________________
દોશીવાડાની પોળનું એક કુટુંબ. એમને ત્યાં એક જમાનામાં હીરા ત્રાજવે તોળાતા. આજે તે કુટુંબના ત્રણ ભાઈઓ નોકરી કરે છે. એમને ત્યાં એક શંખ, શંખને કા૨ણે આ સ્થિતિ થઈ તેવો વહેમ લાવી વેચવા કાઢ્યો છે.
મુંબઈના હરખચંદ માસ્તર, એમની પાસે પણ એક શંખ, બાપદાદાના જમાનાનો એ શંખ. મહારાજજીને પણ એ શંખ બતાવેલો. મુંબઈમાં તેમની માલિકીનાં પાંચ બિલ્ડિંગો હતાં. ઘરમાં હીરાના દાગીના પહેરાય, સ્થિતિ ઘસાઈ ગઈ. હવે એક નાનકડા મકાનમાં રહે છે. મહેમાનોને માટે અલગ રૂમની વ્યવસ્થા પણ રહી નથી ! કોઈ બ્રાહ્મણે શંખને ઘઉંની કોઠીમાં રાખવાનું સૂચવેલું. હવે આ શંખ પણ વેચવા માટે કાઢ્યો છે. જે શંખ બાપદાદાને ફળદાયી બન્યો એ દીકરા માટે કે વંશજો માટે અપશુકનિયાળ કઈ રીતે બને ? આપણી અમૂલ્ય સંપત્તિ વહેમને કા૨ણે આ રીતે જતી રહે છે.
દાદાએ મહારાજ્જી સાથેના એક પ્રસંગની વાત કરી:
ઇંગ્લેંડમાં આપણાં હજારો પુસ્તકો પડ્યાં છે એમ કોઈએ મહારાજજીને જણાવ્યું; તો તે કહે : “કયાં પુસ્તકો છે તે અગત્યનું છે, સંખ્યા નહિ. “નવતત્ત્વ'ની એક હજાર નકલો મારે ત્યાં પણ પડી છે.”
આજની જ્ઞાનગોષ્ઠીમાં જિનવિજ્યજીના જીવનના કેટલાક પ્રસંગોની વાત ફરી ઊકલી :
ઘણાં વર્ષો બાદ જિનવિજ્યજી પોતાના વતનના ગામ રૂપાહેલી ગયા. વર્ષો બાદ એમને કોણ ઓળખે ? પોતાનાં માનીતાં સ્થાનોએ ફર્યા. કોઈ ઓળખીતું ન મળ્યું. ચોતરે બેઠા. ઠાકોરને ખબર પડી કે ચોતરે કોઈ બેઠું છે. બાવો છે કે ફકીર તેની ખબર પડતી નથી. ઠાકોર આવ્યા. જિનવિજ્યજીએ પોતાની ઓળખાણ આપી. ઠાકોર પોતાને ઘેર તેડી ગયા. ત્યાં એક રાત રહ્યા.
‘‘...પત્યું.” જિનવિજયજી કહે; “હું અહીંનો કહેવાઉં પણ કોઈ મને ઓળખાતું નથી. સંસારનો ખેલ આવો છે !'’
જિનવિજ્યજી ગૂજરાત વિદ્યાપીઠમાં હતા ત્યારે સાહિત્યસેવિકા તરીકે મોતીબહેન એમની સાથે જોડાયેલાં. માંગીલાલ નામનો માણસ ત્યારે ઘરકામકાજ માટેની વસ્તુઓ બહારથી લાવવા-મૂકવાનું કામ કરે. એક વાર મોતીબહેને આટો દળાવવા માંગીલાલને મોકલ્યો. સંચાવાળાએ પાશેર આટો ઓછો આપ્યો. મોતીબહેને માંગીલાલને પાછા સંચાવાળાને ત્યાં ઈ ઘટેલો પાશેર આટો લાવવા માટે આગ્રહ કર્યો. જિનવિજ્યજી મોતીબહેનને રોકે છે. કહે : “માંગીલાલને સંચાવાળાને ત્યાં ન મોકલો, હું જો સંચાવાળો હોત તો હું પણ તેમ જ કરત.”
(થોડીક વાર મૌન. દાદા કોઈક વિચારોમાં ખોવાઈ ગયા હોય તેમ લાગ્યું.) (થોડીક વાર પછી)
“મહારાજજી સાથે ઘણાં વર્ષો સુધી કેટલું બધું કામ કર્યું ? મુનિજી સાથે ખૂબ જ સહવાસ કેળવાયેલો. એ બન્ને ઘણાં વર્ષો પહેલાં ચાલ્યા ગયા. હવે તો અમૃતભાઈ (દાદાના મોટા ભાઈ) પણ ગયા. હવે હું યે કેટલો વખત ?'
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org