________________
પછી આર્યાવર્ત શબ્દ સમજાવ્યો. આર્ય+આવર્ત. આવર્તનો અર્થ જ ચુંબકીય ક્ષેત્ર-મેગ્નેટિક ફિલ્ડ. આર્યાવર્તમાં ચુંબકીયક્ષેત્ર જોરદાર છે.
નદી પણ આવી જ જળયોનિ છે એ જણાવતાં કહે : “નદી મૂળમાં નાની છે. અંતે જતાં ખૂબ પહોળી બને છે. પૃથ્વીમાં ૧૪૦૦૦ સ્રોત છે. ઝરા છે. નદીના વહેતા પાણીથી સેલ ફૂટે છે. જળની યોનિ બને. ઉત્પાદન થાય એટલે શતસહસ્ર બની જેમ પાછું મળે, તેવું પાણીનું સમજવું.
આમ આજે શાસ્ત્રવિદ્યા અને વિજ્ઞાનના સુમેળની સારી વાતો જાણવા મળી.
તા. ૯-૧૨-૨૦૦૨
આજે ઘણા દિવસ પછી ઇન્ડોલૉજી જવાયું. જઈને જોયું તો દાદા એમના કામમાં વ્યસ્ત હતા. પોતાનાં લખાણોનો જૂનો ખજાનો ખોલીને જોઈ રહ્યા છે. મને આવેલી જોઈને, એમાંથી થોડાક ગૂઢલિપિના કાગળો મને બતાવ્યા. મૂળદેવીનો કક્કો બારાખડી એમાં હતાં. અન્ય ગૂઢલિપિને ઉકેલવાના કરેલા પ્રયત્નોના કાગળો દેખાડ્યા. એક કાગળ બતાવીને કહે : ‘કનુભાઈ શેઠે લિવ્યંતર કરેલ પણ એનો કશો અર્થ બેસતો ન હતો. છપાયેલ એ પ્રતને મેં હાથ પર લીધી અને એના ગૂઢાક્ષરો પ્રયત્નથી ઉકેલેલા. આ એનો કાગળ છે. વળી શ્રી પ્રદ્યુમ્નવિજયે આપેલ એક કાગળ બતાવ્યો.' આમ બતાવવા જેવું લાગે તો દાદા બતાવતા, ફાઈલમાંના કાગળ જોતાં – હજુ આ કામ કરવાનું છે, આ ક૨વાનું છે – એમ બોલ્યા ત્યારે મને થયું કે જાણે કે દાદાને હવે બાકી રહેલાં, કરવા જેવાં કામો પતાવવાની અધીરાઈ આવી છે. થોડી વારે કહે : “નિર્પ્રન્થ માટે એક લેખ લખવો છે.' વળી થોડી વારે મને કહે : આપણે પેલું લિપિ વિશે પુસ્તક લખવું છે તેમાં પ્રસ્તાવનામાં આટલી વાત મૂકવી છે એમ કહી, પ્રસ્તાવનામાં પોતે શું લખવા ધારે છે તે જણાવ્યું અને મને કહે : “તમે ‘લેખનકળા'માંથી થોડું વાંચીને પછી મેં કહ્યું તે, જો લખી શકો તો લખી આપજો.’’
રિસેસ પડી. હું હોઉં ત્યારે ઘણુંખરું દાદા ચા નીચે જ મંગાવી લેતા. ક્યારેક ઉપર પણ જતા. આજે અમે બન્ને ઉપર ગયાં. પં. રૂપેન્દ્રકુમાર પગારિયાએ દાદાને બે હસ્તપ્રતોની વાત કરી, જેમાં એક હસ્તપ્રતમાં તાજિર એટલે જ્યોતિષની વાત હતી. બીજીમાં કંઈક બીજો વિષય તથા અન્ય થોડાંક ફુટકળ હતાં.
અમૃતભાઈના પિતા મોહનભાઈ. મોહનભાઈના પિતા ગિરધરભાઈ હેમચંદ ભોજક, ગિરધરભાઈ પાસે હસ્તલિખિત પ્રતો હતી. તેઓ પાટણમાં વાગોળના પાડાના મહોલ્લામાં રહેતા. દાદા પણ ત્યાં રહેતા. મોહનભાઈને એક એવી ટેવ કે જે સ્થળે પ્રતિષ્ઠા હોય કે જીર્ણોદ્ધાર પ્રસંગ ઉજવાતો હોય ત્યાં ત્યાં એ જ દેરાસરનું મળે તો પ્રાયઃ એ જ અથવા એવા પ્રકારની યાદગીરીરૂપ લખાયેલું સ્તવન હસ્તપ્રતોમાંથી શોધી કાઢીને, એનું લિવ્યંતર કરીને એ સ્થળે મોકલતા. એવાં લિવ્યંતરો એમના દીકરા અમૃતભાઈ ભોજક પાસે સચવાયેલાં હતાં. તે લિવ્યંતરો પૈકીમાંથી ચાર લિવ્યંતરો – ચોકસીની પોળ (ખંભાત)ના દેરાસરનાં બે સ્તવનો, શ્રી સ્તંભતીર્થ તીર્થમાલ સ્તવન તથા લોદરવા પાર્શ્વનાથનું સ્તવન – મને જોવા માટે આપેલાં. આ કૃતિઓની સાલો જોતાં, મને દ્વિધા ઊભી થઈ અને તે સંદર્ભમાં દાદા સાથે કેટલીક ચર્ચાઓ થઈ.
તા. ૧૩-૧૨-૨૦૦૨
‘રતનગુરુરાસ’ કૃતિનું સંપાદન કરી રહી હતી ત્યારે દાદા પાસે માર્ગદર્શન મેળવવા કેટલીક ચર્ચાઓ આજે થઈ. સામાન્ય રીતે પ્રતમાં કડી પૂરી થતાં, આપેલા અંકની આગળ-પાછળ દંડ કરવાનો ચાલ હોય છે. એને બદલે આ રીતમાં ફેરફાર હોય તો પ્રસ્તાવનામાં જણાવવું જરૂરી એમ દાદાએ મને સૂચવ્યું. પ્રસ્તુત શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org