________________
અને ઓપરેશન થયું. ઑપરેશનને બીજે દિવસે મહારાજજીએ મને પૂછ્યું: ‘ઓપરેશન ક્યારે છે ?” મેં કહ્યું : ગઈકાલે થઈ ગયું. આ સમય દરમિયાન મહારાજજીની સેવામાં હું સતત સાથે હતો. હૉસ્પિટલમાંથી જવાની રજા મળી, બીજે દિવસે જવાનું હતું. આગલે દિવસે મારી પાસે વીસ પત્રો લખાવ્યા. પત્રોમાં લખાવેલું કે રજા મળી ગઈ છે. આવતીકાલે ક્યાં જવાના છીએ તેની ખબર નથી. અમે બીજો પત્ર લખીએ ત્યારે આવજો.' ડૉક્ટરે જાહેર સ્થાનમાં રહેવાની ના પાડેલી.
- સવારે ઊઠ્યા, હૉસ્પિટલમાં ઓપરેશન બાદ, સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરતા હતા. આજે બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું. ગોરેગાંવના ત્રણ શ્રાવકો વંદન કરવા આવ્યા, તેઓને માંગલિક સંભળાવ્યું. શ્રાવકો હજુ તો એક માળ ઊતર્યા હશે ત્યાં તો મહારાજજી બેઠા બેઠા જ કાળધર્મ પામ્યા. સમય : સવારના ૮.૪૦ મિ. છે સહેજ નમ્યા ત્યારે મેં સુવડાવવા અંગે પૂછવું અને બેલ વગાડ્યો. આ સમયે મહારાજજી નવકાર બોલવા લાગ્યા હતા. મને સહેજ પણ અણસાર આપ્યા વિના મહારાજજી ચાલ્યા ગયા.
હવે મારે શું કરવું? ફોનનંબરો હતા તેમાંથી ચારેકને ફોન કર્યો, સમાચાર પ્રસર્યા. ભીડ થઈ. ભીડ વધવા લાગી. વ્યવસ્થામાં પોલીસને આવવું પડ્યું. ખુરશીમાં પાટણમંડળની ઓફિસે લઈ ગયા. પાલખી ક્યાંથી નીકળશે તેનો વિવાદ થયો. વાલકેશ્વરમાં તેમનું ચોમાસું હતું તેથી સંઘનો હક, જ્યારે ગોડીજીના દેરાસરવાળાએ પોતાનો હક કહ્યો. સમુદ્રસૂરિ આચાર્ય ન હતા પણ આચાર્ય જેવા હતા. તેઓએ આદેશ આપ્યો: ‘ગોડીજીથી નીકળે તે જ સારું. વાલકેશ્વરમાં પાલખીને બે કલાક માટે દર્શનાર્થે રાખો.
દાદા બોલ્યા : “મુનિજી તથા મહારાજજી સાથે રહ્યો છતાં ક્યારેય મને દીક્ષા લેવાનું મન કેમ ન થયું ? સંસારનો આ ખેલ છે કે આપણને જે મળે છે તે પૂર્વેનાં સંચિત કર્મોને લીધે મળે છે.”
દાદા થોડી વાર ખોવાયેલા રહ્યા. વળી એમના કામમાં વ્યસ્ત.)
બપોરે હું એમને ફરી મળી ત્યારની વાતોની ઝલક :
જૈન ચિત્રકલાશૈલીને હવે અપભ્રંશશૈલી કહેવામાં આવે છે. નામ બદલાયું તે માટે દાદાનો વિરોધ. શીલચંદ્રવિજયે દાદાને આ અંગે લખવા કહ્યું તો દાદા કહે મને લખતાં ન આવડે. બે-ત્રણ અન્ય નમૂના મળવા માત્રથી જૈન ચિત્રકલાની શૈલીની વિશિષ્ટતા મટી જતી નથી તે વિગત જણાવી. આ. શીલચંદ્રજીએ આ વિષય પર તૈયાર કર્યું અને ગૂજરાત વિદ્યાપીઠના સેમિનારમાં તે પેપર વાંચવાનું હતું ત્યારે મહારાજે વિહાર કરેલો. પરવાનગી લઈ તે પેપર દાદાએ વાંચ્યું. આ વાત કરતાં દાદાનો પુણ્યપ્રકોપ પ્રગટી રહ્યો હતો. હું તે જોતી હતી. બોલ્યા વિદ્વાનોએ સાંભળી લીધું. અમલ કરવાના ઠરાવ ઓછા થવાના હતા ? હું તો જૈન ચિત્રશૈલી જ કહેવાનો.”
જૈન ચિત્રશૈલીની એક મહત્ત્વની વિશેષતા દાદાએ જણાવી. આ શૈલીમાં આંખની લીટી (રેખા) કાન સુધી ગયેલી હોય છે. એક આંખ આખી ચીતરેલી અને બીજી અર્ધી હોય.
દાદાના ધાતુપ્રતિમાના કેટલાક લેખો પ્રગટ થયા. આવા પ્રગટ થયેલા લેખથી પ્રાચીન ધાતુપ્રતિમાઓ ચોરાઈ જવાની ઘટનાઓ પણ બને. ગિરનાર પર પ્રાય: અંબિકાદેવીની આવી એક મૂર્તિ ગુમ થઈ ગઈ તેથી આ અંગે દાદાએ વધુ તકેદારી રાખવા માંડી અને ત્યારબાદ આવા લેખોમાં બહુ પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું. પાટણનાં જિનાલયોમાંના મૂર્તિલેખોમાં આવી કેટલીક પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ તેમણે પોતાના
શ્રુતસેવી 8 લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org