________________
આવે ત્યારે એને તરત બીજી બધી પ્રતો સાથે ન મૂકે. પ્રતોનાં પૃષ્ઠો છૂટાં કરીને આ ચેમ્બરમાં મૂકે. તેમાં નીચે વાડકા જેવું હોય. તેની નીચે ૪૦ વોલ્ટનો બલ્બ હોય. વાડકામાં દવા મૂકવામાં આવે. દવાનું નામ છે થાયમોલ. એની વાસ અજમા જેવી હોય છે. ચારેક દિવસ તેમાં એક કલાક કે બે કલાક ચલાવીને રાખવામાં આવે છે. આથી, તેમાં જીવ પેદા થતા
નથી..
પ્રશ્ન : દાદા, પુસ્તકમાં ભાંગા' શબ્દ વાંચવામાં આવેલો. તેનો શો અર્થ થાય ? દાદા : ભાંગા એટલે વિકલ્પ. એક જ વસ્તુને અનેક રીતે વિચારવી કે લખવી એટલે
ભાંગા. ગાંગેયજીના ભાંગા પ્રખ્યાત છે. તે ૩૦૮ છે. લેખન આવડ્યું કે નહિ તે જાણવાની પરીક્ષા ભાંગા લખાવીને કરવામાં આવે છે. આમાં મોટે ભાગે એકના એક જ શબ્દો આવે એટલે લહિયો કેટલી ચોકસાઈથી લખે છે તેનો ખ્યાલ આવે. આવા શબ્દોનાં ઉદાહરણ આપું તો વસ્તિ , વાવ નાતિ. સત્તિ જેવા શબ્દો એકસાથે આવે, મહારાજજીના ગુરુ ચતુરવિજયજી લહિયાની પરીક્ષા કરતા ત્યારે હંમેશાં ભાંગા લખાવીને કરતા.
ત્યારબાદ દાદાએ લહિયાઓની બેસવાની રીત વિશેની માહિતી આપી : ૧. દોરી બાંધીને લખે.
૨. બે પગ ઊભા રાખી લખે. હાથમાં પાટી હોય. દોરી ઉપર હોય અને લખે નીચે. જેથી લીટી જતી ન રહે, એકસરખી રહે.
૩. થાકી ન જવાય તેથી ઘણા લહિયાઓ પગ ઊંચા રાખીને લખે. પગ ઊંચા રહે તે માટે પગ નીચે કાંબલી મૂકે. પાછળ તકિયો હોય, પગ લાંબા રાખ્યા હોય તો થાકી ન જવાય.
આગલે દિવસે મેં આર્ટ-ગેલેરીની મુલાકાત લીધી હતી. તેની વાત મેં દાદાને કરી, આ સંદર્ભે ચિત્રકલા વિશેની વાતોમાં વિહરવા લાગ્યા :
એક ચિત્રકાર પોતાનું ચિત્ર લઈને રાજા પાસે આવે છે.
કહ્યું: “જો આપ આ ચિત્રની ખૂબી દર્શાવી શકો તો જ આ ચિત્ર હું આપને આપીશ.” રાજા કલાપારખુ હતો. ચિત્ર સ્ત્રીનું હતું. રાજા કહે છે કે આ સ્ત્રીના પેટમાં ત્રણ મહિનાનું બાળક છે.'
ત્યારબાદ દાદાએ વિવિધ ચિત્રશૈલીઓનાં નામો જણાવ્યાં : અજંતાની, કલ્પસૂત્રની, લોકશૈલી, ગિલગિટ, ડેક્કન, નેપાળ, મારવાડ, જયપુર, જોધપુર, કોટા, બુંદી, માળવા વગેરેની.
વળી દાદાએ રંગોની વાત કરી. કહે : મોરપીંછ રંગ સૌથી જૂનો છે. મોગલ સમયમાં વાદળી એટલે કે ગળી કલર આવ્યો. કિસનગઢમાં લોહીના જેવા લાલ રંગ છે. ચિત્રો મંદિરમાં રહેતાં, ઘરમાં નહીં.
મોગલ સમયમાં કલાને ખૂબ પ્રોત્સાહન અપાયું. તે જમાનામાં પૂર્ણ કદનાં ચિત્રો બનતાં. સૌ પ્રથમ અકબરનું ચિત્ર ભેટ અપાયું. પછી તો એવાં ચિત્રો બનાવવાની પ્રણાલિકા પડી, ચિત્રોને ઘરમાં સ્થાન મળ્યું.
૧૮
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org