________________
*
*
*
*
(વળી તૂટક વાતો આગળ ચાલી :) રાંતેજના લેખો છે તે ૧૧મી સદીના છે તેમાં ખડીમાત્રા છે. એક પણ પડિમાત્રા નથી. વિ. સં. ૧૧૦૦ પહેલાંનું એકપણ તાડપત્ર જોવા મળ્યું નથી. ‘વિશેષાવશ્યકભાષ્ય' ગ્રંથમાં સંવત આપી નથી. તેને અનુમાનથી નક્કી કરી છે. પણ જો જાપાનના ગ્રંથમાં સંવત લખાયેલી હોય તો આપણો આ ગ્રંથ વલભીકાળનો બની શકે. દિગમ્બર સંપ્રદાયનો મોટામાં મોટો ભંડાર દક્ષિણમાં છે. તેમનો જૂનામાં જૂનો ગ્રંથ “કષાયપાહુડ’ સં. ૧૧૦નો છે. તેની ટીકા પણ લખાઈ છે. આમ તો દિગમ્બરો લખવામાં માનતા ન હતા, કારણ ભગવાન કશું લખીને ગયા નથી. કર્ણોપકર્ણ પરંપરાથી સચવાયેલું તેથી સંપૂર્ણ શુદ્ધ મનાતું. પરન્તુ, આ ગ્રંથ લખાવીને તેમણે લેખનની આવશ્યકતાનો સ્વીકાર કર્યો છે. બીજું સં. ૧૧૦૦માં લેખનકૌશલ્ય આવી ગયેલું તે હકીકત તરફ અંગુલિનિર્દેશ કરી શકાય. ગ્રંથો નાના અક્ષરે લખવાનું કારણ એ હતું કે સાધુઓ વિહાર કરતા રહે. પુસ્તકો સાથે હોય. વજન ઓછું હોય તો સારું એ ખ્યાલ, પણ ગ્રંથો પાછળથી સાધુ રાત્રે પણ વાંચી શકે તે માટે મોટા અક્ષરે પણ ગ્રંથો લખાવા માંડ્યા. ચંદ્રના અજવાળાનો ઉપયોગ થતો. સુમતિનાથચરિત્ર ૪૦ વર્ષ બાદ હવે પ્રકાશનમાં છે. પાઠાંતરો ઘણા ઉપયોગી ગણાય. સમયસુંદરે એક જ વાક્ય અષ્ટલક્ષાર્થી કહ્યું છે ! અનેક અર્થવાળું એક વાક્ય દાદાએ જણાવ્યું : “સરો નન્દી ” અહીં ‘સર’ના શર, સરોવર, સ્વર જેવા એકથી વધારે અર્થ થાય છે. આના અનુસંધાનમાં જ દાદા એક મુક્તક બોલ્યા :
પાન સડે, ઘોડા અડે, વિદ્યા વીસર જાય.
તવે પર રોટી લે, કહો ચેલા ક્યું થાય ?' જવાબ: ફિરાયે વિના = ફેરવ્યા વિના
અને દાદા મહારાજજીની યાદમાં સર્યા. કહે : “મહારાજજી મને વારંવાર કહેતા : દાબડામાં રાખેલું બધું ફરીથી જોઈ લે.” એમ કહી મહારાજજી સુચવતા કે કયા દાબડામાં કયો ગ્રંથ છે તે તેથી તને યાદ રહેશે. * સોનેરી શાહીમાં બહુધા કલ્પસૂત્રો અને કાલિકાચાર્યના ગ્રંથો લખાયા છે.
કિસનગઢનાં ચિત્રોમાં રંગ માટે કેસર વપરાયું છે. મોગલ જમાનામાં લાલ રંગ માટે લોહી વપરાયું છે. હીરા તથા માણેક ઘૂંટીને પણ રંગો બનાવાયા છે.
મહારાજજી પાસે એક સોનેરી જોનપુરી કલ્પસૂત્ર આવ્યું. વડોદરાના આત્માનંદ જ્ઞાનમંદિરમાં તે સમયે સ્થિરતા કરી હતી, ત્યાંથી આગળ વિહાર શરૂ કરવાનો હતો. મહારાજજીએ દાદાને કહ્યું : “પેલું કલ્પસૂત્ર જાળવી શકાય એમ વ્યવસ્થિત મૂકીને અહીં સંસ્થાને સોંપી દે.” મહારાજજીને જરા પણ મોહ નહીં, દાદાને ચિંતા હતી કે અહીંના લોકો સાચવી શકશે ? દાદાએ મહારાજજીને તે અંગે કહ્યું પણ ખરું. મહારાજજીએ કહ્યું: “આજ સુધી તેં સાચવેલું ? સંઘે જ સાચવેલું ને ? સંઘનું પુણ્ય હશે ત્યાં સુધી એ સચવાશે. આપી
દાદાએ કલ્પસૂત્રને બરાબર રેપર કરી આજુબાજુ પૂંઠાં ગોઠવી દોરી બાંધી સોંપી દીધું. દાદાની સ્મૃતિના આધારે એ સમય ઈ. સ. ૧૯૬૯ની આસપાસનો હતો.
ત્યાર બાદ ઈ. સ. ૧૯૯૯ના સમય દરમ્યાન દાદાને વડોદરા જવાનું થયું. ટ્રસ્ટીને મળ્યા. કહ્યું : “પેલા
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org