________________
પ્રશ્ન : સવારે ચા સાથે નાસ્તો કરો છો? દાદા : હંમેશાં મેરીગોલ્ડ બિસ્કીટ લઉં. પાંચ મૂકે પણ ત્રણ લઉં. કોઈ વાર ચાર
લઉં
(વાર્તાલાપ દ્વારા જાણવા મળ્યું કે એમને વર્ષોથી ડાયાબિટિસ ૨૦૦થી ૪૦૦ રહે છે. પણ ચા ખાંડવાળી
જ પીએ છે. મીઠાઈ સામે આવે તો ખાઈ નાખે. અલબત્ત, માપમાં.)
શત્રુંજયવિષયક હસ્તપ્રત અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રતમાં કુંડ અને વાવની વાત આવે છે. કુંડ અને વાવના પાણીની ઉપયોગિતા અને શુદ્ધિ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું :
આ જમાનામાં લોકોને પાણીનું મૂલ્ય સમજાતું નથી. અગાઉ યાત્રાળુઓ શેત્રુંજી નદીએ નાહીને ડુંગર ચઢતા. આજે ડુંગર ઉપર હાવાની ઓરડીઓ થઈ છે. જોકે, ઓરડીઓ થઈ એ જમાનામાં પણ યાત્રાળુઓ બે લોટે નાહી લેતા. આજની પેઠે પાણી ઢોળાતું નહીં.
એવોય જમાનો હતો જ્યાં એક જ તળાવ કે એક જ ઠામમાંથી માણસો અને પ્રાણીઓ સાથે પાણી પીતાં, છતાં લોકો માંદાં પડતાં નહિ. કુંડ અને વાવ કેટલી મહેનતે બનતાં તે લોકો બરાબર જાણતાં. કેટલેય દૂરથી વાવ કે તળાવે જઈને પાણી લાવવાનું રહેતું.’
દાદા પોતાનો ભૂતકાળ મનમાં વાગોળવા લાગ્યા. પછી કહેવા લાગ્યા : અમારે ત્યાં ગામડામાં એ જમાનામાં પ્રાણી કે મનુષ્ય એક જ જગ્યાએથી પાણી પીએ. પહેલવહેલો જ્યારે અમદાવાદ આવ્યો અને છાપામાં વાંચ્યું કે ગટરલાઈન અને પીવાના પાણીની લાઈનો એક થઈ ગઈ છે. મનમાં થયું? અરે ભગવાન ! આ પાણી કેમનું પિવાય ? અને જો સાફ થાય તોયે પછીથી પણ એ પાણી પિવાય ખરું? શહેરનો માણસ એક જ તળાવમાંથી ભેંસ અને માણસને પાણી પીતાં જોઈને “અરે !” એમ બોલી ઊઠે એવું મારા જેવા ગામડાના માણસને શહેરીનું વર્તન અજુગતું લાગે !
દાદા વ્યક્તિગત કે સમાજગત આવા Cultural Shockને ખૂબ જ હળવાશથી અને મમળા હાસ્યથી રજૂ કરવા લાગ્યા. દાદાની રમૂજ પ્રકટવા માંડી. બોલી ઊઠ્યા : “આજે હું દૂધની કેબિન જોઉં છું તો પહેલાં
ત્યાં ‘ઉત્તમ દૂધ' એવું લખેલું જોતો. થોડા વખત પછી એની નીચે લખેલું વાંચતો – ‘ઉત્તમ દહીં અને થોડાં વર્ષો પછી ‘ઉત્તમ છાશ” વાંચ્યું. મને થતું કે દૂધ બગડ્યું એટલે દહીં બન્યું. દહીં બગડ્યું એટલે છાશ બની. અને હવે લાગે છે કે ઉત્તમ પાણી મળશે.” સાંભળતાં જ હું ખડખડાટ હસી પડી અને બોલી : “દાદા, પાણીય પાઉચમાં મળવા લાગ્યું જ છે ને !'
(કાળના જુદા જુદા તબક્કાઓમાં આવતાં ઝડપી પરિવર્તનો પ્રત્યેનું દાદાનું સહજ વલણ મારા ભીતરને સ્પર્શી ગયું. આજે તો એક્કાગાર્ડના રક્ષણ હેઠળ પણ પાણીના રોગો કેટલા બધા વધી રહ્યા છે !)
તા. ૧૦-૮-૨૦૦૧
આજે દાદા “અસલ' નામની દુકાનના ઉદ્દઘાટનમાં અને ત્યારબાદ આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પાસે ગયા. હતા તેથી ઇન્ડોલોજીમાં મોડા આવેલા. પ્રત અંગેનું કામ થોડુંક જ થયું. શત્રુંજયની આ પ્રતિમાંના ‘સુરધન'
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org