________________
પહેલું સગપણ મહોલ્લાની છોકરી સાથે જ થયું હતું. મહોલ્લાના જમણવારમાં હું જમવા બેઠો ત્યારે જાણ ન હતી કે પાસે બેઠી છે તે છોકરી વાગ્દત્તા છે. દસ વર્ષની ઉંમર. સામે મારાં માં હતાં. માને કોઈકે કહ્યું કે સામે તમારી વહુ છે. જોયું તો ખાવાનામાં ધૂળ ભેળવતી હતી. છોકરી ગાંડી હતી. વિવાહ ફોક કર્યા. બીજે કર્યો. ગાંડી છોડીને ડાહી લાવ્યા ! સોળ વરસે લગ્ન થયાં. આનામાં પણ બુદ્ધિ ઘણી ઓછી. ગાંડા જેવી જ કર્મોને મેં સ્વીકારી લીધાં. એના ગુણો જોવાના શરૂ કર્યા. પત્નીના ગુણોને યાદ કરતાં કહે કેઃ “ઉછાંછળાં જરા ય નહિ. મહેમાનને આગ્રહ કરી ચા પિવડાવે. નાસ્તો આપે. મહેમાન માટે રાત્રેય ચા બનાવવાની હોય તોયે આળસ નહિ. મોડું થયું હોય તોપણ વાસણો એઠાં મૂકી ન રાખે. સાલ્લા કે દાગીના માટે ક્યારેય માગણી નથી કરી. આખી જિંદગીમાં એક જ ફિલ્મ બતાવેલી અને તે “મોગલે આઝમ.’ ફિલ્મ જોવી છે તેવું સામે ચાલીને ક્યારેય કહ્યું નથી. કામને કારણે કોઈ વાર રાતે ૧૦ વાગે ઘેર પહોંચે તોયે ક્યારે ય ઝઘડો કર્યો નથી. બહારગામ જવાનું અને રહેવાનું થતું પણ કકળાટ કર્યો નથી. મારે ડભોઈમાં નોકરી હતી. મેં એની પાસેથી બને તેટલી ઓછી અપેક્ષા રાખી હતી.'
(દાદા આજે પોતાના દામ્પત્યજીવનના કિસ્સા સંભળાવવાની હૈમાં હતા.) કહેવા લાગ્યા: ‘એમની પાસે સમજદારી નહિ. ક્યારેય સાથે ન ચાલે. હંમેશાં બે ડગલાં પાછળ હોય. માણેકચોકથી માંડવીની પોળ તરફ વળતાં એક વાર પાછળ જોયું તો એ તો દેખાય જ નહિ. પાછો ફર્યો. દૂર દૂર બોરના ઢગલાને જોતાં ઊભાં હતાં.
| મુસાફરી દરમિયાન મને તકલીફો પડે. મોટે ભાગે અમારી મુસાફરી પાટણ - અમદાવાદની હોય, સ્ટેશન આવી જાય અને હું ઊતરું. પાછળ એ આવે છે એવો ખ્યાલ. એક વાર હું ઊતર્યો. થોડી વારે પાછળ જોયું તો દેખાય નહિ. ખૂબ તપાસ. ગભરામણ. જોયું તો વીસેક મિનિટે ટ્રેનમાં દેખાયાં. બાથરૂમમાંથી નીકળતાં હતાં. ટ્રેન આગળ જતી હોત તો ? – મને એવો વિચાર આવ્યા કરે.
પૈસા ગણતાં એમને આવડે નહિ. હોય તે બધા જ પૈસા વેપારીને આપી દે. વેપારી જેટલા પાછા આપે તે લઈ લે. એક વાર સો રૂપિયા સાચવવા આપ્યા. હું ન હોઉં અને ઓચિંતાની જરૂર પડે તો આ ભેગા કરેલા પૈસા ખપ લાગે એ ગણતરી. પાછો આવ્યો ત્યારે જોયું કે આપેલા રૂપિયામાંથી ૧૦x૧૨ની રૂમ આખી ભરાય તેટલું મોટું ગાદલું બનાવરાવેલું. ગાદલું મૂકો પછી રૂમમાં બીજું કશું રહે નહિ તેવું. લડવું પડે. પછી થાય : આને લડીનેય શું ? સમજ નથી એનામાં ત્યારે ને ? પછી મન મારીને બેસી રહું.
કોઈથીય ગભરાય નહિ. એક વાર ટ્રેનમાં બેસાડીને સ્ટેશન પર કંઈક લેવા ગયો. મારા ગયા બાદ ડબ્બાની બહાર લખાયું : “પોલીસ માટે'પછી પોલીસ આવી હશે. પેસેન્જરોને ઉતાર્યા. આ તો ન ઊતરે. આખરે પોલીસને બોર્ડ કાઢી લેવું પડ્યું.
ચાર વર્ષની દીકરીને શાળામાં મૂકવા જાય. દૂધનો સમય થાય એટલે નિશાળે જાય અને દીકરીને ધવરાવે. ગુરુજી સમજાવે : “શાળામાં આમ ને થાય.' તો કહે: ‘મારી દીકરીને ધવરાવું નહિ ?’ હું પણ સમજાવું કે ના જવાય. એના મનમાં આ વાત ઊતરે જ નહિ ને.
૧૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org