________________
કલ્યાણજીની પેઢી તરફી આવેલો. (૬) ઉજમફઈની ધર્મશાળાનો ભંડાર (૭) આંબલીપોળના ઉપાશ્રયનો થોડોક ભંડાર. (૮) જેસિંગભાઈની વાડીમાં એક ઘર હતું. આ મકાનનું એક બારણું જયંતિ દલાલનું પ્રેસ હતું ત્યાં પડતું
હતું. એ ઘરનો ભંડાર. (૯) સોદાગરની પોળનો વૈરાટીનો ત્રીજે માળે રહેલો ભંડાર. (૧૦) દેવસાના પાડાનો દયાવિમલનો ભંડાર. બે ભંડાર હતા. એમાંથી મહેન્દ્ર-વિમલનો ભંડાર ત્યાં
રહેલો. (૧૧) લવારની પોળનો ભંડાર. આ ભંડાર નીતિસૂરિવાળા મોતીવિજયનો હતો. હજુ ત્યાં સંઘનો પોતાનો
ભંડાર છે જ. (૧૨) ફતાસાપોળમાં એક બહેન તરફથી સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર મળેલું - બહેન આપવા આવ્યાં ત્યારે
કસ્તૂરભાઈ શેઠે કહેલું : “કીમતી છે. વિચાર કરીને આપજો.’ બહેન : મને આ કોઈ સાધુ ભગવંતે સાચવવા આપેલું હતું. આપ્યા પછી એ પાછા આવ્યા જ નથી,
એમના કોઈ સમાચાર પણ નથી. હવે મારે એને સાચવવું નથી. (૧૩) ભઠ્ઠીની બારીનો ગોધાવીવાળો ભંડાર - પુણ્યવિજયજીનાં) મહારાજનાં બા કીર્તિમુનિ અને
લલિતમુનિના સંઘાડામાં દીક્ષિત થયેલાં. અહીંનો ભંડાર તેઓનો હતો. પુણ્યવિજયજીએ દીક્ષા
વલ્લભસાગરમાં લીધી હતી. (૧૪) ભરૂચનો ભંડાર : અહીં સંઘ ઘણો મોટો હતો છતાં આપેલો ! (૧૫) પાલનપુરનો ડાયરાનો ભંડાર : જોકે, પાછળથી એ લોકોએ આ ભંડાર પાછો લેવા મહેનત કરી પણ
જાહેર ટ્રસ્ટ હોવાથી પાછો આપી શકાય નહિ તેવો કાયદો નડ્યો. (૧૬) ઝાલોરનો કલ્યાણવિજયનો ભંડાર (૧૭) જિનવિજયજીનો ભંડાર : જિનવિજયજીના કાળધર્મ પામ્યા બાદ એમનો અમદાવાદ ખાતે જે ભંડાર
હતો તે એલ. ડી.માં આવી ગયેલો.. (૧૮) વડોદરાના ઝવેરી (કદાચ... અંબાલાલ.)નો ભંડાર. (૧૯) ડભોડાના જૈનસંઘનો ભંડાર : ડભોડા પ્રાંતીજ બાજુ આવ્યું. (૨૦) રાધનપુરનો ભંડાર - ઓમકારસૂરીશ્વરનો હતો. (૨૧) સુરતનો ભંડાર - આ ભંડાર ચંદ્રોદયસૂરીએ આપેલો. (૨૨) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર.
(આમ, આટલાં નામો તો એકસાથે બોલી ગયા.) પછી બોલ્યા. હવે બીજાં નામો હાલ યાદ આવતાં નથી..
પ્રશ્ન : આ બધા ભંડારોમાં પુસ્તકો કે manuscripts હતી ? દાદા : આ બધા ભંડારો ભેટ તરીકે લીધેલા. એમાં મૂર્તિઓ અને ચિત્રો પણ ખરાં.
પુસ્તકો ઓછાં, manuscripts વધારે હતી. આ સંદર્ભે દાદાને એક પ્રસંગ યાદ આવ્યો. કહે : એક વાર શેઠ શ્રેણિકભાઈએ આપેલું કશુંક પાછું માગ્યું ત્યારે મેં જણાવેલું : શેઠશ્રી. મેં એ લેતી વખતે એની પાવતી આપી હતી. એમાં આપશ્રીની છે. આ તો પબ્લિક ટ્રસ્ટ છે તેથી પરત આપી શકાશે નહિ.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org