________________
બન્ને કાંગડા ફરીથી ગયાં. ચોમાસું કર્યું. ત્યાં જૈન વસ્તી બિલકુલ નહીં. જાહેર વ્યાખ્યાન ગોઠવ્યાં. આ સ્થળે સાધ્વીજીઓને સૂઝતી ગોચરી મળે નહિ એટલે માત્ર ચપાટી ખાઈને ચલાવી લેતાં. સૌને સ્પર્શે તેવી આત્માના કલ્યાણની વાતો વ્યાખ્યાનમાં કરે. એ વખતનો ત્યાંનો રાજા પણ વ્યાખ્યાન સાંભળવા આવે. મારો આશ્ચર્યસમેત પ્રશ્ન : રાજા પોતે વ્યાખ્યાને ?!'
દાદા : હા, અમે જેસલમેરમાં હતા ત્યારે ગિરધરસિંહજી રાજા મહારાજીનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. એ રાજા જ્યારે અવસાન પામેલા ત્યારે મેં પણ માથું મૂંડાવેલું. એ જમાનામાં રાજાનું અવસાન થાય એટલે સમસ્ત પ્રજા શોક પાળતી. એક વાળંદ માથાં મૂંડવાનું કામ કરે. પ્રજાજનો ત્યાં જઈ માથું મૂંડાવી આવે એવો રિવાજ હતો. દુકાનો આ શોકમાં દસેક દિવસ બંધ રહેતી. શોક ઉતારવાની પણ વિશિષ્ટ રીત. ધનિક વર્ગ શેઠિયાઓ બજારમાં આવે, નીચલા થરના વેપારીઓને અને ગલ્લાવાળાને હાથ જોડીને વિનવણી કરે કે પ્રજાને બહુ હાડમારી પડે છે તો હવે દુકાનો ખોલીને પ્રજાની મુશ્કેલી દૂર કરો. આ પછી, બજાર ખૂલે. છતાં મોટી દુકાનો તો મહિને દિ'એ ખૂલે !
આ વાતની સાથે સાથે દાદાએ પોતાને વિશેની એક રસપ્રદ વાત જણાવી. કહે : “જ્યારે હું જેસલમેર હતો ત્યારે દાઢી અને મૂછ રાખતો. વાળ પણ ખાસ્સા ખભે આવે એટલા વધારેલા ! આમ રાખવાનું ય કારણ હતું.” જેસલમેર એટલે રણ, ત્યાં રેતી ખૂબ ઊડે, ત્યાંનું પાણી ભારે. ન્હાવા માટે લોટો પાણી હોય, ચાર આનાનો એક ઘડો પાણી આવે. સાબુ લગાવો તોપણ માથું તો ચીકણું જ રહે. સનલાઈટ સાબુનુંય ફીણ
ન થાય.
પ્રશ્ન : તો દાદા માથું ગંદું ન લાગે ? વાસ ન આવે ?
દાદા :
(વળી પાછો મૃગાવતીશ્રીજી અને રાજાનો કિસ્સો ફરી સાંધ્યો.)
વ્યાખ્યાન સાંભળવા આવતો રાજા પ્રભાવિત થયો. મૃગાવતીશ્રીજીને પૂછ્યું : “કોઈ કામ હોય તો જણાવજો.'' સાધ્વીજીએ જૈનમંદિર બનાવવાની વાત કરી. હાલનું માતાજીનું મંદિર છે તેની બાજુમાં – રાજગઢીના કિલ્લામાં મંદિર બન્યું. તેમાં રાણકપુરની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ છે. આમ કાંગડા એ ફરીથી જૈનતીર્થ બન્યું.
Jain Education International
રેત ભરેલી જ હોય ને? સાબુ વિના જ સાફ થઈ જાય. પસીનાથી જ નાહી લેવાય, કામ કરવા બેસીએ ત્યારે ટુવાલ સાથે લઈને જ બેસીએ માથામાં – વાળમાં કાંઈ થયું નથી, નહિતર આટલું રોકાયા હોત ? તો તો આવતા જ રહ્યા હોત, પણ કંઈ થયું નથી અમને.
#
પ્રશ્ન : દાદા :
દાદા, આજે મૃગાવતીશ્રીજી વિદ્યમાન છે ?
ના, કાળધર્મ પામી ગયાં. હતાં ત્યારે પત્રો લખતો. પણ હવેથી કોઈની ય સાથે કા૨ણ હોય તો જ પત્ર લખાય છે. હમણાં જ કારણવશાત્ જંબૂવિજયજીનો પત્ર હતો અને મેં જવાબ લખેલો.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org