________________
ગયેલો. મારે આ કામ અંગે વારંવાર દિલ્હી જવાનું થતું. બે વાર પ્લેઈનમાં ગયો હતો. મારવાડીઓ ગાડી લઈને ઘેર આવે અને ઘેરથી જ કપડાંની બૅગ લઈને (બીજું તો સાથે શું હોય ? !) ઊપડવાનું હોય.
છેલ્લે કામ પતવા આવ્યું ત્યારે સળંગ ૯૬ દિવસ રહેવાનું જરૂરી બનેલું. આટલા બધા દિવસ એક સાથે રહેલો એટલે શ્રેણિકભાઈએ ખૂબ જ પ્રેમપૂર્વક ટકોર કરેલી કે “આપણું (ઈન્ડોલૉજીનું) કામ શું પૂરું થઈ ગયું છે ?”
કેટલૉગ બનાવવાની પદ્ધતિની જે તૈયાર નોંધોનો કાગળ અમને (દીપ્તિપ્રજ્ઞાશ્રીજી, ચારશીલાજી, તથા હું થોડા દિવસ પહેલાં બતાવીને ચર્ચા કરી હતી તે બધી નોંધો અહીં દિલ્હીમાં દાદા કામ કરતા હતા, ત્યારે તૈયાર થયેલી. ત્યાંની સાધ્વીજીઓ અને શ્રાવિકાઓએ દાદાની સૂચના પ્રમાણે અતિ ચીવટથી, ખંતથી અને - ચોકસાઈથી કામ કરેલું. થોકડીઓ પરની ધૂળ ઝાપટ મારીને નહિ પણ બારીક કપડાથી લૂછીને સાફ કરાતી,
જેથી કોઈ પણ હસ્તલિખિત ગ્રંથને નુકસાન ન થાય. દાદાએ ત્યાં થયેલા કામની ખૂબ જ પ્રશંસા કરી અને કામ અંગેનો ખૂબ જ સંતોષ પણ પ્રગટ કર્યો. દાદા કહે :
જે કામ હું ક્યાંય નથી કરી શક્યો તે હું અહીં દિલ્હીમાં કરી શક્યો છું. કારણ કે અહીં બધા ભંડારો એકસાથે આવેલા. (એલ. ડી.માં ભંડારો સમયાંતરે આવ્યા કર્યા છે.) તેથી કામનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ શક્યું. બીજું, હું અહીં માર્ગદર્શક રહ્યો છું. કામ કરનારાં ત્રણ સાધ્વીજીઓ જ મુખ્ય હતાં. ત્રીજું, શ્રાવિકાઓની શ્રુત-ભક્તિ પ્રશંસનીય હતી. રાત-દિવસ આ બધાંએ ભેગા મળીને કામ કર્યું છે. મારી સૂચના પ્રમાણે ખૂબ જ ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામ કર્યું. જાણે કે પ્રેસમાં છાપ્યું હોય તેવું સુઘડ અને વ્યવસ્થિત કેટલૉગ બન્યું.”
દાદા આ વિશેનો એક પ્રસંગ ટાંકે છે : મેં રેપર પર ખૂણામાં નંબર લખી, એ જ રીતે લખવાનું સૂચવેલું. ફરી જ્યારે ગયો ત્યારે મેં જોયું કે બધી જ થોકડીઓમાં નંબર બરોબર એ જ રીતે – જરાય ઊંચો કે નીચો ન હતો. આવું કેવી રીતે કર્યું તેવો પ્રશ્ન મેં પૂછયો તો જાણવા મળ્યું કે બીજું રેપર કાપીને નંબર જે સ્થાને આવે તેટલો ભાગ ગોળ કાપી લીધેલો. નંબર જ્યારે લખાય ત્યારે પેલું કાણાવાળું રેપર ગોઠવી દે એટલે બરાબર એ જ સ્થાને નંબર લખાય, આ યુક્તિ જાણીને હું ખુશ થઈ ગયો.
પ્રશ્ન : દાદા, મૃગાવતી શ્રીજી મૂળ પંજાબનાં ? દાદા : ના. આમ તો એ ગુજરાતનાં. જામનગર પાસેના એક ગામનાં. ખૂબ જ
હોશિયાર. શીખોની વચ્ચે ફર્યા હતાં તેથી પંજાબી સારી રીતે લખી-બોલી
શકે. સાધ્વીશ્રી શીલવતીજી એમનાં માતુશ્રી થાય.. આટલો પરિચય આપતાં દાદાને કાંગડાના જૈનમંદિરની વાત યાદ આવી અને એ પ્રસંગ કહેવા લાગ્યા :
મૃગાવતીશ્રીજીના હાથમાં એક વાર મુનિશ્રી જિનવિજય સંપાદિત ‘વિજ્ઞપ્તિત્રિવેણી' નામનું પુસ્તક હાથ આવ્યું, વાંચ્યું. તેમાં કાંગડામાં જૈનમંદિર હોવાની વાત હતી. શ્રી શીલવતીજીને સાથે લઈ તેઓ તો ઊપડ્યાં કાંગડા. “વિજ્ઞપ્તિત્રિવેણી'માં વર્ણન હતું એ સ્થળ જોયું. એ વેળા ત્યાં માતાજીનું મંદિર હતું. દર વર્ષે ત્યાં શીતળામેળો ભરાતો. મૂર્તિની ઉપર સિંદૂર ચઢાવેલું. અંદર મૂર્તિ ભગવાનની પણ ખંડિત બારશાખ વગેરે જોયું તો જૈન કોતરણીયુક્ત. મોગલકાળમાં આ મૂર્તિ ખંડિત થઈ હશે તેવું અનુમાન કર્યું.
બન્નેએ મુંબઈમાં કસ્તૂરભાઈ શેઠને વાત કરી. શેઠે જણાવ્યું કે હવે કશું ન થઈ શકે. સાધ્વીજીઓને છતાં મનમાં ઊડ્યું : ગમે તેમ, આપણે બન્નેએ પ્રયત્ન કરવો.
૫૬
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org