________________
પાછળ માત્ર આટલી જ વાત હતી: “માએ કહ્યું છે. પાછળથી જ્યારે કંદમૂળ ખાવાનું શરૂ કર્યું ત્યારે એ માટે રાગની ભાવના ન જન્મે એની ખૂબ તકેદારી રાખી છે.
પ્રશ્ન : દાદા, એવી કોઈ ઘટના બની છે કે રાત્રે એને કારણે તમારી ઊંઘ ઊડી
ગઈ હોય ? દાદા : એક વાર આખી રાત અજંપામાં ગયેલી. જીવને ક્યાંય ચેન નહીં. બન્યું
હતું એવું કે મારી બહેનની દીકરીનાં લગ્ન મેં ગોઠવેલાં. બનેવી ક્યાંય નોકરીમાં સ્થિર થયેલા નહિ. સંયુક્ત કુટુંબમાં રહેવાનું. આર્થિક સંકડામણ તેથી બહેનને સાસરિયામાં રહેવું પડે. આથી મેં બહેનને આર્થિક રીતે પગભર કરવા ભણાવવાનું નક્કી કર્યું. બે વર્ષની ટ્રેનિંગ. બહેનને બહાર રહેવું પડે તેવું હતું. દરમ્યાન ઘેર રહેલી સોળ વર્ષની જુવાન દીકરીની ચિંતા. એ જમાનામાં અઢાર વર્ષે લગ્નનો કાયદો ખરો પણ લગ્ન પહેલાં થતાં, તેથી દીકરીનાં લગ્ન કરાવીને ટ્રેનિંગમાં જવાનું નિરધાર્યું. સારું ઘર શોધતાં મળી ગયું. દીકરીને પરણાવવાનો નિર્ણય ત્યાં લઈ શકાય નહિ. દીકરીનાં લગ્ન મારે ત્યાં જ કરાવવાનું ઠરાવ્યું. બનેવી આગલી રાત્રે આવ્યા અને અડી પડ્યા. “લગ્ન હું કરાવું કે મામા કરાવે ? મારે ઘેરથી જ લગ્ન થશે.” મામલો પોલીસ સુધી પહોંચ્યો, મેં કીધું પણ ખરું કે “જુઓ, આ બધું તૈયાર છે. લઈ જાવ બધું, અને તમારે ત્યાં કરો.” બનેવી રાધનપુરના એટલે રાધનપુર લગ્ન કરવાની રઢ. એમની શક્તિ નહિ પણ ખાલીખાલી વટ દાખવેલો. પણ એ દિવસે આખી રાત મટકું ન માર્યું. સવારે વેવાઈઓ આંગણે આવશે અને જો આ માણસ ધમાલ કરશે તો ? આ વિચારે આખી રાત ઊંઘી ન શક્યો. બીજી સવારે લગ્ન થયાં. બધું હેમખેમ પાર પડ્યું. મારાં આ બહેનનું નામ રતનબહેન. હાલ ગાંધીનગરમાં રહે છે.
ત્યારબાદ વાતો અને પ્રશ્નોનો વિષય બદલાયો. ‘વ્યાજખાઉની વાત’ અને ‘સટોરીઆની ગુહળી' નામની પ્રતોનું લિવ્યંતર કરી રહી હતી તે સંદર્ભમાં દલપતરામના એક કાવ્યની મેં વાત કરી તેમાં શેરબજારમાં લોકો કેવા ખુવાર થઈ ગયા તેનું વર્ણન છે. મેં દાદાને હળવા મૂડમાં પૂછ્યું: દાદા, તમે શેરોની લે-વેચ કરેલી ? દાદાએ એવી જ હળવાશથી કહ્યું: “ઇન્ડોલૉજીમાં જોડાયો ત્યારે ૧૦૦ રૂ. મળતા. એ સમયે દર બે-ત્રણ મહિને પૈસા બચાવી સો રૂપિયાની લગડી લેતો થયો. ધીમે ધીમે ૨૫ લગડી ભેગી થયેલી. કોઈએ એ વખતે શેરની વાત કરી, શેર લીધા. અઠવાડિયામાં જ સો રૂપિયા વધ્યા, આ તો ખૂબ સારું લાગ્યું. પછી હસીને
પણ પછી “શેરની બકરી' થઈ ગઈ. આપણા પર વાતાવરણની પણ અસરો પડે છે. એ બધું છોડીને પછી સરકારમાં પડ્યા. કહેવાય કે ત્યાં ઊની આંચે ન આવે. તેથી યુનિટ-૬૪માં રોકાણ કર્યું. તેમાં પણ નુકસાન કરીને પૈસા પરત લીધા. રૂપિયા ૨૫,૦૦૦-ની કિંમતમાં વાડજનું મકાન બનાવેલું છે. એની કિંમત આજે આશરે રૂપિયા ૧૦ લાખ આસપાસની ગણાય.
४४
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org