________________
નામ મારે માટે સાવ અજાયાં હતાં. મેં તેવાં દ્રવ્યો વિશે પૂછપરછ કરી. દાદા સમજાવે અને સાથે સાથે તેના અનુસંધાનમાં પોતાનાં સ્મરણો કહેતા જાય.
પ્રશ્ન : દાદા, આમાં ધવનો ગુંદ” લખ્યું છે. ગુંદર તો બાવળ કે ખેરનો હોય. આ
ધવ એટલે ? દાદા : શાહી બનાવવામાં ધવનો ગુંદ જ ચાલે. એનું ઝાડ મોટું હોય છે. ગામડામાં
છોકરાં પતંગ ફાટે તો આનાથી સાંધે. મેં પોતે એનો ઉપયોગ કર્યો છે. અમે ઘેર જઈને પતંગ સાંધવા માટે ભાત ન માગીએ. ધવના ગુંદથી જ
ફાટેલી પતંગ સાંધી લઈએ. પ્રશ્ન : અને આ અળતો એ શું ? હાથ અને પગે લગાડીએ છીએ અને મેંદી મૂક્યા
જેવું લાગે છે ? દાદા : હા, અળતો એટલે પીપળાનો ગંદ. પ્રશ્ન : અને દાદા આ પોથી એ ઓસડિયું છે ? દાદા : પોથી એટલે મજીઠ અને અળતાનું મિશ્રણ. એ દાંત રંગવાના કામમાં આવે.
પીપળાના લાખનું પાણી ન થાય. આથી, કાચની શીશીમાં લાખનો ભૂકો નાંખી તાવડીએ એટલે કે તડકે મૂકવામાં આવે. સૂર્યની ગરમીથી એ લાલ થાય. તમને ખબર છે, પહેલાંનાં ઘરડાં દાંત રંગતાં ? દાંત રંગવા માટે આ પોથી વપરાતી. મજીઠ અને અળતો ભેગાં કરી રૂમાં નાંખી આપે. આ રૂ દાંત પર મૂકી સૂઈ જાય એટલે દાંત લાલ થાય. એક જમાનામાં દાંત
રંગવાની ફેશન હતી. પ્રશ્ન : દાદા, કઢાયો ગુંદ એટલે ? દાદા : આવો ગુંદ આવે છે, શાહી માટે તે નકામો ગણાય છે, કારણ કે તેમાં
જેટલું પાણી ઉમેરીએ એટલું એ શિખંડ જેવું ઘટ્ટ બનતું જાય. જો પગમાં કાંટો વાગ્યો હોય તો કઢાયો ગુંદ કાંટાને બહાર લાવી દે.
દાદાએ જેસલમેરનું એક સ્મરણ કહ્યું : જ્યારે હું જેસલમેરમાં હતો ત્યારે મેં શિયાળાનો પાક બનાવેલો. તે માટે ૧ કિલો ઝેરકચોળું લીધું. તેમાં મૂસળી વગેરે અનેક દ્રવ્યો નાંખી તૈયાર કર્યું. આ બધું ખાંડતાં ખાંડતાં જ વચ્ચે વચ્ચે ચપટી ચપટી ખાઈ પણ લેતો. દરમિયાનમાં પાટણ જવાનું થયું. ત્યાંનો વિખ્યાત વૈદ વિશ્વામિત્ર કહે – “ન ખવાય, મરી જવાય.” બીજાઓએ સાંભળીને કહ્યું : “અમે નહીં ખાઈએ’ મને થયું કે આટલા દિવસથી તો હું ખાઉં છું અને તોયે કશું થયું તો નથી. આ પાક જનસત્તા' જેવા છાપામાં લખ્યા પ્રમાણે બનાવેલો હતો. જો આની અવળી અસર થતી હોય તો કોઈ લખે જ નહિ કે છાપામાં આવે નહિ. આવો તર્ક કરીને મેં તો આ પાઉડરની મધમાં ગોળીઓ બનાવી સૂકવવા તડકે મૂકું એટલે એકરસ થઈ જાય. ધીરેધીરે કરતાં, એ કિલો ઝેરકચોળાંનો પાક પૂરો પણ કર્યો. વાસ્તવમાં એને શુદ્ધ કરીને વાપરી શકાય પણ મને એ રીતની ત્યારે ખબર ન હતી.
પછી કહે: વહેમ અને શ્રદ્ધા આવાં છે. હું મરી ન ગયો ! હજુ જીવું છું. કારણ મેં સાંભળ્યા પહેલાં ખાધેલું હતું.
૨૪
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org