________________
તેનો એક નમૂનો તેઓએ કહ્યો. દાદા કહે : શબ્દ આખો લખવાને બદલે પહેલો શબ્દ કે અક્ષર લખી શૂન્ય કરવાની રૂઢિ હતી. હું લખાવતો ત્યારે જ્યાં આ રીતે લખાયું હોય ત્યાં હું શબ્દ કે અક્ષર બોલી શૂન્ય હોય તો “શૂન્ય” એમ બોલતો. એક વાર શ્રી કનૈયાલાલ મહારાજ હસીને કહે : “આમ ને આમ આગમો શૂન્ય થઈ જશે. હું !”
તા. ૧૬-૧૨-૨૦૦૨
આજે રોજ કરતાં ઇન્ડોલૉજીમાં વહેલી પહોંચી હતી એટલે કે બપોરે ૧૨ વાગે પહોંચી. થોડીક પ્રાસંગિક વાત થયા બાદ દાદાએ કહ્યું : “દીપ્તિ-પ્રજ્ઞાશ્રી ઓપેરા દેવીકમલ ઉપાશ્રયમાં આવ્યાં છે. ત્યાં નજીકમાં નેમિનંદન ભંડાર છે. એમાં ડૉ. ભાયાણીનો પુસ્તકભંડાર, શ્રી શીલચંદ્રસૂરિજીનો ભંડાર તથા અન્ય બીજાં મુદ્રિત પુસ્તકો છે. આ ભંડારને વ્યવસ્થિત કરવાનો છે. મેં સૂચન કર્યું છે કે પહેલાં બાંધેલી પોથીઓનું કામ શરૂ કરો. એનાં કાર્ડ હું બનાવી આપીશ.'
જૈન ગુર્જર કવિઓમાંથી થંભણ તીર્થમાલ-સ્તવન’ની કર્તાવિષયક માહિતી (અંચલગચ્છના પુણ્યસાગરની માહિતી) શોધતાં શોધતાં મોહનલાલ દલીચંદ વિશે મેં વાત કરી. એમના આવા ભગીરથ કાર્ય અંગે મેં દાદા સમક્ષ અહોભાવ પ્રગટ કર્યો. દાદાએ જણાવ્યું કે તેઓ મોહનભાઈને મળ્યા નથી. પણ એમની દીકરીને મળ્યા છે. દીકરી મુંબઈના ફોર્ટ વિસ્તારમાં રહે, અમે ત્યાં કામ કરતા ત્યારે એ એના દીકરા સાથે આવતી. કામ કરતા અમારા સૌના ટેબલ પર તે દીકરા પાસે ચોકલેટો મુકાવતી.
જૈન ગુર્જર કવિ ભાગ-૪ પૃ. ૨૩૮ પર પુષ્પસાગરના શિષ્ય મોતીસાગરે ખાપરા ચોરનો રાસ લખ્યો છે તેવી વિગત હતી. એ વાત પરથી દાદાએ ખૂબ જ મજેદાર શૈલીમાં ખાપરા ચોરની વાત મને કરી. વાતોમાં ખાપરો ચોર શેઠની કન્યાસહિત ૯૦૦ કન્યાનું અપહરણ કરે છે તે વાત આવી એટલે દાદા કહે : મારી દીકરીના દીકરાને મેં આ વાત કહી ત્યારે એણે પ્રશ્ન કરેલો કે ૯૦૦ કન્યાના ટોળાને ઉપાડી જાય અને ખબર ન પડે એવું તો કેવી રીતે બને ? એટલે મેં વાર્તા બદલી. કહ્યું : ખાપરો મંત્ર જાણતો હતો તેથી તેને મંત્રબળે કન્યાઓના મગ બનાવી દીધા અને મગની પોટલી ભરી એ જતો રહ્યો. આખી વાત પૂરી કર્યા પછી દાદા મને કહે: “મેં તમને કેમ વાર્તા કીધી એ ખબર છે ?
ના.” મેં જણાવ્યું.
દાદા: હું વાત ભૂલી ન જાઉં ને એટલે. પ્રસંગોપાત્ત વાર્તા કહેવાથી તે સારી રીતે યાદ રહે છે. નિોંધ: વિસ્તારભયે દાદાએ કહેલી આવી વાર્તાઓનો હવે હું માત્ર ઉલ્લેખ જ કરીશ.]
ત્યારબાદ, દાદા ટેબલ પર પડેલ તૂટક પુસ્તકોના રોજિંદા કામમાં વ્યસ્ત બન્યા અને હું વાંચવાના કામમાં લાગી. ફૂટકળ જોતાં કશુંક રસપ્રદ હોય તો દાદા મને બતાવે. આવું એક પાનું આવ્યું. મને પૂછે : જાણો છો ચણોઠને ?' મેં હા પાડી અને કહ્યું : લાલ હોય. માથે કાળું ટપકું હોય એ જ ને ? દાદા કહે : સુવર્ણનો વજનમાં પહેલાં ચણોઠી વપરાતી. ચણોઠીભાર વજન એટલે રતિભાર વજન. આ પ્રત જુઓ. એમ કહી પ્રત વાંચવા આપી. એમાં ચણોઠી અને સુવર્ણનો ઝઘડો વર્ણવેલો હતો, “શા માટે ચણોઠીનો ઉપલો ભાગ કાળો
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org