________________
પૃષ્ઠો આટલાં લાંબાં છે. એક જમાનામાં એની મોટી કિંમતે ખરીદવાની ઓફર હતી પણ સ્વીકારવામાં આવી ન હતી.”
ત્યારબાદ અમે તાડપત્રો જોયાં. એક છિદ્રવાળાં હતાં. બે છિદ્રવાળાં પણ હતાં. તેના પર લાકડાની સુંદર ચીતરેલી પટ્ટીઓ જોઈ.
મ્યુઝિયમમાં રાખેલ પાટણનું ઘરદેરાસર જોઈને મને ખંભાતનું અગરતગરનું દેરાસર યાદ આવી ગયું. બારીક કારીગરીવાળી લાકડાની ફ્રેમો જોઈ. આજકાલના બંગલાઓના સુશોભનમાં તેવી જોવા મળે છે. ગુલાલવાડી રસ્તા વચ્ચે રોપી! :
દાદા અમને જુદાં જુદાં વિજ્ઞપ્તિપત્રો દેખાડતા હતા. ચિત્રોમાં એક શોભાયાત્રા બતાવી પછી કહે : “તમે આ મંગલગીત સાંભળ્યું છે ? – “ગુલાલવાડી રસ્તા વચ્ચે રોપીએ રે,’ પછી કહે : “બોલો, ગુલાલવાડી રસ્તાની વચ્ચોવચ્ચ રોપાતી હશે? - જ્યારે હું આ ગીત સાંભળતો ત્યારે મને આવો વિચાર આવતો કે ગુલાલવાડી, રસ્તામાં વચ્ચોવચ્ચ કઈ રીતે રોપાય ? પણ જ્યારે મેં આ ચિત્રો જોયાં ત્યારે એનો જવાબ મળી ગયો. શોભાયાત્રામાં આવી ગુલાલવાડી હોય (ચિત્રમાં બતાવી કહે) તે આવું ચોરસ બગીચા જેવું, વાડી જેવું હોય, લોખંડનું હોય. હેરવી ફેરવી શકાય તેવું હોય તેમાં ગુલાબ અર્થાત્ ફૂલો રોપ્યાં હોય, શોભાયાત્રામાં ચાર જણા એને ચાર બાજુએથી ઊંચકીને ચાલે, બેન્ડ વાગે એટલે એ ગુલાબવાડી નીચે ઉતારી, ઊંચકનાર થોડો પોરો ખાય. આમ થાય ત્યારે એ દશ્ય રસ્તા વચ્ચે ગુલાલવાડી રોપી હોય તેવું જ લાગે ને ?” કાશીની કાવડ :
પછી આગળ જઈને કહે : જુઓ, આ ચીજ. એ “કાશીની કાવડ' નામથી ઓળખાય છે. લાલ રંગનું નાનું કબાટ હોય. અને બે બારણાં હોય. આખા કબાટમાં પૌરાણિક પ્રસંગો ચીતરેલા હોય. કાશીથી વેચાવા આવતું તેથી ‘કાશીની કાવડ' નામ પડ્યું. અદ્વીપ:
દાદાએ અદ્વીપનો પટ બતાવી માહિતી આપી : અઢી દ્વીપનો પટ મળે પણ અષ્ટદ્વીપનો આ પટ અતિ દુર્લભ છે. શ્રીમતી ટાગોરનો આખો ચિત્રસંગ્રહ શેઠશ્રી કસ્તુરભાઈએ લીધેલો. આ પટ એ સંગ્રહમાંનો છે. શેઠે અહીં આપેલ છે. વિજ્ઞપ્તિપત્ર:
અહીં અમે મોટાં વિજ્ઞપ્તિપત્રો જોઈને ખુશ થઈ ગયાં. સં. ૧૭૯૬નું એક ભૂંગળું – અનેક ચિત્રો સાથેનું – જોયું. આ વિજયસેનસૂરિવાળો જાણીતો ઐતિહાસિક પટ છે. અકબરના રાજદરબારથી ઉપાશ્રય સુધીનો આખો રસ્તો આવવા જવાના કોઠા સાથેનો - ખૂબ સુંદર રીતે ચીતરાયેલો છે.
દાદાએ વિજ્ઞપ્તિપત્રો વિશે વિશેષ માહિતી આપી : વિજ્ઞપ્તિપત્રોમાં સાધુ ભગવંતને પોતાને ત્યાં (ચોમાસામાં સ્થિરતા) ચાતુર્માસ કરવાની વિનંતી થતી હોય છે. સામાન્ય રીતે દશેરાના રોજ વિજ્ઞપ્તિપત્રો લઈ જવાતા. બધા જ વિજ્ઞપ્તિપત્રો જોઈ લેવાય. મહારાજ ક્યાં ચોમાસું કરશે તે તે જ દિવસે નક્કી થતું. જ્યારે ચોમાસાનું સ્થળ નક્કી થાય ત્યારે વિહારમાર્ગમાં આવતાં સ્થાનોએ નાનાં રોકાણ માટે આમંત્રણ અપાય. અને સ્વીકારાય. ચોમાસું તો જ્યાં નક્કી થયું હોય ત્યાં જ હોય.
વિજ્ઞપ્તિપત્રોની ભાષા પણ રસિક હોય છે. એમાં પોતાના સ્થળની વિશેષતા અને આકર્ષણો જણાવવામાં આવે. કોઈ અન્ય સ્થળની વિચારણા ચાલે છે તેનો સંઘને ખ્યાલ આવે તો તેમાં તે સ્થળોની ઊણપોનો નિર્દેશ પણ હોય ! આ માટે એક સુંદર દૃષ્ટાંત આપ્યું. દાદા કહે : ધારો કે બિકાનેરવાળા પોતાને ત્યાં પધારવાનું
४८
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org