________________
નથી. પુસ્તકલેખન ઘણું પાછળથી આવ્યું. સ્મૃતિને આધારે લિખિત પાઠ કે પાઠભેદોની સમસ્યા છે જ ત્યારે આવી ચર્ચાઓને કેટલું મહત્ત્વ આપવું ? મારી માન્યતા સ્પષ્ટ છે કે મહાવીરે માંસાહાર કર્યો નથી. હવામાં પણ જીવ છે એમ માની, કાયોત્સર્ગમાં હલનચલન વિના ઊભા રહે તે માંસાહા૨ કરે જ નહિ.” આજની જ્ઞાનપંચમી ખરે જ, દાદાની જ્ઞાનગોષ્ઠી દ્વારા સાર્થક બની.
તા. ૧૬-૧૧-૨૦૦૨
આજે નારણપુરાના ઉપાશ્રયેથી દીપ્તિપ્રજ્ઞાશ્રી અને ચારુશીલાશ્રી ઇન્ડોલૉજીમાં મ્યુઝિયમ જોવા આવનાર હતાં. હું પણ તેઓની સાથે મ્યુઝિયમ જોવા ઇચ્છતી હતી તેથી ૧૫-૨ વાગ્યાને બદલે ૧૧ વાગે પહોંચી ગયેલી. જોતજોતાં ચાર વાગી ગયા. દાદાએ મ્યુઝિયમમાંની વસ્તુઓ સાથે રહીને બતાવી અને વિશેષ જાણકારી આપી. જાણકા૨ી વળી એવી કે કદાચ ત્યાંના ક્યુરેટરનેય ખબર નહિ હોય. અમારી આ મ્યુઝિયમ ટુરે અમને ધન્ય બનાવ્યાં. આ મ્યુઝિયમ જોતાં જે જાણવા મળ્યું, તેમાંથી થોડુંક
-
ચૌદ રાજલોકનો પટ :
મ્યુઝિયમમાં ચૌદ રાજલોકનો એક મોટો પટ છે. આટલો મોટો પટ દુર્લભ ગણાય. આ પટ બરોડામાંથી મળ્યો હતો. એક વા૨ શ્રી રમણીકવિજ્યજી સાથે દાદા હતા. તેઓ બંને એક પોળમાંથી પસાર થતા હતા. ત્યાં મહારાજની નજ૨ કપડાંની ખેંચમતાણી કરતા બે કિશોરો પર પડી. દાદાને કહ્યું : જરા જુઓને, શાનું કપડું છે ?' દાદાએ છોકરાઓને લડતા બંધ કરાવ્યા. સમજાવીને એ લૂગડું જોવા માંગ્યું. એ જ આ પટ. ખેંચમતાણીમાં એ ચિરાઈ ગયેલો. છોકરાઓની માને આ વિશે પૂછ્યું તો કહે : “તમારે જોઈએ તો લઈ જાવ’’ – આમ એ મળેલો, અહીં એને સાંધીને ફ્રેઇમ કરીને લગાવ્યો છે. આવો દુર્લભ પટ અચાનક ઉપલબ્ધ થયો અને સચવાયો તેનો આનંદ દાદાના ચહેરા ૫૨ જણાતો હતો.
ફૂટના ડબ્બા :
પોથીઓ અને પ્રતો સાચવવા કાગળના માવામાંથી બનાવેલા ડબ્બા વપરાતા. તેના ઉપર સુંદર ચિતરામણ થતું. કૂટાના નળાકાર ડબ્બા પણ બનતા. અમે અહીં તે જોયા.
દોરી :
તાડપત્રો એકસરખી સાઇઝના – માપના ન હોય. આથી કોઈ પણ પોથીને બાંધવાની દોરી ઓછામાં ઓછી ત્રણ મીટર લાંબી તો હોય જ. તો જ વ્યવસ્થિત બંધાય. શ્રી નેમિસૂરિના ભંડારમાં ખાસ્સી મોટી દોરી બાંધેલી છે. પાટણના ભંડારમાં જે લાંબામાં લાંબું તાડપત્ર છે તે ૩૫ ઇંચનું છે !
તાડપત્ર ઉપરની પટ્ટીઓ :
તાડપત્ર ઉપરની પટ્ટીઓ લાકડાની હોય. તેમાં ગ્રંથનામ મૂક્યું હોય, તો એ કોતરવામાં આવે. દા. ત. ‘કુવલયમાલા’ જો ગ્રંથનું નામ હોય તો તેને એ પટ્ટી ૫૨ કોતરવામાં આવે. એમાં શાહી ભરવામાં આવે એટલે અક્ષરો ઊઠે અને ભૂંસાઈ ન જાય.
ભાગવત :
અમે ભાગવતનાં ચિત્રો જોતાં હતાં ત્યારે દાદાએ મોટામાં મોટા કદના ભાગવતની વાત કરી. શ્રીનાથ દ્વારામાં મોટામાં મોટું ભાગવત હોવાની વાત કર્યા બાદ દાદાએ ઊંચું ટેબલ બતાવ્યું અને કહે - શ્રીનાથ દ્વારામાં ભાગવત છે, તે આના જેટલું ઊંચું છે. (પછી ભીંતમાંના કબાટ તરફ આંગળી ચીંધીને કહ્યું) એનાં
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org