________________
સાંઢણીવાળો : જો ભાઈ, મારી પાસે એટલો સમય નહીં રહે. એમ કર. તું આના પર
બેસી જા. અજમેર તને ઉતારી દઈશ.
સાંઢણીની વાત પરથી દાદાને પાટણના મદનચંદ ઘેલાચંદની વાત યાદ આવી અને કહી : ‘એ જમાનામાં મદનચંદ પાલિતાણાની પૂનમ ભરતા. એ ઊંટડી (સાંઢણી) પર બેસીને જાય. એ જમાનાના માણસો ખડતલ ઘણા. મદનચંદ પાટણમાં ટાંગડિયા વાડામાં રહેતા. પાટણની આજની ભોજનશાળાની સામેનું દેરાસર તે તેમનું છે. એક વાર આ પ્રવાસ દરમિયાન સાંઢણી મૃત્યુ પામી. એની સ્મૃતિમાં પાલિતાણામાં એનું શિલ્પ બનાવી મૂકવામાં આવ્યું. બારોટોએ પાપ-પુણ્યની બારી હોવાની વાત ઉપજાવી કાઢી છે. લોકો ત્યાં પૈસા નાંખે એ
હતું.
વાતમાંથી વાત નીકળતાં ઠાકોર વિશે વાત નીકળી. તેની માહિતી આપતાં દાદાએ કહ્યું : “ઠાકોર એટલે સામંત, રાજાનું રાજ્ય મોટું હોય. એને સાચવવા રાજા સશક્ત માણસોનો ઈન્ટરવ્યુ લઈને પસંદ કરે. એ લોકોના ગુજારા માટે એમના ઘરમાં કેટલા લોકોને પોષવાના છે એ જાણી લઈને એ પ્રમાણે જમીન તથા ખેતરો આપવામાં આવે. ઠાકોરો રાજા વતી રાજ્યના સંરક્ષણનું કામ કરતા.”
દાદાએ એક સંઘવર્ણન વાંચ્યું હતું તેની વાત કરી : પાટણના ઠાકરશીભાઈએ સંઘ કાઢ્યો. તારંગા પહાડોમાં થઈ પિંડવાડા આબુ-દેલવાડા પહોંચ્યા ત્યારે આબુના ઠાકોરે વાહનદીઠ ૧ રૂપિયો જકાત માંગી. શેઠ કહે : હું વેપારના કામે નથી નીકળ્યો. ધર્મનું કામ છે તેથી જકાત નહીં આપું. શેઠે આ બાબતે સહેજે નમતું જોખ્યું નહિ. ધર્મ માટેની શ્રદ્ધા તથા ખુમારી કેવી હતી તેનું આ ઉદાહરણ !'
પરસ્પરવિરોધી માન્યતાઓ વિશે ચર્ચા થઈ. આ સંદર્ભે દાદાએ કહ્યું : “કાળનો પ્રભાવ ખૂબ જ મોટો છે. જો વ્યક્તિ ઈરાનમાં જન્મી હોય તો તે માંસાહારી બને. જો ઠંડી લાગે તો માણસ ગરમ કપડાં પહેરશે અને ખૂબ ગરમી લાગશે તો પંખો નાંખશે. આથી, ગરમ પહેરવું કે પંખો નાંખવો બંને સાચાં છે.'
પ્રશ્ન : અમારું જ શ્રેષ્ઠ, અમારા ધર્મ જેવો બીજા કોઈનો નહીં એમ શા માટે
કહેવામાં આવે છે ? દાદા : આમ જ કહેવું પડે. પ્રચારની ભાષા હંમેશાં આવી હોય. જૈન નળાખ્યાન
જુદુ હોય જ. આ નળાખ્યાનમાં સ્વયંવરમાં આવેલા રાજાઓ દમયંતી માટે પરસ્પર તલવાર ઉગામે છે ત્યારે દમયંતી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં જાય છે. અઠ્ઠમ કર્યા બાદ ભગવાનની ભક્તિ કરે છે. સ્નાત્રજળનો છંટકાવ કરે છે, એટલે બધા રાજાઓ એ પ્રભાવ હેઠળ તલવાર મ્યાન કરે છે. દમયંતીએ ત્યારે વિચારેલું કે શું મારે નિમિત્તે આ બધા રાજાઓ હિંસા આચરશે ? – આ જૈનકથા થઈ.
આજની વાતોમાંથી દાદાને એક દીક્ષા પ્રસંગ અને તે સંદર્ભમાં અમદાવાદના બે અગ્રગણ્ય શ્રાવકોએ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org