________________
લિપિનિષ્ણાતો આવેલા. દાદા કહે કે હું ત્યારે પ્લેઇનમાં ગયેલો. આવેલ સૌ પોતપોતાની ભાષામાં વ્યાખ્યાન કરતા. દાદાને લિપિ લખવાનું સૂચવાયું. સૌની સમક્ષ દાદાએ લખી. આ જોઈને એક બૌદ્ધ સાધુ તેમની પાસે આવ્યો અને આવી જ લિપિમાં લખાયેલો મંત્ર બતાવ્યો. આવો મંત્ર આપણા સૂરિમંત્રમાં છે. લખવાની રીતમાં ભેદ હતો. એ લોકો ઉપરથી નીચે લખતા. વળી દાદાએ જણાવ્યું કે જેન મંત્રો બૌદ્ધોમાં છે. તે આપણી સાથે ભળે તેવા છે. તેમાં શિરોરેખા પર રેફ કરવામાં આવતો. એમણે જે જોયેલું તેના થોડા શબ્દો અમારી સમક્ષ લખી ઉપર-નીચે લેખનની રીત નત્તિવર અક્ષરો લખીને બતાવી.
વળી દાદાએ કહ્યું કે આપણો ખ એ બ્રાહ્મીનો નથી. મને લાગે છે કે તે ચોક્કસપણે મૂર્ધન્ય ષમાંથી આવ્યો છે અને કૌંસમાં આપ્યાં છે તે અવાન્તર રૂપો (Hષ+ન+ખ) બતાવ્યાં.
વળી દાદાએ બ્રાહ્મી લિપિ શીખવતાં લિપિવિષયક કેટલીક મહત્ત્વની વાતો કહી તે મેં નોંધી છે : અશોકની લિપિમાંથી ભારતની ચૌદચૌદ લિપિઓ ઊતરી આવી છે. જૂનામાં જૂનું તામ્રપત્ર ઈ. સ.ની પહેલી સદીમાં. અને જૂનામાં જૂની લિપિ તામ્રપત્રોમાં મળે છે. ખરોષ્ટી ડાબેથી જમણે (અરબી પ્રમાણે) લખાય છે. હરપ્પાનો સમય ઈ. સ. પુ. ૫૦૦નો છે. તેની લિપિના ઉકેલ બાબતે ઘણાં મતમતાંતરો છે. આ સમયમાં માત્ર સિક્કા જ ઉપલબ્ધ છે. હ અને યો એવા બે અક્ષરો ઉકેલાયા છે. દક્ષિણની લિપિઓમાં તામિલ તથા તેલુગુ સંપૂર્ણ નથી. તેમાં ત અને થ બંને એક જ છે. સંસ્કૃત ગ્રંથો લખવા તે ઉપયોગી નથી, તેથી તે ગ્રંથલિપિ ન બની. પાલિનો અર્થ ગામડું થાય. બુદ્ધ પ્રાય: ગામડામાં ફરતાં. બાહ્મી લિપિ શિલાલેખો દ્વારા મળી. એમાં પાલિ ભાષા છે. પાલિ ભાષામાં ઋ, ઋ, કે નથી. આથી, અશોકના સમયની લિપિમાં આ અક્ષરો નથી, પાલિમાં ળ છે તેથી લિપિમાં ળ જોવા મળે છે. પ્રારંભે બ્રાહ્મી લિપિમાં શિરોરેખા ન હતી. ચોથા સૈકા સુધી જોવા મળતી નથી. સૌ પહેલાં ટપકાં હતાં. તેમાંથી શિરોરેખા બની. બાહ્મીમાં તમે લખવામાં પહેલાં બ તેમાં ચોરસરૂપે લખાતો. ભ જોડતી વખતે તે તેની બાજુમાં નહિ પણ નીચેથી જોડાતો + ત્યારબાદ બાજુમાં જોડાવો શરૂ થયો ત્યારે ચોરસની એક બાજુ ખુલ્લી રખાતી. ત્યાં ભ જોડાય તેમ
ઐ ત્રિકોણ સ્વરૂપનો હતો. તેના પર માત્રા છે, શિરોરેખા નથી ( 4 ) * પ્રાકૃતમાં ઔ નથી તેથી અશોકકાળમાં તે જોવા મળતો નથી.
મૌર્યસમય = ઈ. સ. પૂ. ૩૦૦થી ઈ. સ. પૂ. ૧૫૦ સુધીનો સમય. મૌર્યસમય એટલે અશોકનો સમય. બાહ્મીમાં અક્ષરો સ્પષ્ટ છે. માત્ર શિરોરેખા નથી. ત્રણ ટપકાંવાળી ઈ (..) તાડપત્રમાં ૧૫માં સૈકા સુધી આવી છે. મૂર્તિલેખોમાં બિંબ એ પિંપ જેવું કેમ લાગે છે તે બ્રાહ્મીનો વિકાસ જોતાં સમજાય છે. કિત્તાથી તાડપત્રમાં જ્યારે ન લખાતો ત્યારે ટુકડા પદ્ધતિથી લખાતો: 1+ આમાંથી લ બન્યો છે.
જ્યારે ઘણા અક્ષરો પર ટપકું જોવા મળે તો સમજવું કે આ મૌર્ય પછીનો સમય છે. આમાંથી શિરોરેખા
બની છે. * મથુરાનો સમય એટલે બીજો સૈકો.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org