________________
શબ્દ વિશે વાત નીકળી. દાદાએ વર્ષાબહેન જાનીને બોલાવી પૂછ્યું. વર્ષાબહેને તેનો અર્થ “પિતૃઓનો પાળિયો’ હોવાનું જણાવ્યું.
(થોડોક વિરામ) પાટણના જિનાલયના કામ અંગે મેં પાટણની ઘણી મુલાકાત લીધી હતી. પાટણમાં ત્યારે મેં દીવાલો પર ચીતરેલાં સાપનાં ચિત્રો તથા સાપની દેરીઓ જોઈ હતી. સુરધન અને પાળિયાની વાત સાંભળતાં તે યાદ આવ્યું. એને વિશે દાદાને પૂછ્યું તો દાદા મૂડમાં આવી ગયા અને ઘોઘાનું જોડકણું ધીમા સૂરે ગાઈ બતાવ્યું અને ત્યારબાદ ઘોઘાબાપાની વાત કહી.
દાદા ખૂબ સારી રીતે વાત કહી જાણે છે એની આજે મને જાણ થઈ. મને સંભળાવેલ ઘોઘા બાપાનું જોડકણું તથા ઘોઘાબાપાની વાર્તા રસિકજનો માટે પરિશિષ્ટ-૧માં મૂકવામાં આવી છે.
“આજે નવરાત્રિપર્વમાં જેમ મલ્લામાતા પૂજાય છે તેમ પાટણ અને રાધનપુરમાં ઘોઘાબાપા પૂજાય છે અને ઘોઘાનું ગીત ગવાય છે. ઘોઘાના આ જોડકણામાં સ્થળભેદે પાઠભેદ જોવા મળે. નવરાત્રિ દરમિયાન જ્યારે સ્ત્રીઓ ગરબા ગાતી હોય ત્યારે નાના ટપુરિયાંઓને આ જોડકણું ગાવાનું કામ સોંપી દેવાય. આને કારણે સ્ત્રીઓ છોકરાંઓની ડખલ વિના શાંતિથી ગરબા ગાઈ શકે એ એનો હેતુ. ઘોઘાબાપાના સાપના પ્રતીકવાળી દેરી હોય તો ત્યાં ઘોઘાબાપાના નામનો દીવો નવરાત્રિએ અચૂક થાય.” – વાર્તા કહ્યા બાદ દાદાએ આટલી પૂરક માહિતી પણ આપી.
પાટણ અને ખંભાતનાં જિનાલયોનું કામ કરતાં મેં એ બંને નગરોની ઉપલબ્ધ થયેલી ચૈત્ય-પરિપાટીઓને ઉકેલી હતી. તેના સંપાદનમાં અમે જિનાલય અને તેનાં બિંબોની માહિતી આપતા કોઠા બનાવેલા. “શત્રુંજય તીર્થોદ્ધાર વિગત’ નામની આ ચૈત્ય-પરિપાટીના લિખંતરની ચકાસણીનું કરવાનું કામ પૂર્ણ થતાં મેં આના સંપાદનમાં પણ કોઠા તૈયાર કરીને મૂકવાનું વિચાર્યું. કોઠા બનાવવાનું કામ થોડુંક કર્યું પણ ખરું. ખરેખર તો, કૃતિના લિવ્યંતર બાદ ચકાસણીનું કામ લાંબા સમય સુધી ચાલ્યું અને કોઠા તૈયાર કરવાનો અવકાશ તો બીજાં અન્ય તૂટક પુસ્તકોની કૃતિઓ કરવાનું શરૂ કર્યું તેના સમાંતરે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું રહ્યું. દરમિયાનમાં એક દિવસ દાદાએ મને માહિતી આપી: “શ્રી વિજયશીલચંદ્રસૂરિને જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના જ્ઞાનભંડારમાંથી શત્રુંજયની ચૈત્યપરિપાટી મળી હતી. તેનું લિસ્વંતર તેઓએ ‘અનુસંધાન' મેગેઝિનમાં છાપ્યું છે. મેં એ વાંચી. વાંચતાં જણાયું કે આ તો તમે કર્યું તે જ કામ છે.’ ‘હવે...?”હું વિચારી રહી.
મારા ચહેરા પરની આછી નિરાશા તેમણે વાંચી લીધી. કહે : જેમ આપણને હતું કે આ કૃતિની માત્ર આ એક જ પ્રત છે તેમ એમને પણ એવું જ લાગ્યું હતું. આની બે પ્રતો હવે થઈ તો એવું બને કે હજુ બીજી વિશેષ પ્રતો બીજે હશે. આપણે તપાસ કરીશું. તમે એના પાઠભેદો આપી, આખી કૃતિનું સંપાદનકાર્ય કરી શકશો. કર્યું છે તે કામ નકામું જવાનું નથી.'
“સાચી વાત છે દાદા. કશું ન થાય તોયે આવડી મોટી કૃતિ હું કરી શકી છું. મને મહાવરો તો મળ્યો છે જ.' હું બોલી.
એક વર્ષથી પણ વધુનો સમયગાળો એવો ગયો કે જ્યારે પૂ. દાદા સાથેની મારી મુલાકાતો કેટલાંક અન્ય કારણસર થઈ શકી નહિ. સપ્ટેમ્બર, ૨૦૦રમાં ઇન્ડોલોજીમાં પૂ. દાદા સાથે બેસવાનું ફરી શરૂ કર્યું.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org