________________
તા. ૯-૧૧-૨૦૦૨ જ્ઞાનપાંચમ
આજે જ્ઞાનપાંચમ હોવાથી દાદાને મારે ત્યાં ભોજન માટે આમંત્રણ આપેલું. દાળઢોકળી એ દાદાની પ્રિય વાનગી અને એટલે એ જ બનાવેલી. બપોરે ૧૨-૩૦થી ૫-૦૦ વાગ્યા સુધી દાદા બેઠા હતા. ખૂબ જ નિરાંતે વાતો કરી. આજે અમે ઘરમાં તથા બહાર કમ્પાઉન્ડમાં દાદાના તેમના એકલા તથા અમારી સાથે ફોટા પાડ્યા. આ સમયની વાતોની ઝલક
મૃગાવતીશ્રીએ દિલ્હીમાં કામ માટે મને બોલાવેલો. દિલ્હીના ‘વલ્લભસ્મારક'માં મારી સેવાઓ કાયમ માટે લઈ શકાય તે માટે શ્રેણિકભાઈ શેઠને પૂછવામાં આવ્યું. પરન્તુ, શ્રેણિકભાઈએ તે અંગે સંમતિ આપી નહિ. મારી જરૂ૨ ઇન્ડોલૉજીમાં પણ એટલી જ છે તેવું ભારપૂર્વક જણાવ્યું. આમ, ઘણે સ્થાને ઓછા-વત્તા સમય માટે રહેવાનું થયું છે. જ્યાં જે કામ કરવાનું હોય તે પૂરું કરવાનું લક્ષ્ય હંમેશાં રાખ્યું. અને તેથી કામની વચ્ચે બહુ જ ઓછો સમય આરામ મેળવતો. દિલ્હીમાં વલ્લભ સ્મારકથી મારું ઉતારાનું સ્થળ દૂર હતું. તે સમયે દિવસમાં માત્ર પંદરેક મિનિટ હીંચકો ખાતો.
$
હાલ ઇન્ડોલૉજીના ટેબલ પર આ જે કામ કરી રહ્યો છું તે તૂટક પુસ્તકોનું છે. પં. અમૃતભાઈએ આખી પોથીઓનું કામ કરેલું હતું. તૂટકફૂટકના આ ઢગલાઓને હું એક પછી એક જોતો જઉં છું. જુદા જુદા છ વિભાગમાં વહેંચું છું. શોધતાં શોધતાં અન્ય પૃષ્ઠો મળે તો સાથે તેમાં ગોઠવી દઉં. ઘણી વાર આવાં પૃષ્ઠો ગોઠવતાં ગ્રંથ આખો પણ બની જાય. ઘણી પ્રતો એટલી ખરાબ હોય કે તે વિસર્જનીય હોય છતાં અમે એને ફેંકી દેતા નથી. શીખવવા માટે કે બતાવવા માટે તે કામ આવે છે. જુદા જુદા વિભાગોમાં જે પ્રતો મૂકી હોય તેને પાછી વિષયવાર ગોઠવું. આ. વિજ્યશીલચંદ્રસૂરિએ મને આ તૂટક પુસ્તકોની પણ યાદી કરવાનું સૂચવ્યું છે.
હજુ આ કામ કરવાનો રસ એવો ને એવો રહ્યો છે. જેમ કોઈને બીડી પીવાની મઝા આવે તેમ મને આ બધું કામ કરવાની મઝા આવે છે. પહેલી વાર આ દિવાળી એવી ગઈ જ્યારે મેં કશું કામ કર્યું નથી.
રવિવારે કાયમ ‘મહાજનમ્' સંસ્થામાં જઉં છું. જ્યાં જઉં છું ત્યાં હાથ પર બેત્રણ કામો લીધેલાં હોય છે. ઘણી વાર આ તૂટક પુસ્તકો તપાસતાં પ્રશ્નો પણ ઉદ્ભવે છે. બધું જ સાચવી રાખવા જેવું ખરું ? કોઈને વિશે ઘણું નિંદાત્મક લખાયું હોય તેવા પત્રો કે સમાજહિતવિરોધી લખાણ હોય ત્યારે આ મુદ્દો વધુ વિચારણીય બને છે. ગ્રંથનાં વચલાં, છૂટાં પડી ગયેલાં, પૃષ્ઠો કયા ગ્રંથનાં છે તે ઓળખી શકાતાં ન હોય તેમ છતાં રાખી મૂક્યાં હોય તો ભવિષ્યમાં તેને ઓળખીને, મેળવનાર કોઈ નીકળી આવે એવી આશાએ પણ રાખવાં જોઈએ, એવું મને લાગે છે.
(આવી એક વાતનો ઉલ્લેખ દાદાએ કર્યો.)
આજે પંચકલ્યગ્રંથ’ અપ્રાપ્ય છે. ખંભાતના ગ્રંથભંડારમાં તે હતું. મહારાજજી તથા હું ત્યાં કેટલૉગ બનાવવા બેઠા હતા ત્યારે આ ગ્રંથ જોયેલો. કૅટલૉગમાં સામેલ કર્યું હતું. આ ગ્રંથમાં એક પાનું ખૂટતું હતું. થાય છે કે આવું ખૂટતું કોઈ પાનું આવા તૂટક પુસ્તકોના ઢગલામાંથી મળી પણ આવશે. વિસર્જનીય વિભાગ પણ આથી, વિસર્જન કરવા યોગ્ય ગણતા નથી અને સાચવી રાખ્યો છે.
એક વાર એવું બન્યું કે (ટેબલ પર પડેલ ઢગલો મને બતાવીને) આ વિસર્જનીયનો ઢગલો છે, તેમાંથી એક કાગળ મળ્યો મને. સહસકિરણસુત શાંતિદાસે તે લખાવેલું હતું તેવો તેમાં ઉલ્લેખ પણ ગ્રંથનામ ન મળે. પ્રદ્યુમ્નવિજય ‘બૃહત્કલ્પ' પર તે વખતે કામ કરતા હતા. તેમણે તેથી આ ઓળખી બતાવ્યું. ૧૦ પાનાંનો
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org