________________
૫. બેચરદાસનું ભારતી સોસાયટીમાં ઘર. પાછળથી અંદર જવાય, હું આગળ. એ તો પાછળ કમ્પાઉન્ડમાં જ બાથરૂમ કરવા બેસી ગયાં. એટલે જ બહાર જતાં પહેલાં બાથરૂમ જઈ આવે પછી જ લઈ જવાય. આવું આવું એમનું ધ્યાન રાખવું પડે.
બાળક પેઠે જોરથી હસવાની ટેવ. દવા ક્યારેય ન લે.
(લાંબો વિરામ) ૭૪ વરસે મૃત્યુ થયું. તે સમયની વાત સ્મરણમાં લાવીને દાદા બોલ્યા :
દીકરી મુંબઈથી આવેલી. ત્યારે તો તબિયત સારી હતી તેથી એ મુંબઈ પાછી ગઈ. બીજે દિવસે સવારે જમીને અહીં (ઇન્ડોલોજી) આવ્યો. એ દિવસે અરુણાબહેન લઠ્ઠા મળવા આવ્યાં હતાં. શીલચંદ્રજીએ એક પુસ્તક લેવા મોકલ્યાં હતાં. પુસ્તક લેવા અમે ભો. જે. વિદ્યાલયમાં ગયાં. પુસ્તક લીધું. ત્યાંથી હું ઓપેરા સોસાયટી ગયો. શ્રેણિકભાઈ ત્યાં આવેલા. તેઓ મહારાજ સાથે વાતો કરતા હતા. ઓપેરાથી સીધો બસમાં ઘેર આવ્યો. ભત્રીજો ગુણવંત ત્યારે કહે: ‘ચા નથી પીતાં.'
એમને ચા ઘણી વહાલી, મેં પૂછ્યું તો કહે : “નથી લેવી.”
થોડી વાર પછી શ્વાસ ચડ્યો, ડૉક્ટર બોલાવ્યા. દવા અને ઇંજેકશન આપવાનું તથા હૉસ્પિટલ દાખલ કરવાનું જણાવ્યું.
ભાભી (શાંતાબહેન અમૃતલાલ ભોજક) બાજમાંથી આવ્યાં. બોલ્યાં : ‘ક્યાંય હવે બહાર ન જશો. તબિયત બરાબર નથી. બધે ફોન કરી દો.” પાટણ, મુંબઈ, ગાંધીનગર – બધે ફોન કર્યા. પાટણ અને ગાંધીનગરવાળા આવી ગયા. ૨૪ કલાકથી વધુ હવે નથી તેમ જણાયું. સ્તવનો સંભળાવ્યાં. રાત્રે ૧|| વાગે મૃત્યુ. મેં કોઈને રડવા ન દીધા. શાંતિથી તે અંગેનું બધું કામ કરો તેવી સૂચના આપી. સવારે સ્મશાને બહુ વહેલા લઈ જવાને બદલે ૬ વાગ્યાનો સમય સૂચવ્યો. બેસણું બીજે દિવસે પાટણમાં રાખ્યું. કોઈક ઉત્સાહીએ ગુજરાત સમાચાર'ની અવસાનનોંધમાં સમાચાર આપી દીધેલા તેથી સવારે શ્રેણિકભાઈ, નીતિનભાઈ, રાધિકાબહેન વગેરે આવ્યાં. પાટણથી માસી આવ્યાં. મેટાડોરમાં બપોરે પાટણ ગયાં. ત્યાં પૂજા ભણાવી.'
સોળ વર્ષે લગ્ન થયેલાં. અમારા બંને વચ્ચે એક જ વર્ષનો ફેર. ૬૦ વર્ષ અમે સાથે રહ્યાં.
તા. ૮-૧૦-૨૦૦૨
ઈન્ડોલોજીની લાઈબ્રેરીનું મુનિશ્રી પુણ્યવિજય લિખિત “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' નામનું પુસ્તક ત્યાં બેસીને હું વાંચતી હતી. વચ્ચે બે-ત્રણ દિવસની સળંગ રજાઓ આવી ત્યારે પુસ્તક મને ઘેર વાંચવા આપ્યું. પણ પછીથી તેઓ પોતાની પાસેનું પુસ્તક ઘેરથી લઈ આવેલા અને વંચાઈ રહે ત્યાં સુધી ઘેર રાખવા આપ્યું. પુસ્તકમાં મહારાજના હસ્તાક્ષર જોવા મળ્યા !
ભાઈ લક્ષ્મણને સસ્નેહ સમર્પિત દિ. પુણ્યવિજય સં. ૨૦૧૪ શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર કલ્પવાચન પ્રારંભદિન'
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org