________________
ચિત્રના વિમોચનના સમારંભો પણ થવા લાગ્યા. ઔરંગઝેબના સમય સુધીમાં તો આ પ્રવૃત્તિ ઘણી ફૂલીફાલી. એક વાર ઔરંગઝેબના ધ્યાનમાં આવ્યું કે રાજ્યનો અધિકારી વર્ગ ચિત્રવિમોચનના કોઈ સમારંભમાં ગયો છે. તેણે વિચાર્યું કે આમ થાય તો રાજ ક્યાંથી ચાલે ? વટહુકમ બહાર પાડ્યો : સંગીતકારો અને ચિત્રકારોને તડીપાર કરો. આ બધા કલાકારો ત્યારે દેશી રજવાડામાં ઘૂસી ગયા. આ પછી આપણા પ્રસંગો પણ મોગલ શૈલીમાં બન્યા તે આ ભાગી છૂટેલા કલાકારોની દેણ છે.
જૈન ચિત્રકળાની ખૂબી એ છે કે એમાં આંખનો ખૂણો કાન સુધી લઈ જવાતો હોય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પછી ચહેરા પર તલ બનાવવાનો રિવાજ શરૂ થયો. રવિ વર્માએ shade આપ્યા. એ પહેલાં, બધા જ ચહેરા એકસરખા લાગતા.
તા. ૯-૧૦-૨૦૦૨
આજનો દિવસ મારે માટે સાચા અર્થમાં પૂરેપૂરો જ્ઞાનસત્ર બની રહ્યો. બન્યું એવું કે દાદાએ આપેલી સ્લીપોમાં લેખન-ઉપકરણોની વાત હતી. ‘આ સર્વ ઉપકરણો જો મને બતાવવામાં આવે અને તેના ઉપયોગ સમજું તો હું વધારે સારી રીતે લખી શકું” – એમ જણાવતાં દાદાએ મને કેટલાંક સાધનો બતાવ્યાં અને પછી અન્ય સાધનો મ્યુઝિયમમાં જઈને જોઈ આવવા સૂચવ્યું. દાદા પાસેથી મને જે માહિતી મળી છે તથા મહારાજજીના ગ્રંથમાંથી મેં મારે વાસ્તે જે વિગતો અલગ તારવી હતી તે આ ક્ષેત્રમાં નવા આવનાર માટે ઉપયોગી થઈ પડે તેવી જણાવાથી, એને પરિશિષ્ટ: ૩ રૂપે મૂકવામાં આવી છે.
લેખન-ઉપકરણોની વાતોમાં જ્યારે “શાહી – (મષિ) વિશે વાત નીકળી ત્યારે મેં દાદાને ટેબલ પરનો તૂટક પુસ્તકોનો ઢગલો બતાવીને પૂછ્યું:
પ્રશ્ન : હું દાદા ! આપણી આ પ્રતોમાં ક્યાંય શાહી બનાવવાની રીત આપી હોય
તેવો કાગળ હાથમાં આવ્યો છે ? જવાબમાં દાદાએ તરત જ પોતાની સામે પડેલા પ્રતોના ઢગલામાંથી તરત જ શાહી બનાવવાની રીત લખી હોય તેવાં બે પૃષ્ઠો કાઢીને બતાવ્યાં.
વાહ બાપુ! દાદા તો જાણે લિપિક્ષેત્રની કોઈપણ વાત પૂછો તો ‘હરતા ફરતા જ્ઞાનકોશ' પેઠે બધું જ જિહ્વાગ્રે અને જોવા માગો તો જાદુગર ! જેમ જાદુગર એના ખીસામાં, કોથળામાં કે હેટમાંથી વસ્તુ કાઢી આપે એમ દાદા ટેબલ પરના ઢગલામાંથી, ઝભ્ભાના ખીસામાંથી ખિસ્સાડાયરી કાઢીને કે ટેબલના ખાનામાંથી કાઢીને અથવા ઊભા થઈ કબાટમાંથી પોતાની ફાઈલોના ઢગલા ફંફોસી વિગત કે વસ્તુ હાજર કરી દે ! શાહી બનાવવા માટે દાદાએ કદાચ અખતરો કર્યો હોવો જોઈએ એમ ધારીને મેં પૂછ્યું તો ઘણી વિગતો જાણવા મળી :
પ્રશ્ન : શાહી બનાવવામાં કે કાજળ બનાવવામાં કયાં કયાં દ્રવ્યો મુખ્ય હોય ?
આપે આવો પ્રયોગ કર્યો છે ? દાદા : મહારાજજીએ એમના પુસ્તકમાં રીતો બતાવી જ છે. તમને ખબર હશે
કે પાટણનું ગોટલીનું કાજળ પ્રખ્યાત ગણાય છે. ત્યાંની મુસ્લિમ બાઈઓનો આ ધંધો. કોડિયામાં ઘી કે દીવેલનો દીવો કરવામાં આવે. કાંસાની વાડકીમાં પાણી ભરી, દીવા પર ધરી રાખે. જે કાજળ ભેગું થાય તેને જરાક દીવેલમાં કાલવી લેવામાં આવે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org