________________
ઈ. સ. ૨૦૦૨ના વાર્તાલાપો
ઑગસ્ટ, ૨૦૦૨થી ઑક્ટોબર તા. ૭ સુધીનું લખાણ પ્રશ્ન : લેખનકળાના પુસ્તકમાંની ટિપ્પણમાં ૧૮ લિપિઓનાં નામો આપેલાં છે.
તમને બધી જ લિપિ આવડે ? દાદા : બધી જ લિપિઓની જાણકારી કે સ્વરૂપ બતાવી શકાય તેમ નથી. કેટલીક
લિપિઓ સાંકેતિક - ગૂઢ – લિપિ છે. પ્રશ્ન : એટલે ? દાદા : “ચ”ની ભાષા તમને આવડે ? દરેક શબ્દ પહેલાં “ચ' લગાડાય. જેમ કે
‘ચમચને ચભૂખ ચલાચગી ચછે? કોઈની હાજરીમાં નાછૂટકે વાત કરવી પડે તો પરસ્પર આવી ભાષા નિપજાવી હોય છે. લિપિ પણ આવી હોય. લેખનકળા'ના પુસ્તકમાં આવી લિપિનાં ઉદાહરણો છે. આગળ તમારા
વાંચવામાં આવશે. હવે દાદાને ટ્રેનની મુસાફરી દરમિયાન આવી ભાષા બોલાતાં કેવી રમૂજ બની હતી તે પ્રસંગ યાદ આવતાં કહ્યું : ટ્રેનમાં એક વાર ત્રણ જુવાન છોકરીઓ બેઠી હતી. સામે વૃદ્ધ પતિ-પત્ની બેઠેલાં. છોકરીઓ સાંકેતિક ભાષામાં પેલા યુગલની ટીખળ કરતી રહી. સુરત સ્ટેશને પેલું યુગલ ઊતરી ગયું. ઊતરતી વખતે પોતાની ચૂપકીદી તોડી, પેલી જ સાંકેતિક ભાષામાં “આવજો' એમ કહ્યું!
પ્રશ્ન : દાદા, જૂનામાં જૂનો ગ્રંથ કયો ? કયા સૈકામાં ? તમે જોયો છે ? દાદા : દસમા સૈકાથી તાડપત્રો મળે છે. તેમાં દેવનાગરી લિપિ છે. ભારતની બધી
જ લિપિઓ – ઉત્તરભારત તેમજ દક્ષિણભારતની – બ્રાહ્મી લિપિમાંથી ઊતરી આવી છે. તાડપત્રોમાં ખરોષ્ટી વગેરે અન્ય લિપિઓ જોવા મળે છે તે ભારત સિવાયના અન્ય દેશોમાં જોવા મળે છે. જે કાંઈ જૂના ગ્રંથો છે તે ૧૦મી પહેલાંના મળ્યા નથી. હું ભારતભરના જ્ઞાનભંડારો ફેંદી વળ્યો છું. અભયદેવસૂરિની નવાંગી ટીકા ૧૧મી સદીની છે.
પછીના વાર્તાલાપમાંથી) જેસલમેરના ભંડારમાંથી શ્રી જિનભદ્રગણિએ લખેલો ‘વિશેષ આવશ્યક ભાષ્ય' ગ્રંથ દસમા સૈકાનો હોવાનું ગણાયું છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એ સંપાદિત થયેલો છે. દાદાએ ભંડારનો એ ગ્રંથ જોયેલો અને મહારાજજી સાથે બેસીને સમયનિર્ધારણા કરી હતી.
શ્રી જંબૂવિજયજી પાસે જાપાનના વિદ્વાન આવ્યા હતા. તે વિદ્વાને જાપાનના ઓક્યુજી મઠના ભંડારમાં છઠ્ઠા સૈકાનો એક ગ્રંથ હોવાનું જણાવ્યું. દાદાએ શ્રી જંબૂવિજયજીને જણાવ્યું કે શક્ય હોય તો તેની ઝેરોક્ષ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org