !! - આ ગ્રંથની ટીકા થાય છે કે તેમાં દેરાવાસીની જ નોંધ છે, સ્થાનકવાસીના ગ્રંથોની નોંધ નથી... પણ વ્યક્તિએ એકલહાથે જેટલું કામ કર્યું તે મોટી વાત છે.
વળી, આજે દાદાએ કેટલાંક પુસ્તકો મારા કામના સંદર્ભે અનુકૂળતાએ જોતા રહેવાનું સૂચવ્યું. આ પુસ્તકો નીચે પ્રમાણે છે :
(૧) પ્રબંધ પારિજાત શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ સાહેબ. આમાં શ્રેષ્ઠીઓના જીવનપ્રસંગો છે. ઐતિહાસિક માહિતી લેખે કામ લાગે.
(૨) પટ્ટાવલિયપરાગસંગ્રહ : શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ
(૩) જિનપૂજાપદ્ધતિ : શ્રી કલ્યાણવિજયજી મહારજ.
(૪) ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧થી ૪
શ્રી કલ્યાણવિજયજી મહારાજ બાપજી મહારાજના શિષ્ય હતા. પાછળથી તેઓએ ઝાલોરમાં જીવન વ્યતીત કર્યું. તેમણે લખેલી નોંધો અમૂલ્ય હતી. તે નોંધો ક્યાં હશે તેની જાણ નથી. પણ ભંડાર એલ. ડી. ઇન્ડોલૉજીમાં આવેલો એવી વિશેષ માહિતી પણ દાદાએ આપી.
તા. ૨૩-૧૨-૨૦૦૨
આજે દાદાએ એમના રઝળપાટભર્યા જીવનમાં બનેલો એક પ્રસંગ કહ્યો. મને રમૂજ થઈ.
“જેસલમેરમાં હું હતો ત્યારે એ જમાનામાં વાહન-વ્યવહારનાં અન્ય સાધનો ન હતાં. ઊંટ ટ્રાન્સપોર્ટનું એકમાત્ર સાધન. જેસલમેરથી ૧૩ કિ.મી. દૂર બ્રહ્મસર' આવેલું. હું ત્યાં દેરાસર દર્શન-પૂજા વાસ્તે ઊંટ ૫૨ બેસીને ગયેલો. મારી સાથે પ્યારેલાલ હતા. અમે દેરાસ૨માં દર્શન કરતા હતા ને ઊંટવાળાની જબરદસ્ત મોટી બૂમ સંભળાઈ : મેરા ઊંટ ભાગ ગયા. મેં જાતા હૂઁ.....એ તો આમ, અમને રણમાં મૂકીને જતો રહ્યો, હવે અમારું શું ? શું કરીશું ? કેમનું પાછું જવાશે ? – આમ, અમે તો વિમાસણમાં મુકાઈ ગયા. રણમાં દૂરદૂરથી દેખાતું હોય છે. અમને અમારો ઊંટવાળો દોડતો દેખાય. એ જોઈ જોઈને ઊંટ પણ વધુ ઝડપે દોડતો દેખાઈ જાય, થયું : ‘પાકિસ્તાન તો નહીં પહોંચે ને ?”... ખાસ્સા સમયે આખરે એ ઊંટને પકડી લાવ્યો અને અમે નિરાંતનો દમ ખેંચ્યો.
ત્યારબાદ મેં કહ્યું : “આજે મારો મૂડ નથી. કશામાં ચિત્ત લાગતું નથી.
દાદા બોલ્યા : “મૂડ કેમ ન રહે ? મન તમારું છે ને ? બીજાનું થોડું છે ? મન વશમાં કેમ ન રહે ? જુઓ-મનને તો ફરવાની ટેવ. યોગશાસ્ત્રોમાં લખ્યું છે : ચિત્તવૃત્તિનિરોધ: યોગ: ।' પણ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે સંકલ્પ-વિકલ્પ એ તેનો સ્વભાવ છે.” વળી દાદા બોલ્યા : “મારી ટેવ એવી છે કે મનને કામે
૭૪
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org