________________
હું શ્રી પુણ્યવિજયજીના હસ્તાક્ષરો જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. મને આ પુસ્તક આપતાં દાદાને આ પુસ્તક અપાયું તે ક્ષણો યાદ આવી ગઈ અને બોલ્યા :
મહારાજજીએ પુસ્તક આપ્યું ત્યારે એમની પાસે એમનો શિષ્ય બેઠેલો હતો. શિષ્ય તરત બોલી ઊઠ્યો : ઘેર જઈ વાંચજો.' શિષ્યના મનમાં કદાચ એમ કે અહીં વાંચશે તો કામ ક્યારે થશે ? મહારાજજી તરત જ બોલી ઊઠ્યા: ‘એ તો અહીં જ વાંચશે.” થોડીવાર પછી કહે: ‘ગાયને જેટલો ખોળ ખવરાવો તેટલું ગાય દૂધ વધારે આપે.”
‘આ અહીં કામ કરે છે. તેને જો આપણે કથાઓ વાંચવા ન દઈએ. જુદા જુદા કોશ ફેંદવા ન દઈએ, ચોપડીઓ ફંફોસવા ન દઈએ, તો એ વિદ્વાન કેમનો બનશે ? એ અહીં ન વાંચે તો ક્યારે વાંચે ? એનો આખો
તો અહીં જાય છે. નોકરીના સમય પછી એની પાસે શું બચે ? એને જેટલું આવડશે. જેટલું એ વિશેષ જાણશે એટલો એ આપણને જ કામ લાગશે.’
કોઈપણ રિસર્ચ ઇન્સિટટ્યુશન માટે બીજી હરોળ (કેડર) તૈયાર કરવાની આ કેવી મોટી ગુરુચાવી છે" - દાદા માટે મુનિશ્રી પુણ્યવિજયે કહેલી આ વાત સાંભળતાં હું વિચારી રહી. નોંધ : મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તાક્ષરવાળું પુસ્તક મને કાયમ માટે રાખવા મળે એવી પ્રબળ ઇચ્છા થઈ અને દાદાએ
મારી આ ઈચ્છા પૂરી કરી.
આ સંદર્ભે દાદા એક સંસ્થાની વાત કરવા લાગ્યા. ત્યાં દાદા લિપિ શીખવવા જતા. લિપિ શીખ્યા બાદ પુસ્તકો લખાવવાનું આયોજન હતું. લિપિ એકદમ તો ન આવડે. ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે. ત્યાંના સંચાલક તરફથી વિદ્યાર્થીઓને ત્યાં બેસીને પ્રેક્ટિસ કરવાની ના પાડી. સૌ વિદ્યાર્થીઓ કહેતા હતા કે ઘેર અમારાથી પ્રેક્ટિસ થતી નથી. એક વિદ્યાર્થીએ તો મોઢામોઢ સ્પષ્ટ જણાવ્યું કે આ ૬૦ વર્ષે ઘેર ક્યાંથી પ્રેક્ટિસ થાય ? એ તો અહીં જ સમય આપવો પડે. - ત્યાર બાદ દાદા મને કહે : સાચી વાત છે એની, નહિ ? એ લોકોનો ૧થી ૭નો સમય. કેટલાક તો બાપુનગરથી - નદી પાર સાયકલ પર આવે. કામના કલાકો ઉપરાંત એમના આવવા-જવાનો સમય ગણો તો એ કર્મચારીને એના પોતાના માટે કે એના કુટુંબ માટે કેટલો સમય બચે ?
મનમાં વિચારી રહી : “દાદા કેટલી તટસ્થતાથી આ બેઉ પ્રસંગો કહે છે ? તથ્યો સામસામાં મૂકી આપ્યાં. કોણે શું કરવું જોઈએ એની કોઈ ચર્ચા કે પિષ્ટપેષણ ન કર્યું. માત્ર અરીસો ધરી દીધો. તથ્યોમાંથી જે સાચ ઊભરે છે તે લેવું હોય તો લો.’
પ્રશ્ન : દાદા, બ્રાહ્મણોની સરખામણીએ જૈન ગ્રંથો વિશેષ જળવાયા છે. શા માટે
આમ બન્યું ? દાદ : મહાવીરની પરંપરામાં શ્રમણો પરિગ્રહી ન હતા. તેઓમાં જિનાલય કે
જ્ઞાનભંડારોનો વહીવટ શ્રાવકોના હસ્તક રહેતો. મોટે ભાગે વ્યવસ્થા કરનારા આ શ્રાવકો શ્રીમંત અને ધર્મનિષ્ઠ હતા. ક્યારેક તો એ પોતે મંત્રી પણ હોય. વળી, જૈન પ્રજા મુખ્યત્વે વ્યાપારી પ્રજા. જ્યારે ચડાઈ થાય કે તોફાનો થાય ત્યારે ગામેગામ ફરતા વેપારીઓ દ્વારા આવનારી આંધીનાં એંધાણ મળી જતાં. તેથી જિનાલયની મૂર્તિઓ કે જ્ઞાનભંડારના ગ્રંથોના રક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા થઈ શકતી. આજે પણ દટાયેલી સામગ્રી મળી આવે છે તે આ કારણે. ક્યારેક તો આખાં ને આખાં દેરાસર દાટી
૧૪
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org