________________
આ સંદર્ભે એમણે મને એક દૃષ્ટાંત કહ્યું :
લાકડાની પાટી ઉપરનું એક પુસ્તક હતું. તેની ઉપર સોળ વિદ્યાદેવીઓનાં ચિત્રો હતાં. આ ચિત્રો કેટલાં વર્ષ જૂનાં છે તે જાણવા માટે પાટીનો થોડોક ભૂકો પશ્ચિમની લેબમાં ટેસ્ટ કરાવવા મોકલ્યો. પાટીમાં અનુમાનથી ૧૨મી સદીનું હોવાનું લખેલું જ હતું. લેબનું તારણ પણ ૧૨મી સદી જ આવ્યું !
વળી, અતિ પુરાણી હોય તો તેમાં પશ્ચિમના લોકોને ય અનુમાન પદ્ધતિનો આધાર તો લેવો જ પડતો.
હોય છે.
દાદા આ વાત કહેતી વખતે પશ્ચિમની લેબોરેટરીની પ્રમાણભૂતતાનો અસ્વીકાર કરતા ન હતા. પૂર્વની અનુમાનપદ્ધતિ પણ સત્યની ઘણી નજીક હોઈ શકે છે. તે વાત પર તેમનો મુખ્ય ઝોક હતો. વળી, જ્યાં લેબ શક્ય નથી ત્યાં અનુમાન પદ્ધતિથી પણ પેલી પાટીની સંવત નક્કી થઈ શકી હતી. આવાં અનેક ઉદાહરણો તેમના ધ્યાનમાં આવ્યાં હતાં. દાદાને નવાંનો સ્વીકાર ખરો સાથે સાથે જે પ્રાચીન અનુભવસિદ્ધ જ્ઞાન છે તેનો પણ પૂરેપૂરો સ્વીકાર !
દાદા : બધે જ લેબોરેટરી ક્યાં કામ કરે ? વળી, લેબોરેટરીનાં જે તારણો હોય છે તે હંમેશાં સો ટકા કયાં હોય છે ? લાકડાનો કે કાગળનો ચોક્કસ સમય ક્યાં આપી શકે છે ?
અમદાવાદ, નારણપુરા મધ્યે આ. હેમચંદ્રસૂરિ તથા આ. પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રા હેઠળ શ્રી પ્રવીણભાઈ ભોગીલાલ આશારામ પરિવાર તરફથી તા. ૨૪-૧૦-૨૦૦૨ના રોજ જીવિત મહોત્સવ યોજાનાર હતો. તેમાં જ્ઞાનના સંરક્ષકો છે તેવા ગ્રંથપાલો, કેંટલૉગ બનાવનાર વગેરેનું સન્માન નિરધાર્યું હતું. તે નિમંત્રણ પાઠવતી કંકોતરી ટેબલ પર હતી તે મને બતાવી. આ દરમિયાન શ્રી જયેશભાઈએ (ઇન્ડોલોજીના કર્મચારી) આવીને પૂછ્યું : ‘કાકા, સન્માનમાં શું હોય ?'
દાદા :
આ વાત પરથી દાદાએ પોતાનાં થયેલાં સન્માનોની વાત કરી : ‘અત્યાર સુધીમાં મારાં ૧૨ સન્માન થયાં છે. ગિરધરનગરમાં રોકડ સાથે સોનાની ચેઇન હતી. પાલડીમાં ચાંદીનું શ્રીફળ મળ્યું હતું. બાકી એક વાર રૂ. ૧૧,૦૦૦, એક વાર રૂ. ૨૫,૦૦૦ અને એક વાર રૂ. ૫૧,000ની થેલી મળી છે. સાથે પાઘડી, દુપટ્ટો કે શાલ હોય જ. અત્યાર સુધીમાં આવાં સન્માનો દ્વારા આશરે બે લાખ રૂપિયા મને મળ્યા છે. નોંધ : ત્યારબાદ પણ દાદાનાં સન્માનો થયાં છે, જે આ ગ્રંથમાં આપેલ બાયો-ડેટામાં જોઈ શકાશે. બાયો-ડેટામાં જેની નોંધ નથી તે છેલ્લું સન્માન એમના આયુના છેલ્લા વર્ષે એમની સોસાયટીના રહીશોએ કર્યું હતું.
તા. ૧૬-૧૦-૨૦૦૨
૨૨
Jain Education International
યજમાન પગનો અંગૂઠો ધૂએ, ચાંલ્લો કરે, શ્રીફળ આપે, પાઘડી, દુપટ્ટો કે શાલ પહેરાવે. ભાવ હોય તો – તેટલા હાથમાં રોકડા મૂકે.
–
પ્રશ્ન : દાદા, કાલે દશેરાની રજાએ શું કર્યું ? દાદા : ઘેર જ હતો. ક્યાંય બહાર ગયો ન હતો. પ્રશ્ન : અહીંથી કશું કામ કરવાનું લઈ ગયેલા ?
દાદા : ના.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org