________________
કરેલું કે જ્યાં વિસંવાદ થાય ત્યાં બેસવું નહિ. જે સંજોગોમાં જીવવાનું આવે તે પ્રમાણે જીવવું જ પડે. કોબામાં
જઈને રહેવાનો વિચાર આવે. પાટણ રહેવાનું થાય તો ભોજનશાળા છે. અમે મણિનગર રહેતા હતા ત્યારે મારે રસોઈ બનાવવાનો પ્રસંગ આવતો. બધું અલગ અલગ બનાવવાને બદલે દાળઢોકળી બનાવી લઉં. જે લોટ વધે તેની ભાખરી-પોતૈયા બનાવી દઉં એટલે સાંજે ચાલી જાય... એ વખતે મને એવો વિચાર આવતો કે આ દૂધની બાટલી આપે છે તેવી બે બીજા પ્રકારની બાટલી બહાર પડે તો ?’
(હું આશ્ચર્યથી સાંભળી રહી.) કહે : “એક બાટલીમાં તૈયા૨ ૨ાબ અને બીજીમાં તૈયા૨ દાળ, તો કશી માથાફોડ કરવાની રહે નહીં.”
(હું વિચારી રહી છે ને ફળદ્રુપ ભેજું ! એકાકી વૃદ્ધોને પણ કામ લાગે તેવી આ આહારયોજના ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરે. એક વાડકી દાળ કે રાબ પી લો. સમય ઓછો જાય. જરૂરી તત્ત્વો મળી રહે.)
પ્રશ્ન : “દાદા, રસોઈમાં બીજું શું શું બનાવતાં આવડે ?’’
દાદા : ‘“ખીચડી, દૂધપાક અને ભાત આવડે, પણ દાળઢોળકી સહેલી પડે. કોઈ વાર બહુ ભૂખ લાગી હોય તો બિસ્કીટનો ભૂકો કરું અને એમાં ગોળ-ઘી ઉમેરી ખાઈ લઉં.''
(થોડી વાર પછી)
“જમવાના સમયે રસોડામાંથી બોલાવે તો જમવા બેસી જઉં. ઓછી ભૂખ હોય તો ઓછું ખાઉં. પણ ક્યારેય એવું કીધું નથી કે હમણાં ભૂખ નથી એટલે પછી જમીશ. કોક વાર રાત્રે ભૂખ લાગે તો બિસ્કીટ કે મમરા ખાઈ લઉં કે ક્યારેક કુલેર પણ બનાવરાવું.”
દાદા, કંદમૂળ ખાવ છો ?
જમવામાં તમે (કોઈ) આપો તો ખાઈ લઉં. હું ખાતો નથી એવું ન કહ્યું. તો મારું પણ નહિ કે સામે ચાલીને બનાવરાવુંય નહીં. ઘેર બને છે પણ ડાયાબિટીસ છે તેથી ખાતો નથી. પરન્તુ, કોઈને ત્યાં પીરસવામાં આવે તો ખાઈ લઉં.
(આટલું કહેતાં દાદા અતીતનાં સ્મરણોમાં સર્યા. થોડી વાર પછી)
પ્રશ્ન : દાદા :
ભાવનગરની વાત કહું. એક વાર ભાવનગર પહોંચતાં રાતના ૧૦ વાગી ગયેલા. કે. સી. શાહને ત્યાં જમવા જવાનું થયું. કે. સી. શાહ મહારાજીના પરમ ભક્ત. જમવામાં હતું રીંગણના ઓળાનું શાક અને ભાખરી. વિચાર્યું કે હું ખાતો નથી એમ કહું તો મહારાજજીના આ પરમ ભક્તને કેવું લાગે ? તેઓ એમ પણ વિચારે કે પોતાથી આવો અનર્થ થઈ ગયો ! વળી, આટલી રાત્રે બીજું નવું શાક બનાવવાની ઝંઝટ કરે. અથવા કે. સી.ના મનમાં એમ પણ થાય કે પોતાના દ્વારા વાત બહાર જશે... કદાચ મહારાજજી પાસે આ
Jain Education International
વાત જાય...
કંદમૂળ બાબતે ભારતીય વિદ્યાભવનમાં હતો ત્યારથી પ્રશ્નો ઉદ્દભવવાનું શરૂ થયું. ત્યાં તો કોમન રસોડું. ત્યારે મુનિજી અને સુખલાલજી કંદમૂળ ખાય. હું જોઉં અને વિચારું: “આ લોકો તો જ્ઞાની છે, અને ખાય છે. મેં કેમ પકડી રાખ્યું છે ?' વિચારતાં લાગ્યું કે કંદમૂળ ન ખાવું જોઈએ એ વાત મારી માએ પકડાવેલી. કામ માટે મારવાડ જવાનું થયેલું ત્યારે ખાવાની પારાવાર મુશ્કેલીઓ. અનેક સ્થળોએ ફરવાનું બનતું અને ઘણું ચલાવી લેવું પડતું. એવે વખતે મેથીનો મસાલો કે એકલાં દૂધ-ભાખરી ખાઈ લેતો. કોકનું અડેલું ન ખાવું તેવોય સંસ્કાર ત્યારે. એટલે સ્વયંપાકી બનવું પડતું. રસોઈની સામગ્રી ભેગી કરવામાં ઘણોબધો સમય જતો. બધું દૂર દૂરથી ચાલી-ચાલીને લાવવું પડતું. દૂરના કૂવેથી પાણી ભરી લાવવું પડે. આ બધું કર્યું એની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org