________________
શાખાઓના હેડ બનાવ્યા. અહીં એમણે પુસ્તકો ભેગાં કરવાનું કામ કર્યું, તેઓએ સાઇકલ કે ઊંટ પર બેસીને કે ચાલીને આ કામ કર્યું. જ્યપુરમાં ભંડાર બનાવ્યો. ભંડારનું સ્થાન બદલી જોધપુર લાવ્યા. જોધપુરની વાત દાદાને જેસલમેર ખેંચી ગઈ અને મહારાજજીની પુણ્યવિજયની) વાતો શરૂ થઈ ગઈ.
જેસલમેરમાં પુણ્યવિજયજીની પ્રતોની માઇક્રોફિલ્મ બનાવીને પ્રિન્ટ કઢાવવી હતી. આ માટે જરૂરી આર્થિક ભંડોળ ન હતું. તે અરસામાં શ્રી કસ્તૂરભાઈ શેઠને જોધપુર આવવાનું થયું હતું. મહારાજજીનાં માતુશ્રી રત્નશ્રીજી વંડામાં રહેતાં હતાં. શેઠને કહેલું : મારો દીકરો જોધપુર છે.' જોધપુરમાં કસ્તૂરભાઈ મહારાજજીને મળ્યા અને ત્યાં જ ઇન્ડોલોજી સંસ્થાનું બીજ વવાઈ ગયું.
(ફરી મુનિજીની વાતો)
મુનિજી ભારતીય વિદ્યાભવન (મુંબઈ)માં જોડાયા હતા. મુનિજીનો સ્વભાવ ગુસ્સાબાજ. મુનશી સાથે ઝઘડો. રાજીનામું. ચાર્જ આપવા દાદાને મોકલ્યા હતા. પાછા ફરતાં, મુનિજીની હતી તે વસ્તુઓ (પુસ્તકો વગેરે) તેઓ લઈ આવેલા.
હેમસારસ્વતસત્ર નિમિત્તે મુનશીને હાથે જ્ઞાનમંદિરનું ઉદ્ઘાટન હતું. મુનિજીએ એ વખતે મુનશી પાસે માફી મંગાવેલી હતી. વાત એમ હતી કે એમની નવલકથામાં હેમચંદ્રાચાર્યને સ્ત્રીને જોઈને વિકાર અનુભવતા દર્શાવ્યા છે. આ મુદ્દે મુનશીને કબૂલ કરવું પડ્યું કે આ ઇતિહાસની હકીકત નથી પરંતુ નવલકથા છે.
મહારાજજી મુનિજીને ચતુષ્પાદ કહેતા : મુનિજીનાં ચાર સ્થાનો તેથી એમ કહેતા. આ ચાર સ્થાનો તે ભારતીય વિદ્યાભવન, અમદાવાદ, ચંદેરિયા અને જયપુર.
મુનિજી એક વાર રેલવેપ્રવાસમાં હતા. દરમિયાન એક સહપ્રવાસી જે જાગીરદાર હતો તેણે મુનિજીની પડછંદ, પ્રભાવક દેહયષ્ટિથી આકર્ષાઈને તેમનો પરિચય પૂછ્યો. મુનિજી કહે : પૂરા ભારત મેરા હૈ. મુનિજીના જવાબથી જાગી૨દા૨નું આકર્ષણ વધ્યું. જાગીરદાર સાથેનો સંબંધ વિકસવા લાગ્યો. જાગીરદારે ગોસુંડાથી ત્રણ કિ.મી. દૂર ચંદેરિયામાં જમીન આપી, મુનિજીએ ત્યાં આશ્રમ બનાવ્યો, ત્યાં સર્વધર્મી મંદિર બનાવ્યું. જિનેશ્વરની મૂર્તિઓની સાથે ત્યાં શિવ, અંબા વગેરેની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત થઈ. મુનિજી એમના નિત્યક્રમમાં એક મૂર્તિ પાસે બેસીને દોઢ કલાક પાઠ કરતા. મહારાજજી આવું ક્યારેય કરે નહિ. મહારાજજી કહેતા : ‘દરેકની પોતીકી લાક્ષણિકતા હોય છે જે પૂર્વભવના સંસ્કારને કારણે આવી હોય છે.'
મુનિજી અમદાવાદ કાળધર્મ પામ્યા. મુનિજીએ અગાઉ પોતાની અંતિમક્રિયા ચંદેરિયા આશ્રમમાં કરવાનું દાદાને જણાવ્યું હોવાથી, જે જગ્યા બતાવી હતી ત્યાં જઈ, અંતિમક્રિયા કરી. પં. સુખલાલજીએ કહ્યું : અવસાન પછી શું ? વિધિ ગમે ત્યાં કરો. પરંતુ જ્યારે દાદાની વાત સાંભળી અને મુનિજીની ઇચ્છા જાણી ત્યારે તે પ્રમાણે ચંદેરિયા અગ્નિસંસ્કાર થયો. મુનિજીના ભાઈના ત્રણ દીકરાઓ તથા દાદાને હાથે અગ્નિસંસ્કાર થયો હતો. દાદાને હાથે મહારાજજી (પુણ્યવિજ્યજી)નો પણ અગ્નિસંસ્કાર મુંબઈમાં બાણગંગા ખાતે થયો હતો. મુનિજી ૮૦ વર્ષ જીવ્યા. મહારાજજી ૭૬ વર્ષ જીવ્યા.
#
દાદા મહારાજીના અંતિમ સમયની ક્ષણોના સ્મરણમાં સરી પડ્યા અને બોલવા લાગ્યા :
મહારાજજીને પ્રોસ્ટેટની બીમારી હતી. હૉસ્પિટલમાં (મુંબઈ) દાખલ કર્યાં. દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન મહારાજીએ જણાવેલું કે છાતીમાં ગઠ્ઠો લાગે છે. ડૉક્ટરે એ વાત ધ્યાનમાં લીધી જ નહિ. વ્યક્તિ પોતાના દર્દ વિશે કહે ત્યારે ક્યારેક ડૉક્ટરો એને ભ્રમ માને છે. ડૉક્ટર છાતીની પીડાને સમજ્યા જ નહિ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org