________________
એ ગ્રંથ. એમાંથી આજે એક પાનું મળ્યું. બાકીનાં ખૂટતાં નવ પાનાં પણ આ રીતે મળી આવી શકે ને ?
મહારાજજી પોતે બહુશ્રુત. ૪૫ આગમો મોઢે. ઘણુંબધું મોઢે. આથી, આવાં તૂટક પાનાં મળે તો તે જોઈને તરત કયા ગ્રંથનું છે તે ઓળખી બતાવતા. હું જ્યારે એમની સાથે કામ કરતો હતો ત્યારે એમની આ બહુશ્રુતતા તથા તીવ્ર સ્મરણશક્તિને કારણે આવાં ઘણાં તૂટક, ભેળસેળ થયેલાં પુસ્તકોને છૂટાં પાડી તે તે ગ્રંથો વચ્ચે મૂકી શકાયાં હતાં.
આ તૂટક પુસ્તકોમાં જે હૂંડીવાળાં પૃષ્ઠો હોય તેનો હું જુદો વિભાગ બનાવું છું, જેથી અસલ ગ્રંથ મળે તો તેની વચ્ચે તે ગોઠવાઈ જાય, તાડપત્રોના જમાનામાં હૂંડીપ્રથા (શીર્ષક આપવાની પ્રથા) ન હતી તેથી તાડપત્રો ગોઠવવા ખૂબ જ અઘરા બનતા પણ મહારાજની શક્તિ અને કૌશલ્યને કારણે બધું મેળવવું શક્ય બન્યું હતું.
હૂંડી લખવાની પ્રથા ૧૬મા સૈકામાં નિશ્ચિત બની છે અને તે દરેક પૃષ્ઠ લખેલી જોવા મળે છે.
દાદાને પુણ્યવિજયજીનાં સ્મરણો લખવાનું સૂચવાય છે પણ દાદાએ કહ્યું કે મારી લખવાની ઈચ્છા નથી. મહારાજજીના અંતિમ સમય બાદ પત્રકારો મને ઘેરી વળ્યા હતા. કાંતિલાલ કોરા (શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ મને ચેતવણી આપેલી કે “આ લોકોને વિચારીને જવાબ આપવો.” મેં શરૂઆતથી જ પત્રકારોને ટાળ્યા. કહી દીધું કે –
‘૮-૪૦ મિનિટે કાળધર્મ પામ્યા છે. મારા મન પર ઘેરી અસર થઈ હોવાથી હું વાત નહીં કરી શકું.”
એક વાર જિતુભાઈ(ઇન્ડોલોજી)એ મહારાજજીના પત્રોનું કહ્યું. મેં ઝેરોક્ષ આપી. એમણે પણ મને સ્મરણો લખી આપવા જણાવ્યું. મેં કહેલું: ના, મને લખતાં નથી આવડતું.” કુમારપાળ દેસાઈએ પણ એક વાર કહ્યું હતું કે તમે મને માત્ર મુદ્દા આપો. લખીશ હું.
ઘણી યે વાર મનમાં થાય છે કે આપણે લખીને તે વિભૂતિની કીર્તિને હાનિ તો પહોંચાડતા નથી ને ? આથી જ થાય છે કે ન બોલ્યામાં નવ ગુણ. જેમ કે મહારાજજી વિશે લખવું હોય અને નોંધ મૂકીએ કે તેઓ આખી રાત ઉજાગરા કરીને હસ્તપ્રતોનું કામ કરતા, એમ જણાવવાને બદલે “એ સતત કાર્ય કરતા' એમ લખવું પડે. નહિતર તેમાંથી ઇલેક્ટ્રિસિટી વાપર્યાનો દોષ કોઈ આગળ ધરે.
પુણ્યવિજયજી સાથે જેઓને પત્રવ્યવહાર થયો હોય તે પત્રવ્યવહાર ઉપરાંત તેમના વિશેના લેખોના સંકલનની યોજના શરૂ થયેલી. કુલ ૧૩ પત્રો આવેલા, એટલે જિતુભાઈએ જણાવેલું “હાલ માંડી વાળ્યું છે.” જેના તેર પત્રો આવ્યા છે તેમાંનો એક પત્ર શ્રી નિર્મળાશ્રીજીનો છે, જેઓ મહારાજશ્રીના અંત સમયે સાથે હતાં. શામળાની પોળમાં બાવળિયાના ખાંચામાં એક મકાનમાં બિરાજતાં હતાં. અન્ય લખાણ ઓમકારશ્રીનું છે.
પુણ્યવિજયજીનું પુસ્તક “શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” વિષયક પુસ્તક છપાયા પછી મહારાજજીએ તેની એક નકલમાં જ ઉમેરા કર્યા છે, સુધારા કર્યા છે. આ સંવર્ધિત આવૃત્તિના પુનઃપ્રકાશનની જરૂર છે.
ત્યાર બાદ ભગવાન મહાવીર અને માંસાહારની થયેલી ચર્ચાઓ તથા મતમતાંતરો સંદર્ભે અછડતી વાતો થઈ. દાદાએ કહ્યું : “ઘણી વાર શાસ્ત્રોનો આધાર લઈ સિદ્ધાંતોની ઉગ્ર ચર્ચાઓ થાય છે, તેમાં લખેલા શબ્દોના અર્થોનાં પારાયણ થાય છે ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી પાસે મહાવીરના સમયનું પુસ્તક
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org